બોલીવૂડની એક્ટ્રેસ શિપલા શેટી હમેશાથી જ એક્ટિવ રોલમાં જોવા મળી છે. આપણે બધાએ તેમના યોગના ચર્ચા સાંભળ્યા જ હશે. માં બન્યા પછી પણ તેમણે પોતાના શરીરને જે રીતે ફિટ રાખ્યું છે તે લાજવાબ છે . શિલ્પાએ હાલ કઈક એવું કરીને બતાવ્યું છે જેથી બધાના ફરી ચર્ચામાં આવી છે. રવિવારે શિલ્પાના નેતૃત્વમાં ૨૩૫૩ લોકોએ રવિવારે ૬૦ સેકેન્ડ સુધી પ્લેંક અવસ્થામાં રહીને યોગા કર્યા હતા.જેના કારણે ભારતનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં દાખલ થયું છે. તાજેતરમાં જ પુણેમાં આવેલ આર્મડ ફોર્સ મેડિકલ કોલેજ મેદાન માં બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીએ આ પહેલનું આયોજન કર્યું હતુંઆ સંપૂર્ણ કાર્યક્રમની વિડિઓ અને ફોટાઓ Bajaj Allianz Life Insurance ના ટ્વિટર એકાઉન્ટ પર તમે જોઈ શકો છો.
The #36SecPlankChallenge campaign stepped up to a whole new level as we broke the #GuinnessWorldRecords title at the #BajajAllianzLifePlankathon. Thank you Pune for participating in this event and placing #India on the global fitness map. Good health leads to #LifeGoalsDone.@GWR pic.twitter.com/L3WlXvvx26
— Bajaj Allianz Life (@BajajAllianzLIC) November 25, 2018
આ આયોજનમાં બોલિવૂડની અભિનેત્રી શિલ્પા શેટી કુન્દ્રાના નેતૃત્વ હેઠળ ૨૩૫૩ લોકોએ ૬૦ સેકેન્ડ સુધી હાથના સહારે યોગા કરીને ભારતનું નામ ‘ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ’માં નોંધાવ્યું જાણકારી અનુસાર આ પહેલા ચાઇનામાં ૧૭૭૯ લોકોએ ૧૮ માર્ચ, ૨૦૧૭ના રોજ અનહુઇ લુઆન સ્થિત સેન્ટ્રલ પાર્કમાં 60 સેકન્ડ સુધી પ્લેન્ક કરવાનું રેકોર્ડ બનાવ્યું હતું.
The amazing @TheShilpaShetty has arrived at the #BajajAllianzLifePlankathon! pic.twitter.com/ix2fnB6UXm
— Bajaj Allianz Life (@BajajAllianzLIC) November 25, 2018
ઇન્શ્યૉરન્સ કંપની બજાજ આલિયાન્ઝ જીવન વીમા સાથે મળીને શિલ્પા શેટ્ટીએ આ કામ કરી બતાવ્યુ પોતાના ઉત્સાહને શેર કરતી વખતે શિલ્પાએ કહ્યું કે ફિટનેસ સાથે કંઇપણ, ગમે ત્યારે જ્યારે પરિવર્તન લાવવાની વાત થાય છે અથવા જાગૃતિ ફેલાવવાની વાત થાય છે તો હું હંમેશા ત્યાં આવીશ. જેમ કે હું હંમેશાં કહું છું સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે.