મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા ગણપતિ સ્થાપના પૂર્વે મંત્રીમંડળના વિસ્તરણનો ગંજીપો શીખવાની તૈયારીઓ શરૂ કરી દીધી હોય પ્રેમ 15 મી ઓગસ્ટ પહેલા જ ઓછામાં ઓછા 15 મંત્રીઓ ને તેમના ખાતાઓ સોંપી દેવાશે .
રવિવારે સરકારના સૂત્રો દ્વારા એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં પછાત વર્ગના અનામત ના કેસ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈને વિલંબમાં પડેલા મંત્રીમંડળના વિતરણ માટે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી ની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કદાચ ગણેશ સ્થાપના પહેલા જ મંત્રીઓને તેમના ખાતા સોંપી દેવામાં આવશે ,સરકારની સ્થાપના બાદ શરૂઆતમાં પાંચ મંત્રીઓને ખાતા આપવામાં આવ્યા હતા સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ ગણેશ સ્થાપના પહેલા જ કરી દેવામાં આવે તેવો માહોલ ઉભો થયો છે દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા 2024 ની લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ રાજ્ય સરકારની કાર્યવાહીનો રોડમેપ બનાવવામાં આવ્યો છે.
શિવસેના અને ભાજપ લોકસભાની ચૂંટણીઓમાં એકબીજાના સાથ-સહકારથી મેદાનમાં ઉતરશે તેમણે જણાવ્યું હતું કે નાણા મંત્રી નિર્મલા સીતારામને બારામતી માં ભાજપના જનાધાર ને ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે, બારામતી વિસ્તાર શરદ પવારના પરિવારનો ગણવામાં આવે છે અને નાણામંત્રીએ આ વિસ્તારમાં લોક સંપર્ક કરીને પરિસ્થિત બદલવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે બારામતી વિસ્તાર માં ભાજપના વિકાસ કાર્યો લોકોના ઘર સુધી પહોંચાડવામાં અને આ વિસ્તારની 16 વિધાનસભાની બેઠકો અંકે કરવા માટે ભાજપે જે ધ્યાન રાખ્યું છે તેમાં પણ મંત્રીમંડળના વિસ્તરણની રણનીતિ છે સંભવિત નબળા વિસ્તારોમાં રાજકીય વજન વધારવા ભાજપ અને શિવસેના મોવડીમંડળ એ ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે કર્યું છે.