શિલ્પા શેટ્ટીએ એક લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી હતી જેમાં તેણે સુંદર લાલ સાડી પેહરી હતી. હંમેશાની જેમ તે આ સાડીમાં ખૂબસૂરત લાગી રહી હતી. તેનો આ ટ્રેડિશનલ લુક જોઈને બધાની નજર તેના પર ટકેલી હતી. આ તસવીરોમાં શિલ્પા શેટ્ટીનો ટ્રેડિશનલ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. જો આપણે શિલ્પા શેટ્ટીના લુકની વાત કરીએ તો તે રેડ અને ગોલ્ડન સ્ટ્રીપ્સની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.