દાદરા નગર હવેલી ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અંતર્ગત જે મહિલાઓને ગેસના ચૂલા અને સિલિન્ડર સબસીડીથી આપવામા આવે છે,જે અંગે છેલ્લા ચાર મહિનાથી પ્રદેશની મહિલાઓને જાણકારી આપવામા આવી રહી છે,જેનાથી જાગૃત થઈ હાલમા અંદાજિત ૧૧હજારથી વધુ લોકોએ આ ઉજ્જ્વલા યોજનાનો લાભ લીધો છે,આ યોજનાનો લાભ વધુ લોકોને મળે તે માટેના પ્રયાસ કરાય રહ્યા છે,યોજનાની જાણકારી સાથે૧૯મી જાન્યુઆરીના રોજ પધારનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન દરમ્યાન મોટી સંખ્યામા ઉપસ્થીત રહે એના માટે સાંસદ નટુભાઈની અધ્યક્ષતામા વિવિધ સોસાયટીમા મિટિંગ કરી લોકોને પ્રધાનમંત્રીનો જે આપણા પ્રદેશને અમૂલ્ય ભેટ મેડીકલ કોલેજ આપી છે, એના માટે આભાર વ્યક્ત કરવા,સાયલી પી.ટી.સી.ગ્રાઉન્ડ પર યોજાનાર કાર્યક્રમમા ઉપસ્થીત રહેવા માટે આમંત્રિત કરવામા આવી રહ્યા છે, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા મોરચાની ટિમ પણ એડીચોટીનુ જોર લગાવી રહી છે
સેલવાસ: પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનો ૧૧૦૦૦થી વધુ લોકોએ લાભ લીધો
Previous Articleવલ્લભીપુર તાલુકાના દરેડ ગામે પ્રોજેકટ લાઈફ દ્વારા આકાર લેનારી
Next Article માનવના અમૂલ્ય અંગ ‘દાંત’ની જાળવણી અતિ જરૂરી