બિટકોઈન કૌભાંડમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને EDને સમન્સ મોકલ્યું છે. તો રાજ કુંદ્રા પોતાનું નિવેદન નોંધાવવા મુંબઈની EDની ઓફિસે પહોંચી ગયો છે. ગત દિવસોમાં આ મામલે મુખ્ય આરોપી અમિત ભારદ્વાજની પુણેથી ધરપકડ કરવામાં આવી હતી.
પુણે પોલીસની ક્રાઈમ સેલ અને EDની તપાસમાં સામે આવ્યું કે રાજ કુંદ્રા ઉપરાંત બોલિવુડના અનેક સ્ટાર્સ આ પ્રકારની સ્કીમને પ્રમોટ કરતા હતા.અમિત ભારદ્વાજે gatbitcoing.com ની વેબસાઈટ બનાવી અનેક લોકોને કરોડોનો ચૂનો લગાવ્યો હતો. આ કૌભાંડની રકમ 2000 કરોડ રૂપિયા આંકવામાં આવી ગઈ છે.
Businessman & actor Shilpa Shetty’s husband Raj Kundra, summoned by ED in connection with Bitcoin scam, he is presently being questioned in #Mumbai. pic.twitter.com/0zLdvREmpf
— ANI (@ANI) June 5, 2018
એક સીનિયર ED અધિકારીએ જણાવ્યું કે, “હાલ કહી ન શકાય કે રાજ કુંદ્રા આ મામલામાં દોષિત છે કે પછી માત્ર ઈન્વેસ્ટર.આ તમામ વાત તેમના નિવેદન બાદ જ સામે આવી શકે છે.