દેહવેપારના ગોરખધંધાની ગેંગ સક્રિય : અજાણી યુવતીને રોડ પર ઉભી રાખી અને દેહવેપાર ની લાલચ આપી વાહનચાલકો સાથે લૂંટ કરવાના બનાવમાં વધારો થતા ચકચાર
રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે જિલ્લાના હાઈવે ઉપર લૂંટના બનાવો વધી રહ્યા છે જેને લઇને જિલ્લાવાસીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ખાસ કરી હાઈવે ઉપરથી પસાર થઇ રહેલા વાહનચાલકોને ઉભા રાખી અને તેમને લૂંટી લેવામાં આવતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે અને આ બાબતે અનેક વખત પોલીસ ફરિયાદમાં દાખલ કરવામાં આવી છે તે થતાં પણ આવા લૂંટના આરોપીઓને ઝડપી રહ્યા નથી જેને લઇને અનેક પ્રકારના સવાલો જિલ્લાવાસીઓમાં ઉભા થયા છે.
તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના જે હાઇવે ઉપર ના ગામો આવેલા છે ત્યાં ટોળકીઓ સક્રિય બની છે ખાસ કરી લીબડી હાઇવે ઉપર છેલ્લા અનેક વર્ષોથી ગોરખધંધા ઓ કરવામાં આવી રહ્યા છે તે છતાં પણ પોલીસ તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે અને પોલીસ કામગીરી ઉપર પણ અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે.
કેવો રીતે પાર પાડે છે લૂંટનો ઈરાદો…?
હાઈવે ઉપર રાત્રી દરમિયાન આખી ગેંગ ઉભી રહે છે અને રાત્રી દરમિયાન હાઇવે ઉપર સુંદર યુવતીને ઉભી રાખવામાં આવી રહી છે અને સુંદર યુવતી એની વાતચીત વાહન ચાલકો સાથે કરે છે અને નિશ્ચિત કરેલી જગ્યા ઉપર વાહન ચાલકોને લઈ જઈ અને દેહવેપારના નામે લૂંટી લેવામાં આવી રહ્યા છે ત્યારે જ નિશ્ચિત કરેલી જગ્યા હોય તે સ્થળે આખી ગેંગ ઉભી રહે છે અને આવેલ વાહન ચાલક સાથે મારઝૂડ કરી અને તેની પાસે રહેલા પૈસા મોબાઇલ ફોન સોના-ચાંદી ઝવેરાતની વસ્તુઓ અને તેની પાસે રહેલી વસ્તુઓ લઈ લેવામાં આવે છે અને તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે.
લૂંટમાં અનેક લોકો ભાગ પાડે છે જેમાં લૂંટ બાદ જે યુવતી હાઇવે ઉપર ઊભી હતી અને વાહન ચાલકને એકલતાની જગ્યાએ લાવી હતી તેને લૂંટના 50 ટકા હિસ્સો આપી દેવામાં આવે છે અને તેની સાથે રહેલી ગેગ 50 ટકા હિસ્સામાં ભાગ પાડતી હોય છે તેવી ફરિયાદ ઉઠવા પામી છે.
આવા ગોરખધંધા સાથે સંકળાયેલા શખ્સો દ્વારા રાત્રી દરમિયાન લૂંટ કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે આ મામલે પોલીસ જાગૃત બની અને આવા લૂંટ કરતાં અને ઝડપી લે તે હવે જરૂરી બન્યું છે કારણ કે છેલ્લા ચાર માસમાં 19 જેટલા લોકોને આ પ્રકારે લૂંટી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે અને સૂત્રો પાસેથી વિગત પણ મળી રહી છે તેવા સંજોગોમાં હાઇવે ઉપર રાત્રી દરમિયાન લૂંટના વધતા બનાવ થી રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે ખાસ કરી લીંબડી હાઇવે ઉપર આવા પ્રકારના બનાવો વધતા જઈ રહ્યા છે રાત્રી દરમિયાન લીમડી હાઈવે ઉપરથી પસાર થઇ રહેલા વાહનચાલકોને ઉભા રાખી અને તેમને વાતોમાં લઇ ફોસલાવી અને લાલચો આપી અને મજબૂર કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેમને એકલતાની જગ્યામાં લઈ જઇ અને તેમને લૂંટી લેવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે તાજેતરમાં જ સાયલા નજીક એક વૃદ્ધ અને આ બાબતે લૂંટી લેવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો પણ દાખલ થયો છે. સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ આવા પ્રકારના કૃત્ય ચાલતા હોવાની સૂત્રો પાસેથી વિગત મળી રહી છે.