નવિનભાઇ રવાણીના દરેક કાર્યોના આયોજનમાં નિગમીત સુચારૂ વહિવટની છાંટ જોવા મળતી: રાજુભાઇ પોબારૂ ક્ષ રાજકોટ લોહાણા મહાજનની શ્રઘ્ધેય સ્વ. નવીનભાઇ રવાણીને વર્ચ્યુઅલ શ્રઘ્ધાંજલી
લોહાણા જ્ઞાતિશ્રેષ્ઠી, માજી સાંસદ, પૂર્વ રાજયમંત્રી તથા કોંગ્રેસના અડીખમ નેતા સ્વ. નવીનભાઇ રવાણીનું તીવ્ર હ્રદયરોગના હુમલાના કારણે 9ર વર્ષની જૈફ વયે દુ:ખદ અવસાન થતા વિશ્ર્વના સૌથી મોટા ગણાતા રાજકોટ લોહાણા મહાજન દ્વારા અકિલાના મોભી કીરીટભાઇ ગણાત્રાના અધયક્ષ સ્થાને અને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂના પ્રમુખ સ્થાને સ્વ. નવીનભાઇ રવાણીને શ્રઘ્ઘંજલી અર્પણ કરવા માટે પ્રાર્થના સભા યોજાયેલ હતી.
પ્રવર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિને ઘ્યાને લઇ કોવિડ ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન થાય તે માટે વચ્યુઅલ પ્રાર્થના સભા યોજી રાજકોટ લોહાણા મહાજને સમસ્ત સમાજને નવતર રાહ ચિંઘ્યો હતો. અકિલાના મોભી કીરીટભાઇ ગણાત્રાએ જણાવ્યું હતં કે સ્વ. નવીનભાઇ રવાણીનું સામાજીક અને રાજકીય દાયિત્વ અનન્ય હતું. માત્ર 19 વર્ષની ઉમરે સફળ રાજકીય કારકિર્દીમાં ડગ માંડીને કોઇપણ જાતના ભેદભાવ વગર સમાજ તથા રાષ્ટ્રની અસામાન્ય સેવાઓ સ્વ. નવીનભાઇએ પ્રદાન કરી હતી.
વિશેષમાં એમ પણ જણાવ્યું હતું કે શ્રદ્વેય સ્વ. નવીનભાઇ રવાણીની સેવાના સિમાડા જ્ઞાતિ પુરતા મર્યાિેદન ન હતા. લોહાણા જ્ઞાતિના મહાનાયકે ‘સર્વ જન સુખાયે સર્વ જન હિતાયે’ ના સુત્રને સાર્થક કરતાં સર્વ જ્ઞાતિ માટે સેવા પ્રદાન કરી રહ્યા હોવાથી લોકનાયક તરીકે જાણીતા હતા. ધન લોલુપતા જમાનામાં ધન તૃષ્ણાની લાલસા છોડીને માત્રને માત્ર જનકલ્યાણ માટે રાજકારણમાં પ્રવેશીને જનસેવા મહાયજ્ઞના દેવપુરૂષ સ્વ. નવીનભાઇ રવાણી શીલભદ્ર લોકસેવક પણ હતા. સ્વ. નવિનભાઇ જેવા નિમોંહી ત્યાગી રાજકારણીઓ ફાની દુનિયા છોડી રહ્યા છે. તે સમાજ માટે ચિંતાનો વિષય છે. તેમ અંતમાં કીરીટભાઇ ગણાત્રાએ જણાવ્યું હતું.
રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાલ પોબારૂએ શ્રદ્વેય સ્વ. નવીનભાઇ રવાણીને શ્રઘ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું કે, સેવાના દરેક કાર્યોમાં પોતાની કોઠાસૂઝથી કોર્પોરેટ જગતથી પણ ચઢીયાતા આયોજનમાં સદભાવના છલોછલ છલકાતી રહી હતી. પોતાના માટે યાદગાર ક્ષણોનું નિર્માણ કરવું તે મોટી વાત નથી પણ અન્યની યાદગાર ક્ષણોમાં તમે ચાવીરૂપ વ્યકિત બનો તેનું વિશેષ મહત્વ છે. આવા જ પ્રકારનું વ્યકિતત્વ ધરાવતી વ્યકિત પૈકીના તેઓ એક હતા.
જાણીતા ઓર્થોપેડીક સર્જન અને લોહાણા મહાજન કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ શ્રદ્વેગ સ્વ. નવીનભાઇ રવાણીજીને શ્રઘ્ધાંજલી આપતા કહ્યું હતું કે અનેક સેવા સંસ્થાઓના સ્થાપક તરીકે સફળ નિષ્ઠાવાન વહીવટકર્તા તરીકે પોતાના સમય અને સંપતિનો સતત ઉપયોગ કરનાર સ્વી નવીનભાઇની આંખોમાં હંમેશા પ્રસન્નતા અને સદભાવના છલકાતી રહેતી.
શ્રઘ્ધાઁજલી કાર્યક્રમનું સંચાલન કરતા રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી ડો. પરાગભાઇ દેવાણીએ કહ્યું હતું કે, જીવનમાં બે વાતો કહેવી ખુબ જ કઠીન છે. એક, પ્રથમ વખત ‘હેલો’ અને બીજું, છેલ્લી વખત ‘અલવિદા’ કહેવું સ્વ. નવીનભાઇ રવાણીને અલવિદા કહેવું ખરા અર્થમાં ખૂબ કઠીન કાર્ય છે. ઓનલાઇન શ્રઘ્ધાંજલી સભામાં હાજર રહેલ રાજકોટ લોહાણા મહાજનના તમામ કારોબારી સભ્યો સહિત સૌ કોઇએ બે મીનીટ મૌન પાળીને સ્વ. નવીનચંદ્રભાઇ રવાણીને શ્રઘ્ધાંજલી અર્પી હતી.
અકિલાના મોભી કીરીટભાઇ ગણાત્રાના અઘ્યક્ષ સ્થાને યોજાયેલ ઉકત વચ્યુઅલ પ્રાર્થના સભામાં પ્રમુખ સ્થાને રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મંત્રી રીટાબેન કોટક, ઓડીટર ધવલભાઇ ખખ્ખર, કારોબારી સદસ્ય એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર, એડવોકેટ જતીનભાઇ કારીઆ, અલ્પાબેન બચ્છા, કિશોરભાઇ કોટક, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, વિધિબેન જટાણીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, મનિષભાઇ ગોળવાળા સહીત કારોબારીના સદસ્યો સાથો સાથ જ્ઞાતિના વરિષ્ઠ અગ્રણી અને ક્ધયા કેળવણીકાર નવીનભાઇ ઠકકર ઉ5સ્થિત રહ્યા હતા.