9 જૂને ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન કુલ્ટર નાઈલનો બોલ વાગ્યો હતો
ભારતીય ટીમના ઓપનર શિખર ધવનના અંગુઠામાં ઈજા થઈ હોવાથી તેઓ 3 સપ્તાહ માટે ટૂર્નામેન્ટમાંથી બહાર છે. તેને 9 જૂને ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન કુલ્ટર નાઈલનો બોલ વાગ્યો હતો. તપાસમાં ખબર પડી કે, શિખરના અંગુઠામાં ફ્રેક્ચર થયું છે. શંકા છે કે, આ ઈજાના કારણે શિખર ધવન સમગ્ર ટૂર્નામેન્ટમાંથી પણ બહાર થઈ શકે છે.
ધવનને હાથમાં ઈજા થઈ હોવા છતા તેણે 109 બોલમાં 117 રન કર્યા હતા. હાલ ધવનની ફિઝિયોથેરેપિસ્ટ પૈટ્રિક ફરહાર્ટની દેખરેખમાં સારવાર ચાલી રહી છે. ભારતની આગામી મેચ હવે 13 જૂને ન્યૂઝીલેન્ડ સામે થવાની છે.
ધવન ઓસ્ટ્રેલિયા સામે મેચમાં ફિલ્ડિંગ માટે નહતા ઉતર્યા. તેમની જગ્યાએ રવિન્દ્ર જાડેજાએ સંપૂર્ણ 50 ઓવર ફિલ્ડિંગ કરી હતી. ભારતે તે મેચમાં ઓસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ધવન જ મેન ઓફ ધી મેચ બન્યો હતો.