સંકિર્તન મંદિરે હનુમાન ચાલીસા તથા સુંદરકાંડના પાઠ યોજાયા
દ્વારકાના શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત હરિનામ સંકિર્તન મંદિર દ્વારકા ખાતે રામ મંત્ર લખી આપનારા નામભકતોનો સન્માન સમારંભ સાથે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવેલ. જેમાં રામપ્રેમીભકતો અને ઓખામંડળ તથા દેવભૂમિ દ્વારકાના રઘુવંશી અગ્રણીઓ મનસુખભાઈ બારાઈ, નિર્મલભાઈ સામાણી, પરેશભાઈ ઝાખરીયા, ચંદુભાઈ બારાઈ, કનુભાઈ જી.ભાયાણી, મુકેશભાઈ કાનાણી, મયુરભાઈ સામાણી, રમેશભાઈ સામાણી, પરાગભાઈ લાલ, મુકુન્દભાઈ ભાયાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ.
જેઓ દ્વારા રામ નામ મંત્ર લખી આપનારાઓ એક લાખ એક હજાર મંત્રો લખી આપનારા ચાર નામભકતો, એકાવન હજાર લખનારા ચાર, એકવીસ હજાર લખનારા ૧૨ તેમજ ૧૧ હજાર મંત્રો લનનારા ૧૮ નામ ભકતોનું સન્માન કરાયેલ. અખંડ રામધુનની જેમ અવિરત રામનામની ચોપાઈ એક સદીથી વધારે સમયથી જે કુટુંબમાં ચાલે છે તેવા મૃદુલાબેન રાજુભાઈ ઠાકરનું પણ વિશેષ સન્માન કરાયું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા સંકિર્તન મંદિરના દુષ્યંતભાઈ મીન, ટ્રસ્ટીઓ કે.જી.હિંડોચા, પ્રફુલભાઈ દાસાણી, કિશોરભાઈ ઠાકર, ભરતભાઈ સોલંકી, અશ્વિભાઈ ગોકાણી, મંદિરના પુજારીઓએ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમને સહયોગ આપનારા સૌનો શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટવતી ઈશ્વિભાઈ ઝાખરીયાએ આભાર વ્યકત કરેલ હતો.