આગમી તા.ર૭ તથા ર૮ જુલાઇ અષાઢ સુદ પુનમ શુક્રવારના ખગ્રામ ચંદ્રગ્રહણ યોગ બને છે. જેને લઇ શ્રી સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદીરો ખાતે ગ્રહણ અંતર્ગત મંદીરના નિત્યક્રમમાં ફેરફાર કરવામાં આવેલ છે. ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું હોય આઘ્યાત્મિક રીતે પાળવાનું રહેશે.
શ્રી સોમનાથ જયોતિલીંગ ક્ષેત્રમાં સર્જાનાર આ ગ્રહણ ખુબજ મહત્વ ધરાવતું હોય સોમનાથ ક્ષેત્રમાં ગ્રહણ દરમ્યાન ત્રિવેણી સંગમ ખાતે સ્નાન, મહામૃત્યંજય મંત્રજાપ, શ્રી હનુમાન ચાલીસા પાઠ, ઇષ્ટદેવ સ્મરણ સાથે જપ-તપ- દાન- ઘ્યાન આદિ કર્મોનું વિશેષ મહત્વ રહેલું છે. આ કર્મોથી આધિ દૈવિક આધિ ભૌતિક તથા આઘ્યાત્મિક દોષોમાંથી મુકિત અપાવનારુ સાથે વિશેષ પુણ્ય પ્રાપ્તિ કરાવનાર છે.
શ્રી સોમનાથ મંદીર તેમજ ટ્રસ્ટ હસ્તકના અન્ય તમામ મંદીરોમાં બપોરે ૧ર.૫૪ કલાકેથી કોઇપણ પ્રકારની પૂજાવિધી થઇ શકશે નહીં. સાયં આરતી બંધ રહેશે. તેમજ શ્રી સોમનાથ મંદીર રાત્રે ૧૦ કલાકે બંધ કરવામાં આવશે. દર્શનાર્થીઓ માટે મંદીર રાબેતા મુજબ ખુલ્લુ રહેશે