હેકરોએ ખાનગી માહિતી મેળવી: અન્ય ક્રિકેટરો, અભિનેત્રીઓને મેસેજ મોકલ્યા
સોશિયલ મિડિયા પર એકટીવ રહેતા ભારતીય ક્રિકેટ ટીમના ઓપનીંગ બેટસમેન શિખર ધવલ અને ગૌતમ ગંભીરના ટિવટર એકાઉન્ટ હેક થયા હોવાનું માલુમ પડયું છે. શિખર ધવન હાલ ચાલી રહેલા એશિયા કપ માટે દુબઇમાં છે ત્યારે એકા એક ર ખેલાડીઓના એકાઉન્ટ હેક થતાં અનેક શંકાઓ સેવાઇ રહી છે માટે ધવલને ટીવટ કરીને જણાવ્યું હતું કે મારા કરંટ એકાઉન્ટ પરથ તમને જો કોઇ મેસેજ આવ્યા હોય તો તેની અવગણના કરવી.
મારુ એકાઉન્ટ હેડ થયું હતુ જેને હવે રિસ્ટોર કરી લેવાયું છે. અફઘાનિસ્તાનના સ્પિનર રશીદ ખાનને ધવનને હેક થયેલા એકાઉન્ટમાંથી મેસેજ આવતા તેણે જરા પણ સમય વેળફયા વગર જ આઇપીએલની ટીમને જાણ કરતાં આ ઘટના સામે આવી હતી.
આ પૂર્વ શનિવારે ગૌતમ ગંભીરનું ટિવટર એકાઉન્ટ પણ હેક થયું હતું. હેકરોએ ક્રિકેટરોના ઓફીશીયલ એકાઉન્ટમાંથી ઓસ્ટ્રેલીયન વિકેટ કિપર, બેટસમેન એડમ ગીલક્રીસ્ટ, અભિનેત્રી ચિત્રાંગદા સિંહ, શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સંગાકકારાને મેસેજ મોકલ્યા હતા. ગંભીરનું એકાઉન્ટ તેને ફરીથી મળી જતા તેણે ટિવટ કરી સૌ કોઇને ટેગ કરી આ વાત શેર કરી હતી. હેકરોએ ખેલાડીઓની ખાનગી માહીતી મેળવી હોવાનું પણ જાણવામાં આવ્યું છે.