અત્યારે ફિલ્મોમાં લાર્જર ધેન લાઇફ કેરેકટર્સનો અભાવ: બેન્ડિટ કવીનને યાદ કરી
કિરદારમાં આત્મા હોય તો જ ફિલ્મ મહાન બને તેમજ ડાયરેકટર શેખર કપૂર કહે છે, તેમણે ફિલ્મ બેન્ડીટ કવીન ને યાદ કરીને અત્યારની ફિલ્મોમાં લાર્જર ધેન લાઇફ કેરેકટર્સ (અમર થઇ જતાં પાત્રો) નો અભાવ હોવા તરફ આડકતરો ઇશારો કર્યો હતો.શેખર કપૂરે પ્રથમ ફિલ્મ ‘માસૂમ’ડાયરેકટ કરી હતી. ત્યારબાદ અનિલ કપૂર સાથે ફિલ્મ મિસ્ટર ઇન્ડીયા બનાવી. જો કે અનિલ કપૂર કરતા ફિલ્મની સફળતાની તમામ ક્રેડિટ અમરીશ પૂરી (મોગેમ્બો) લઇ ગયા. ગબ્બર સિંઘ (અજમદ ખાન) પછી હિન્દી સિનેમાના બીજા એવા વિલન મોગેમ્બો (અમરીશ પુરી) છે જે ફિલ્મી પડદે અમરત્વ પ્રાપ્ત કરી ગયા.શેખર કપૂરે ટિવટ કરીને તેમણે ડાયકેકટ કરેલી ફિલ્મ બેન્ડીટ કવીન ને યાદ કરી હતી. ૧૯૯૬માં બનેલી આ ફિલ્મ ડાકુ રાણી ફૂલન દેવીની બાયો પિક હતી જેમાં ટાઇટલ રોલ સીમા બિશ્વાસે નિભાવ્યો હતો.ટિવટર પર શેખર કપૂરે લખ્યું છે કે – મેં આજે ફરીથી બેન્ડીટ કવીન જોઇ વોટ અ કેમેરા વર્ક બેન્ડીટ કવીનના કેમેરામેન અશોક મહેતા હતા. મેં તેમનાથી સારા ડી.ઓ.પી. (એટલે કે ડાયરેકટર ઓફ ફોટોગ્રાફી) જોયા જ નથી. હું તેમને ખૂબ જ મિસ કરું છું.અહીં ખાસ ઉલ્લેખનીય છે કે બેન્ડીટ કવીન ભારતમાં રીલીઝ થઇ શકી નથી પરંતુ વિદેશમાં ઘુમ મચાવી હતી. ભારત સિવાયના દેશોમાં ખૂબ જોવાઇ ને વખણાઇ પણ ખરી બાય ધ વે શેખર કપૂર આલા દરજજાના ડાયરેકટર છે. તેઓ વધુ ફિલ્મો કેમ નથી બનાવતા તે સવાલ છે ? તેમની ફિલ્મનો ઓલવેઝ ઇન્તઝાર રહેશે. શેખર વી મિસ યૂ ઓન બોર્ડ…. તેમણે હોલીવૂડ મૂવી પણ બનાવી છે.