શહેનાઝ ગિલ ઘણીવાર તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુકને કારણે લાઈમલાઈટનો હિસ્સો રહે છે. આ વખતે પણ શહેનાઝે પોતાના અદભૂત લુકથી ચાહકોના દિલને સ્પર્શી લીધું છે. હા…ગઈ સાંજે શહેનાઝે રવિના ટંડન અભિનીત પટના શુક્લાની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ દરમિયાન અભિનેત્રીએ સફેદ સૂટમાં પોતાની દેશી સ્ટાઈલને ફ્લોન્ટ કરી હતી જેમાં તે ખુબજ સુંદર લાગી રહી હતી.