જુનો મોરબી રોડ, સંતકબીર રોડ, આજીડેમ ચોકડી પાસે, નિલકંઠ સિનેમા પાસે અને કોઠારીયા રોડ પર સોલીડ વેસ્ટ શાખાનું ચેકિંગ
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં ખુલ્લામાં લઘુશંકા પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. દરમિયાન આજે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં જાહેરમાં મુત્ર વિસર્જન કરતા ૮ વ્યકિતઓ પાસેથી રૂ.૧૬૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
સોલીડ વેસ્ટ શાખા દ્વારા આજે શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં જુના મોરબી રોડ પર મનુભાઈ સોલંકી, જકાતનાકા પાસે કલ્પેશભાઈ પરસાણા, સંતકબીર રોડ પર ભોલાભાઈ પરમાર, આજીડેમ ચોકડી પાસે મેઘાભાઈ પરમાર, દુધસાગર રોડ પર રમેશભાઈ, નિલંકઠ ટોકીઝ પાસે પ્રફુલ્લભાઈ, રોલેકક્ષ રોડ પર કશ્યપભાઈ ભટ્ટ અને કોઠારીયા રોડ પર જીજ્ઞેશભાઈ મેવાશીયા નામના વ્યકિત જાહેરમાં લઘુશંકા કરતા રંગેહાથે પકડાયા હતા.
જાહેરનામાના આદેશ મુજબ તમામ વ્યકિતઓ પાસેથી રૂ.૨૦૦-૨૦૦ લેખે રૂ.૧૬૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,