અબતક, રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના તહેવારમાં શેરી ગરબાની છુટછાટ આપવામાં આવી છે. સરકારના જાહેરનામામાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં સંક્રમણ ન વધે તે માટે શેરી ગરબાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ નિયમના આધારે રાજકોટ શહેરમાં પણ કોરોના પ્રભારી વિસ્તારોમાં શેરી ગરબાની છુટછાટ આપવામાં આવશે નહીં.મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આજે પત્રકારોની સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હાલ શહેરમાં કોરોનાનું સંક્રમણ ખુબજ નહીંવત છે.
હાલ શહેરમાં એક પણ વિસ્તાર ક્ધટેઈમેન્ટ ઝોન હેઠળ નથી,
જો કોરોનાનો કેસ આવશે તો તે એરીયાને ક્ધટેઈમેન્ટ ઝોન જાહેર કરી ત્યાં ગરબાની છુટ નહીં મળે: મ્યુનિ.કમિશનર
શહેરમાં એકપણ વિસ્તાર ક્ધટેઈમેન્ટ ઝોન હેઠળ આવતો નથી. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણીમાં શેરી-ગલી, સોસાયટીમાં ગરબા રમવાની છુટછાટ આપવામાં આવી છે. જેમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ વિસ્તારમાંથી કોરોનાનો કેસ મળી આવે તો તે વિસ્તારને ક્ધટેઈમેન્ટ ઝોન જાહેર કરી અને ત્યાં શેરી ગરબા માટે છુટછાટ આપવી નહીં. મહાપાલિકા આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
હાલ શહેરમાં એકપણ વિસ્તાર ક્ધટેઈમેન્ટ ઝોન હેઠળ આવતો નથી પરંતુ જો નવરાત્રી સુધીમાં કોરોનાનો કેસ મળી આવશે તો તે વિસ્તારને ક્ધટેઈમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવશે અને ત્યાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવશે નહીં. રાજ્ય સરકાર દ્વારા જે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે તેની ચુસ્ત અમલવારી કરવામાં આવશે. આ અંગે કોર્પોરેશન દ્વારા નવું કોઈ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં ન આવ્યાની સ્પષ્ટતા કરવામાં આવી છે.