ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શિખર ધવન લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર છે. તેમને વનડે વર્લ્ડ કપ માટે પણ ભારતીય ટીમમાં જગ્યા નથી મળી. હવે ધવનની પત્ની આયેશા મુખર્જી સાથે તેના ડિવોર્સ થઈ ગયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ પરિસરની ફેમિલી કોર્ટે ડિવોર્સને મંજૂરી આપી દીધી છે. તેના ઉપરાંત કોર્ટે ધવનને દિકરાને મળવાની મંજૂરી પણ આપી છે.
શિખર ધવનના પત્ની સાથે ડિવોર્સ
ફેમિલી કોર્ટના જજ હરીશ કુમારે ડિવોર્સ અરજી સ્વીકાર કરી લીધી છે અને શિખર ધવન દ્વારા પોતાની વાઈફ આયશા મુખર્જી પર લગાવેલા બધા જ આરોપ સ્વીકાર કર્યા છે. આરોપ એ આધાર પર સ્વીકાર કરવામાં આવ્યા છે કે પત્ની આરોપોનો વિરોધ કે પોતાનો બચાવ કરવામાં અસફળ રહી.
જજે એમ પણ માન્યું છે કે આયશાએ ધવનને પોતાના પુત્રથી અલગ રહેવા માટે મજબૂર કરીને માનસિક પીડા આપી. હવે દિકરો કોની સાથે રહેશે કોર્ટે તેના પર કોઈ આદેશ નથી આપ્યો. પરંતુ સાથે જ એવું પણ માન્યું છે કે ધવન ભારત અને ઓસ્ટ્રેલિયામાં એક ઉચિત સમય માટે દિકરાને મળી શકે છે અને વીડિયો કોલ પર વાત કરી શકે છે.
2012માં થયા હતા લગ્ન
શિખર ધવને આયશા મુખર્જી સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. તે ધવનથી 10 વર્ષ મોટી છે અને તેના આ બીજા લગ્ન છે. આયેશાના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયાના બિઝનેસમેન સાથે થયા હતા. જેનાથી તેની બે દિકરીઓ છે. ધવન-આયેશાનો એક દિકરો ઝોરાવર છે. બન્નેની મુલાકાત ફેસબુક પર એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. પથી બન્નેને એક બીજા સાથે પ્રેમ થઈ ગયો અને બન્નેએ લગ્ન કરી લીધા.