પર્યાવરણની સુરક્ષા અને શ્રમિકોનું સ્વસ્ તંદુરસ્ત જીવન એ ‘શીવ રીસાઈકલીંગ બીલ’નો આત્મા છે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

આજે પાર્લામેન્ટમાં પર્યાવરણની સુરક્ષા માટે અને જહાજના રીસાઈકલીંગ આ બંને મુદ્દાને સમાવી લેતું શીપ રીસાઈકલીંગ બીલ ૨૦૧૯ પાસ કરવામાં આવ્યું છે. આ બીલ પાસ થવાની સીધી અસરો ભારતીય દરિયાઈ ક્ષેત્રમાં અને દરિયા કિનારા સાથેના સંલગ્ન બિઝનેસ પર હકારાત્મક સ્વરૂપે થશે. શીપ બ્રેકીંગ કોડ ૨૦૧૩ અને હોંગકોંગ ક્ધવેન્શન ૨૦૦૯ બંનેને આ બીલમાં સમાવી લેવાયા છે. આ એક એવું બીલ છે જેમાં પર્યાવરણનું સુરક્ષા અને શીપ રીસાઈકલીંગની પ્રક્રિયામાં કામ કરતા શ્રમિકોના સ્વાસ્થ્યની જવાબદારી લે છે.  મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, “ભારત દેશ આજે રીસાઈકલીંગ ઉદ્યોગમાં અગ્રેસર છે. દુનિયાભરમાં પથરાયેલા રીસાઈકલીંગ ઉદ્યોગમાં ભારત દેશના રીસાઈકલીંગ ઉદ્યોગના ૩૦ ટકા સીધો ફાળો છે. આ બીલ પાસ થવાની સાથે જ પર્યાવરણ માટે બિનહાનીકારક હોય અને શ્રમિકોના સ્વાસ્થ્ય માટે એકદમ સાનુકૂળ હોય એ મુદ્દાઓ હવે સક્ષમ બનશે. આ બીલના કારણે વિશ્વભરના વધુને વધુ જહાજો ભારતના દરિયાઈ ક્ષેત્રમાં રીસાઈકલીંગ યાર્ડમાં રીસાઈકલીંગ માટે આવશે અને દેશના વ્યાપારમાં શીપ રીસાઈકલીંગ બીલ પોતાનો હરણફાળો નોંધાવશે.

7537d2f3 8

હવે પછી ભારતના રીસાઈકલીંગ માટે આવતા જહાજો પાસે રીસાઈકલીંગ પ્રક્રિયાનો ભાગ બનતા પહેલા હોંગકોંગ કન્વેન્શનના ધોરણ મુજબ ‘રીસાઈકલીંગ માટે તૈયાર’ એવું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આ પ્રમાણપત્ર મળ્યા પછી દરેક જહાજને હોંગકોંગ કન્વેન્શનના ધોરણોના આધારે ડિઝાઈન થયેલા યાર્ડમાં રીસાઈકલીંગ પ્રક્રિયાનો ભાગ બનવા મોકલી શકાશે. હવે ભારતના વ્યાપારમાં વિકાસની તકો વધશે, ભારતના દરેક દરિયાઈ ક્ષેત્રમાં અને ખાસ કરીને ગુજરાતના અલંગ ક્ષેત્રમાં વધુમાં વધુ રીસાઈકલીંગ પ્લોટ વિકસશે.

શીપ રીસાઈકલીંગ બીલ વિશ્ર્વના અનેક જહાજોને ભારતના શીપયાર્ડમાં રીસાઈકલીંગ પ્રક્રિયા માટે પ્રવેશવાના દરવાજા ખોલી આપશે. શીપ રીસાઈકલીંગ એ દરિયાઈ ક્ષેત્રના બિઝનેશમાં વધારો કરશે અને નોકરીની નવી તકો ઉભી કરશે, પરિણામ સ્વરૂપ ભારતનું સન રીસાઈકલીંગ ઉદ્યોગમાં મજબૂત થશે. ગુજરાતના અલંગ, મુંબઈ પોર્ટ, કોલકત્તા પોર્ટ અને કેરલાના અઝીક્કલ જેવા શીપ રીસાઈકલીંગ યાર્ડની ગુણવત્તામાં અને વિશ્ર્વસનીયતામાં વધારો થશે. દેશમાં ઉપયોગી એવા સ્ટીલના કુલ જથામાં ૫૦% જેટલું સેક્ધડરી સ્ટીલ રીસાઈકલીંગ પ્રક્રિયાી પ્રાપ્ત થશે, આ પ્રક્રિયા પણ સંપૂર્ણ રીતે ઈકોફ્રેન્ડલી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શીપ રીસાઈકલીંગ સુવિધાઓ ગણમાન્ય થશે અને ઓથયોરીટીવાળા યોગ્ય યાર્ડમાં શીપ રીસાઈકલીંગ સુવિધાઓ ઉપલબ્ધ થશે. દેશની વ્યાપાર પ્રવૃત્તિઓમાં વિકાસ અને એના થકી દેશની જીડીપીનો ગ્રો થશે.

શીપ રીસાઈકલીંગ ઈન્ડસ્ટ્રીમાં હવેથી પર્યાવરણને નુકસાન ન પહોંચે એ શ્રમિકોના જીવ ન જોખમાય એ મુજબ કામ થશે. આ બીલમાં પ્રદૂષણ અને શ્રમિકોનું જોખમાતું સ્વાસ્થ્ય જેવા ગંભીર મુદ્દાઓના નિરાકરણ સમાવાયા છે. મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, “પર્યાવરણની સુરક્ષા અને શ્રમિકોનું સ્વસ્ તંદુરસ્ત જીવન એ શીપ રીસાઈકલીંગ બીલ ૨૦૧૯નો આત્મા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.