દાદરાનગર હવેલી પ્રસાશનના મહેસુલ વિભાગ દ્વારા સાયલી પંચાયતમા  શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ આ શિબિર આરડીસી સેલવાસ અને મામલતદારની ઉપસ્થિતિમા કરવામા આવ્યુ હતુ,કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થીત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી બે મિનિટ મૌન પાડી કરવામા આવ્યો હતો આ શિબિરમા મહેસુલ વિભાગની અલગ અલગ સેવાઓ જેવી કે વરસાઇની પ્રક્રિયા,નકશા અને અન્ય વિષયો બાબતે અરજીઓ સ્વીકારવામા આવી હતી,અને વિવાદિત મુદ્દાઓમા યોગ્ય માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.

મહેસુલ વિભાગની સેવાઓ સાથે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામા આવી હતી,આ શિબિરમા અરજીઓનો નિકાલ કરવામા આવ્યો હતો,જેમા આવકના દાખલાઓ,ડોમિસાઇલ સર્ટિફિકેટ ,જાતિના દાખલા ,જમીનને લગતા માપણી અને નકશા,સર્ટિફાઈડ નક્શાઓ ,રાશનકાર્ડ માટે ,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે,પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના,અને એલપીજી ગેસ કનેક્શન માટેની અરજીઓનો નિકાલ કરવામા આવ્યો હતો,આ અવસરે આરડીસી ડો.રાકેશ મિન્હાસ,મામલતદાર ટી.એસ.શર્મા,જિલ્લાપંચાયત સભ્ય,સરપંચ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામા લાભાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.