વિદ્યાર્થીઓ અને શાળાના ઉત્કર્ષ માટે શિક્ષકોની શું ભુમિકા હોવી જોઇએ તે વિષય ઉપર ચર્ચા કરાય
સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા દેશ વિદેશમાં અનેક શાખાઓમાં વિદ્યા, સદવિધા અને બ્રહ્મવિદ્યાના વિશેષ કાર્યો થઈ રહ્યા છે. તાજેતરમાં જ રાજકોટ ગુરુકુળ ખાતે રાજકોટ, ત્રંબા, મોરબી, જામનગર, રામપર વગેરે શાખાઓના શિક્ષકો માટે ‘શિક્ષક અભ્યદય અમૃત સંમેલન’ યોજાયું હતું. જેમાં દરેક શાખાના તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત પૂજ્ય હરિપ્રિય દાસજી સ્વામી, પૂજ્ય નિર્ગુણ જીવનદાસજી સ્વામી, તથા આમંત્રિત મહેમાન ડો.સંજયભાઈ સખીયા, કેમ્પસ ડાયરેક્ટર બોઘરાના શુભ હસ્તે દીપ પ્રાગટયથી કરી હતી. પૂ.હરિપ્રિયદાસજી સ્વામી તથા પૂ. નિર્ગુણ જીવનદાસજી સ્વામીએ ઉપસ્થિત સૌ શિક્ષકોને વિદ્યાર્થી અને શાળાના ઉત્કર્ષ માટે શું-શું કરી શકાય? તે અંગે માહિતી આપી હતી. તેમજ ગુરુકુળ દ્વારા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા.રપ ડિસેમ્બર 2022 ના રોજ યોજાનારા ‘શિક્ષક મંચ’માં આપણી ભૂમિકા શું હોઈ શકે? તે અંગે જાણકારી આપી હતી. મારી શાળા શ્રેષ્ઠ શાળા વિશે શાળાના આચાર્ય દવેએ વક્તવ્ય આપ્યું હતું.
જ્યારે ડો. સંજયભાઈ સખીયાએ ‘ચાલો વિદ્યાર્થીને ઓળખીએ’ વિષય પર શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગના અગ્રણીઓ હસમુખભાઈ કાકડીયા, લાલજીભાઈ, મૌલિકભાઈ દેલવાડીયા, મહેશભાઈ વડોદરિયા, રશ્મિનભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ શિક્ષકોને ગુરુકુલ પ્રતિમા અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બળવંત, દેસાણી, ઘનશ્યામભાઈ, જતીનભાઈ તેમજ વ્યવસ્થાપક ભાઈઓએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગુરુકુળ વિદ્યાલયના સંચાલક સંત પૂજ્ય જનમંગલદાસજી સ્વામીએ ખૂબ સુંદર રીતે કર્યું હતું.