શ્રીફળ-સાકરનો પડો આપી કુમ કુમ તિલક કરીને શિક્ષકોની વિશિષ્ટ સેવાને મહાનુભાવોએ બિરદાવી
આજે શિક્ષક દિવસે શહેરમાં વર્ષોથીબાળકોના સંર્વાગત વિકાસમાં મહત્વની ભૂમિકા અદા કરનાર વિશિષ્ટ શિક્ષકના બહુમાન, ગુરૂવંદના સાથે શાળા-કોલેજોમાં વિઘાર્થીઓએ શિક્ષક બનીને આ શૈક્ષણિક કાર્ય સુંદર રીતે ચલાવ્યું હતું. આજે શાળાઓમાં બાળકો આનંદ ઉત્સાહ સાથે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરી હતી.
શહેરની શાન સમા સાત શિક્ષકોનું શિક્ષક દિન નિમિત્તે રાજકોટ શહેરની જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ અને માતૃશ્રી વસંતબેન મોદી સ્મૃતિ સંસ્થાન દ્વારા શિક્ષક દિન ના પવિત્ર દિવસે સ્વામીનારાયણ ગુરૂકુળ પરિસરમાં કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં રાજકોટ શહેરની વિવિધ શાળાના શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ જેમાં શિક્ષકોમાં સ્વામિનારાયણ ગુરુકુળના પ્રિન્સિપાલ કિશોરભાઈ દવે, પારેવડા પ્રાથમિક શાળાના શિક્ષક રાકેશભાઈ હાસ્લીયા, ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર 8 ના શિક્ષક રમેશભાઈ માંગરોળીયા, પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નંબર 48 ના શિક્ષિકા શાહીનાબેન ગઢીયા, ચંદ્રશેખર આઝાદ પ્રાથમિક શાળા નંબર 62 ના શિક્ષિકા બેન બંસિબેન મોઢા, શાળા નંબર 88ના વિપુલકુમાર મૌલિયા અને શિવ શક્તિ પ્રાથમિક શાળા ના શ્રદ્ધા બેન પાઠકને વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિતિમાં કુમકુમ તિલક કરી, ખેસ પહેરાવી, શ્રીફળ સાગર નો પળો પુસ્તક નો ફોટો શ્રુતિ ભેટ આપીને ભાતીગળ તેમજ પરંપરાગત વચ્ચે ઉત્સાહ વાતાવરણમાં કરવામાં આવેલ હતું. આગરિમા પૂર્ણ સમારંભમાં સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનોજૈન સોશિયલ ગ્રુપ ફેડરેશન ઉપપ્રમુખ મનીષભાઈ દોશી ,જાણીતા ઉદ્યોગપતિ ગિરીશભાઈ કડવાણી ઉદ્યોગપતિ રાજુભાઈ વસંત, જાણીતા બિલ્ડર વીરાભાઇ, મોઢ અગ્રણી કિરીટભાઈ પટેલ નરેન્દ્ર ભાઈ વિઠલાણી, શિક્ષણ સમિતિ ના વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા, શૈલેષભાઈ શાહ, જૈન અગ્રણી નિલેશભાઈ કામદાર, કેમ્પસ ડાયરેક્ટર બોઘેરા હિરેનભાઈ મહેતા રામકૃષ્ણ આશ્રમના સ્વામી મેઘના નંદજી, હરેશભાઈ હરિયાણી સંધ્યાબેન મોદી, મિહિરભાઈ મોદી હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન ઉપેન ભાઈ મોદી એ કરેલ મહેમાનોનો પરિચય પંકજભાઈ રૂપારેલિયા તથા આભાર વિધિ હસુભાઈ શાહે કરેલ. સમગ્ર કાર્યક્રમમાં નયનભાઈ ગંધા વગેરે જહેમત ઉઠાવેલ હતી. સમગ્ર કાર્યક્રમ સંચાલન અનુપમભાઈ દોશી એ કરેલ
શિક્ષકનું સન્માન થાય તો ઉત્સાહ બેવડાય : કિશોર દવે (પ્રિન્સિપાલ)
ઢેબર રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સેક્ધડરી વિભાગમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા કિશોર દવેને આજરોજ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા છે.કિશોરભાઈ એ જણાવ્યું હતું કે શિક્ષકનું સન્માન જ્યારે સમાજ કરે ત્યારે શિક્ષકોનો ઉત્સાહ બેવળાઈ છે.આજે ડો.સર્વોપરી રાધાકૃષ્ણન નો જન્મદિવસ જે અમારા સૌ શિક્ષકોના આદર્શ છે.જેના પગલે દરેક શિક્ષક ચાલવાનો પ્રયત્ન કરે.આ પાવન દિવસે શિક્ષકોનું સન્માન થાય તે વિશેષ આનંદ થાય છે તેમજ વધુ સારી રીતે સમાજ પણ નિર્મિત થાય છે. શિક્ષકોના પ્રયત્નો બેવળાઇ છે.શિક્ષક ક્યારેય સન્માનની અપેક્ષા નથી રાખતા પરંતુ તેના કામ માટે તેને બિરદાવ્યા હોઈ ત્યારે એ ખુશી જ કંઈક અલગ હોય છે
બાળકોમાં ઘડતર અને સંસ્કારોનું સિંચન કરનાર શિક્ષકોને આજે સન્માનિત કર્યા : ઉપેન્દ્ર મોદી (ટ્રસ્ટી ,માતૃશ્રી વસંતબેન મોદી સ્મૃતિ સંસ્થા)
ઉપેન્દ્રભાઈ મોદીએ અબતક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માતૃશ્રી વસંતબેન મોદી સ્મૃતિ સંસ્થા તેમજ સ્વામી વિવેકાનંદ યુથ કલબ દ્વારા આજે શિક્ષકોનું સન્માન કરીને શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે. સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શ્રેષ્ઠ 7 શિક્ષકોને અમે સન્માનિત કર્યા છે.બાળકોનું ઘડતર , બાળકોમાં સંસ્કરોનું સિંચન શિક્ષકો કરે છે.ભારતના નિર્માણ માં શિક્ષકોનું પણ ખુબજ મહત્વ રહેલું છે.આજે સન્માનિત કરેલ 7 શિક્ષકોને અમે અભિનંદન આપીએ છીએ અને રાજ્યના તમામ શિક્ષકોને વંદન પણ કરીએ છીએ.
બાળકોમાં ગુણોનો ભંડાર,તેને યોગ્ય દિશા તરફ વાળીયે: સાહિનાબેન ગઢીયા (શિક્ષક)
સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સાહિનાબહેનને આજે સન્માનિત કરાયા હતા.સાહિનાબેને અબતક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકો રાષ્ટ્રના ઘડવૈયા છે.હું છેલ્લા 18 વર્ષથી સરકારી શાળામાં શિક્ષક છું. અમારે ત્યાં મોટે ભાગે નાના પરિવારના બાળકો ભણતર માટે આવે છે.અમે બાળકોને ભણતર સાથે ગણતર પણ આપીએ છીએ અને આગળ વધારીએ છીએ.બાળકોમાં ગુણોનો ભંડાર ભરેલો છે તેને સારી દીશામાં આપણે વાળીયે.આજે એક શિક્ષક તરીકે મારી કામગીરીની કદર કરી મને સન્માનિત કરી તે બદલ હું આભાર વ્યક્ત કરું છું અને ગર્વની લાગણી પણ અનુભવુ છું.