સ્વ. નાગરદાસજી મનજી શાહ વર્ધમાન સાર્વજનીક ટ્રસ્ટ જૈન ભોજનાલયના નવ નિર્માણને પાંચ વર્ષ પૂર્ણ થતા છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે દાતાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓમાનથી આવેલ ચેતનભાઇ રમેશભાઇ શાહ જેઓ સેલટર ટ્રસ્ટ છે. જેનું જૈન ભોજનાલય ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. સાથો સાથ જૈન અગ્રણી ધીરેનભાઇ ભરવાડાનો 61માં જન્મદિવસની ઉજવણી જૈન ભોજનાલય ખાતે કરવામાં આવી હતી.
નાગરદાસ મનજી શાહ વર્ધમાન સાર્વજનીક ટ્રસ્ટની શરુઆત 1985માં થઇ હતી. ત્યારથી આજ સુધી દાતા પરિવારોના સહયોગ સહકારથી આજે સંસ્થા ફૂલીફાલી છે. જૈન ભોજનાલય સંસ્થા દ્વારા જરુરીયાત મંદોને રૂપિયા એકમાં સ્વાદિષ્ટ – પૌષ્ટિક ભોજન ટીફીન મારફતે આપવામાં આવે છે. આ તકે બહોળી સંખ્યામાં દાતાઓ જૈન અગ્રણીઓ મહાનુભાવો ઉ5સ્થિત રહ્યા હતા.
જરૂરીયાત મંદોને ફકત એક રૂપિયામાં પોષ્ટીક ભોજન આપવામાં આવે છે: ચેતનભાઇ શાહ (ઓમાનવાળા)
‘અબતક’ સાથેની વાતચીતમાં મસ્કત ઓમાનથી આવેલ ચેતનભાઇ શાહએ જણાવ્યું હતું કે મારા પિતાજી ટ્રસ્ટના ટ્રસ્ટી રહ્યા છે. જૈન ભોજનાલય ખાતે હું આવ્યો છું સન્માનીત કર્યો પરંતુ હું સિમ્પલ લાઇફ જીવવામાં માનું છું. શશીભાઇ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે ખુબ જ સારી વાત છે. ફકત એક રૂપિયા પોષ્ટિીક આપવામાં આવે છે અહિયા હાઇજીન, ચોખ્ખાઇ સહીત તમામ બાબતોનું ઘ્યાન રાખવામાં આવે છે પાંચ વર્ષ પહેલા નવ નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપર હોલ પણ બનાવવામાં આવ્યો છે જે ભાડે આપવામાં આવે છે. જે વ્યકિત આવે છે જમવા તેઓ ખુશ થઇને જાય છે. ધીરજમુનિ મહારાજ સાહેબના આશિર્વાદથી આ ટ્રસ્ટ આગળ વઘ્યો છે. મારા તમામ પરિવારનો ખુબ જ સહકાર રહે છે.
અમારી ઇચ્છાને માન રાખી ઓમાનથી સેલટર દાતા ચેતનભાઇ શાહ ખાસ પધારેલ: શશીકાંતભાઇ વોરા
‘અબતક’ સાથેની વાતચીતમાં જૈન ભુવનના ટ્રસ્ટી શશીકાંતભાઇ વોરાએ જણાવ્યું હતું કે જૈન ભુવન છેલ્લા 35 વર્ષથી અવિરત ચાલુ છે. જરુરીયાત મંદો જૈનોને ભોજન આપવામાં આવે છે. હાલ ટીફીન સેવા સર્વિસ ચાલુ છે. હું છ થી સાત વર્ષથી સંભાળું છું. મને ઓમાનવાળા વડીલોનો સાથ સહકાર રહ્યો છે. હાલમાં પણ તેમના પરિવારનો ખુબ જ સારો સહકાર મળી રહ્યો છે. જૈન ભુવનનું સમાજમાં આગવું સ્થાન થયું છે. અમે 70 એવા વ્યકિતઓ જેનું કોઇ નથી તેઓની જમવાની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ. એવી જ રીતે 4 થી પ હજાર પગાર વાળાને 10 રૂપિયામાં જમવાનું આપીએ છીએ. બીજા જૈનનો જેને બે ચાર દિવસની જરુરત હોય તેને પણ ટીફીન સેવા પુરી પાડીએ છીએ.
હાલ 238 લોકોને ટીફીન સેવા પુરી પાડીએ છીએ. અમ દર મહિને અનાજની 170 કીટ પણ જરુરીયાત મંદો જૈનોને આપીએ છીએ. છાશ કેન્દ્રો બે ચલાવીએ છીએ.
અમને દરેક પ્રવૃતિમાં સેલટર દાતા લોકલ ટ્રસ્ટીઓનો ખુબ જ સારો સહકાર મળે છે. અમે વર્ષમાં ચાર વખત દાતાઓનો સન્માન કાર્યક્રમ રાખીએ છીએ. મને ખુબ જ આનંદ થાય છે કે સેલટર તરીકે પહેલી વખત ઓમાનથી ચેતનભાઇ શાહ આવેલ છે તેઓના પિતાજી અવાર-નવાર મળતા હતા.
જૈન ભુવન ખાતે જન્મદિવસની ઉજવણી કરી આનંદ થયો: ધીરેનભાઇ ભરવાડા
‘અબતક’ સાથેની વાતચીતમાં ધીરેનભાઇ ભરવાડાએ જણાવ્યું હતું કે મારા જન્મદિવસની જૈન ભુવન ખાતે ઉજવણી કરવાનો ઉદેશ્ય એવો છે લોકો જન્મદિવસની ઉજવણી હોટેલમાં કરતો હોય પરંતુ જૈન ભુવન એ અમારા સમાજનું ગૌરવવંતુ સ્થળ છે મારી લાગણી એવી છે કે જે એક રૂપિયામાં જમે છે તે પણ હું તે સાઘ્મીકો સાથે મારા મિત્રોને બોલાવી તેઓ પણ જૈન ભુવનમાં મારા ઘણા સગાવ્હાલા મિત્રો આવ્યાં છે બધા એ સાથે ભોજન લઇ ઉજવણી કરી. જૈન ભુવન 238 જરુરીયાતમંદોને ટીફીન સેવા પુરી પાડે છે.