અબતક, રાજકોટ

રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના તરવડા ગામે ખેડુત દ્વારા રેવન્યુ રેકર્ડમાં નોંધ કરાવવા શેઢા પાડોશીએ સંમતિ પત્રકમાં સહી કરવાની ના પાડી તાર ફેન્સીંગ કરી મહિલા સહિત ત્રણને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોધીકા નજીક તરવડા (હરીપર) ગામનો વતની અને હાલ રાજકોટ રહેતા મિલન હિતેશભાઇ શિંગાળા નામના યુવાને ગામના જ અનિરુઘ્ધસિંહ હરદેવસિંહ, નરેન્દ્રસિંહ સજુભા જાડેજા, જયુભા સજુભા જાડેજા, વિક્રમસિંહ હિંમતસિંહ વિરલ અને હરદેવસિંહ દોલુભા જાડેજા સહિત શખ્સોએ ખેતીની જમીનના મુદ્દે માર માર્યાની લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમિક તપાસ મિલનભાઇની હરીપર તરવડા ગામે ખેતીની જમીન હોય અને પિતા ગામડે રહી ખેતી કામ કરે છે. ખેતીની જમીનનું પ્રમોગેશન થવા માટે અરજી કરેલી જેમાં શેઢા પાડોશીની સંમતિની જરુર હોય અને સર્વે ભવન કચેરી દ્વારા નરેન્દ્રસિંહ સજુભા જાડેજાને નોટીસ બજેલી હતી.

બાદ ફરીયાદીના પિતા હિતેશભાઇ અને મોટાબાપુ રવજીભાઇ શિંગાળા નરેન્દ્રસિંહ પાસે સહી લેવા ગયેલા સહી કરવાની ના પાડી વાડીએ પગ મુકતા નહી તેમ કહી ધમકી આપી હતી.દોઢ માસ બાદ સર્વે ભવનમાં વાંધા અરજી કરી હતી. અમારી જમીનની બાજુમાં આવેલ કાંટા વાડ હટાવી નરેન્દ્રસિંહ અને તેના કાકા હરદેવસિંહ હટાવી થાંભલા ખોડી દીધેલ જે થાંભલા મિલન શીંગાળા અને તેના પરિવારે હટાવી દીધા હતા. ગત તા.16 મેના રોજ મિલન, તેના પિતરામભાઇ આશિષ, બીપીન, પિતા હિતેશભાઇ, પત્ની દિપાલીબેન, અને બીપીનના પત્ની શિતલબેન સહીતના વાડીએ હતા ત્યારે અનિરુઘ્ધસિંહ સહીતના શખ્સો ધસી જઇ થાંભલા કેમ કાઢી નાખ્યા તેમ કહી લાકડા અને ધારીયા વડે મારમાર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.