ધવને પોતાના હાઇએસ્ટ સ્કોર ૧૮૭ વટાવ્યો પણ બેવડી ચૂકી ગયો: પ્રથમ ટેસ્ટ ભારત ૪૩૬/૫, ધવન ૧૯૦ અને પુજારા ૧૫૩ રન બનાવ્યા

ભારતીય ડાબોડી ઓપનર શિખર ધવને ગઇકાલે શ્રીલંકા સામેની ગેલ ટેસ્ટ મેચમાં અનોખો રેકોર્ડ નોંધાવ્યો હતો. તેણે સતત બીજી સદી ફટકારી હતી. અને આક્રમક બેટીંગ કરીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડયું હતું પરંતુ માત્ર ૧૦ રન માટે બેવડી સદી ચૂકી ગયો હતો. ત્યારબાદ પુજારાએ પણ સદી નોંધાવતા ભારતે ટેસ્ટમાં દબદબો સર્જયો હતો.

cricket2શ્રીલંકા વિરૂઘ્ધ પ્રથમ દિવસના અંતે ભારતે ૯૦ ઓવરમાં ૩ વિકેટ ગુમાવી ૩૯૯ ન બનાવ્યા હતા. દિવસના અંતે ચેતેશ્ર્વર પુજારા ૧૪૪ રન અને અજિંકય રહાણે ૩૯ રને અણનમ રહ્યા હતા. ભારત તરફથી શિખર ધવનને ૧૯૦ રન જયારે વિરાટ કોહલી ૩ અને અભિનવ મુકુંદે ૧ર રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી તમામ ત્રણેય વિકેટ પ્રદીપે ઝડપી હતી. ભારતે ટોચ જીતીને મેચમાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

મેચમાં ભારત તરફથી શીખર ધવન તેમજ ચેતેશ્ર્વર પુજારાએ સદી ફટકારી હતી. શીખર ધવને ઝડપી બેટીંગ કરતા ટેસ્ટ કારકીદીની પાંચમી સદી ફટકારી હતી. અને સાથે જ તેને કારકિર્દીનો બેસ્ટ સ્કોર પણ બનાવ્યો હતો.

ધવને ૧૬૮ બોલમાં ૧૯૦ રન બનાવ્યા હતા. જેમાં તેને ૩૧ ચોગ્ગા ફટકારી હતી. ધવનને પોતાના ૧૦૦ રન માત્ર ૧૧૦ બોલમાં પૂર્ણ કર્યા હતા. શ્રીલંકા વિરુઘ્ધ આ તેની બીજી સદી હતી. આ મેચ પહેલા તેનો બેસ્ટ સ્કોર ૧૮૭ રન હતો.

ધવનને એક જીવનદાન પણ મળ્યો હતો જયારે ૧૩.૬ ઓવરમાં લહિ‚ કુમારની બોલ પર ગુણારત્નેએ તેનો કેચ છોડયો હતો. આ સમયે તે ૩૧ રને બેટીંગ કરી રહ્યો હતો.

આઉટ થયા પહેલા ધવને બીજી વિકેટ માટે ચેતેશ્ર્વર પુજારા સાથે મળી ૨૫૩ રનની ભાગીદારી કરી હતી.

ચેતેશ્ર્વર પુજારાએ પણ મેચમાં શાનદાર બેટીંગ કરતા ટેસ્ટ કારર્કિદીની ૧૦મી સદી ફટકારી હતી. પ્રથમ દિવસના અંતે તે ૧૪૪ રને અણનમ રહ્યો હતો.શ્રીલંકા વિ‚ઘ્ધ  કારકિર્દીની આ તેની બીજી સદી છે. પૂજારાએ પોતાના ૧૦૦ રન ૧૭૩ બોલમાં પૂર્ણ કર્યા હતા. વિરાટ કોહલી ૩ રને આઉટ થયો હતો. આ પહેલા અભિનવ મુકુંદ  ૧ રને આઉટ થયો હતો. શ્રીલંકા તરફથી પ્રદીપે ત્રણેય વિકેટ ઝડપી હતી

ધવને ભલે બેવડી સદી થી વંચીત રહ્યો હોય પરંતુ તેણે વ્યકિગત ટેસ્ટ સ્કોર નોધાવ્યો હતો. ધવનના ૧૯૦ રન બનાવીને આઉટ થયો હતો. જે તેણે પોતાની પ્રથમ ટેસ્ટ ના ૨૦૧૩ના માર્ચમાં ઓસ્ટ્રેલીયા સામે નોંધાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.