શુક્રવારે કોઈ તહેવાર નહીં શનિવારે ઉજવાશે નંદ મહોત્સવ
શીતળા માતાનું વાહન ગઘેડો: ગઘેડાને ગમે તેટલા ડફણા મારો તો પણ એ શાંત રહે છે એ રીતે શીતળાના દર્દીને પણ આ દર્દ દરમિયાન સતત શાંત રહેવું જોઈએ
ભારતીય સંસ્કૃત અને ધર્મની એક અજબદેન છે. પ્રાતિક પૂજા પ્રાતિક પૂજાના રૂપમાં આપણા પૂર્વ જ ઋષિ મૂનિ મહર્ષિ મનિષીઓને અદભૂત શિક્ષણ અને સાચી સમજની અનેક પ્રભાવક પધ્ધતિઓ પ્રચલીત કરી જેમા ગજબ ગૂઢ આધ્યાત્મિક રહસ્ય અને વ્યવહારિક વલણો પ્રાતિક અને મૂર્તિપૂજાના રૂપમાં વ્યવસ્થિત રીતે વણી લેવામાં આવ્યા છે. વિભિન્ન દેવી દેવતાઓની મૂર્તિઓ એમના ચિત્રો, પ્રતિકો અને એમના વિશિષ્ટ વાહનો વિશે જોતા સહેજે મનમા સંશય જન્મે કે આવા દેવી દેવતાના રૂપરંગ વાહન હોય શકે ખરા.
પૌરાણિક માન્યતા પ્રમાણે સાતમના દિવસે કોઈએ કડાઈઓ ચડાવવી નહી અરે ચૂલો પણ પ્રગટાવવો નહી. હવે આપણે શિતળામાતા અને તેમના પ્રતિકની પાછળ છુપાયેલા રહસ્યને સંક્ષિપ્તમાં સમજીએ. શિતળા માતાનું પ્રતિક નગ્ન છે. મતલબ તે નગ્નાવસ્થામા રહે છે. તેમનું વાહન ગઘેડો છે. હસ્તમાં ઝાડુ અને મસ્તક ઉપર સુપડુ છે. ઘડો ધારણ કરેલ છે. હવે એના વાસ્તવિક અર્થને જાણીએ અને એની પાછળ છુપાયેલા ગર્ભિત ભાવ સંદેશને ઓળખીએ શિતળાનો રોગી શરીરમાં સત જલન અને અગનનો અનુભવ કરે છે. તેને સતત ઠંડક યાને શિતળતા અને શાંતિ જોઈએ જેથી તેનું શિતલા પડયું હશે. જે કવચિત અપભ્રશ થઈ શિતળા બન્યું હશે.
માનવ સહજ સ્વભાવ કે એ ભયથી કોઈપણ વસ્તુ કે વ્યકિતની પૂજા કરે છે. ભાવથી પૂજા કરનારા જવલ્લે જ મળે છે. શીતલાના દર્દીને પણ આ દર્દ દરમિયાન સતત શાંત રહેવું જોઈએ ચિતિત ઉતગ કદી ના થવું જોઈએ. શિતલા માતા નગ્ન છે. એનો અર્થ એ છે કે આ રોગીને જવલનશીલ ચીકણુ પ્રવાહી છોડતા દાણા નીકળે છે. અને આવા રોગીજો કપડા પહેરે તો તો તે શરીર ઉપર ચોટી જાય અને કપડા પહેરતા યા ઉતારતા અનહદ વેદના થાય એટલે આ રોગના દર્દીએ કપડા પહેરવા જોઈએ નહી એવો સંદેશ અને સૂચના શિતલા માતાનું નગ્ન શરીર અર્પે છે.
શાસ્ત્રોકત મુહૂર્ત પ્રમાણે સવારથી શીતળા સાતમ
આપણુ હિન્દ પંચાગ દુનીયાનું સૌથી પ્રાચીન અને શ્રેષ્ઠ પ્રંચાગ છે. જયારે દુરબીનની શોધ નહતી થઈ ત્યારે પણ આપણષ તિથિવાર નક્ષત્ર જાણી શકતા હતા. જે આપણા ઋષી મૂનીઓના તપ અને અવલોકનને આભારી છે. આપણુ હિન્દુ પંચાગ સૂર્યોદય પ્રમાણે ચાલે છે. અને સિધો સંબંધ આકાશ સાથે ધરાવે છે. દા:ખ તરીકે જયારે પુનમહોય ત્યારે આકાશમાં પૂર્ણ ચંદ્ર હોય જ છે.પરંતુ અંગ્રેજી પંચાગમાં આવું કાઈ શકય નથી તે સળંગ ચાલે છે. આપણા તહેવારો સમયનું મહત્વ ધરાવે છે. કોઈ તહેવારનું સાંજનું મહત્વ હોય તે સાંજે જે તિથિ હોય તે લેવામાં આવે છે. જેમાં સવારનું મહત્વહોય તો સવારના ભાગની તિથિ જયારે હોય તે દિવસ લેવામાં આવે છે. આમ આપ્રમાણે જોતા શિતલા સાતમ ગૂવારે ગણાય કારણ ગૂવારે છઠ્ઠ તિથિ સવારના ૭.૦૭ કલાક સુધી જ છે. ત્યારબાદ સાતમતિથિ બેશી જાય છે. આથી તા. ૨૨-૮-૧૯ના દિવસે સવારે ૭.૦૭ કલાક સુધી જ છઠ્ઠ તિથિ છે. ત્યારબાદ આખો દિવસ સાતમ તિથિ રહેશે આથી ગુજરાતના મુખ્ય પંચાગોના આધારે અને જયોતિષ શાસ્ત્રના નિયમના આધારે શીતળા સાતમ ગુવારે મનાવી. આમ જોઈએ તો સાતમ આઠમનો તહેવાર પાંચ દિવસનો ગણાય બોળચોથથી આઠમ સુધી પરંતુ સૌથી વધારે મહત્વ સાતમ આઠમનું ગણાય છે. શિતળા માતાજીના પૂજનનો દિવસ એટલે શિતળા સાતમ શિતળા માતાજી શાંતી અને ઠંહકના દેવી છે. શીતળા માતાજીની પૂજા ઉપાસના કરવાથી ઘરમાં શાંતીની પ્રાપ્તી થાય છે. શીતળા માતાજીની પૂજા કરવાથી નાના બાળકોને બીમારીમાંથી રક્ષણ મળે છે. શીતળા માતાજીનું વ્રત કરનારના બાળકોનું આરોગ્ય સા રહે છે. પૂજન: સવારે નિત્ય કર્મકરી અને ચુલ્લા અને અથવાતો ગેસનું પૂજન કરવું ત્યારબાદ મંદિરે જઈ અને શ્રીફળ વધેરી અને માતાજીને કુલેર અર્પણ કરવી ધરાવી પ્રાર્થના કરવી અમારા જીવનમાં શિતળતા શાંતીની પ્રાપ્તી થાય આ દિવસે ચુલ્લો સળગાવો નહી ટાઢુ ભોજન કરવું તથા શિતળા સાતમના દિવસે ખેડુતોએ પોતાના ઓજારનું પૂજન કરવું પણ ઉતમ છે.