જીંદગી એક સફર હૈ સુહાના
દેશની પહેલી મેઈક ઈન ઈન્ડિયા ટ્રેન તૈયાર આવતા સપ્તાહે ટ્રાયલ રન શરૂ
પહેલી ભારતીય બનાવટની એન્જીનલેસ ટ્રેન પટરી પર દોડવા તૈયાર છે. શતાબ્દીની સફરને યાદગાર બનાવનાર આ ટ્રેન ખુબ જ લકઝરીયસ છે. ૧૦૦ કરોડના ખર્ચે બનનાર આ ટ્રેનને આગામી સપ્તાહે ટ્રાયલ બેઝ પર દોડાવવામાં આવશે. અતિ આધુનિક ટેકનિકવાળી અને બીજી ટ્રેનોથી વધારે શકિતશાળી આ ટ્રેનમાં સ્માર્ટ બ્રેક સિસ્ટમ છે.
બુલેટ ટ્રેન જેવી લાગતી આ ટ્રેન-૧૮ શતાબ્દીના રૂટ ઉપર દોડશે. જેમાં ચેન્નાઈ-બેંગ્લોર અને મુંબઈ-અમદાવાદનો સમાવેશ થાય છે. ૧૬ કોચવાળી આ ટ્રેન અન્ય ટ્રેનની સરખામણીમાં તેજ ગતિએ દોડશે જેને કારણે યાત્રાનો સમય ૧૦ થી ૧૫ ટકા ઘટી જશે. આ ટ્રેનમાં સ્માર્ટ બ્રેકિંગ સિસ્ટમ છે. ટ્રેનમાં ૨ વિશેષ કોચ છે. જેમાં ૩૬૦ ડિગ્રી સુધી ઘુમી શકે તેવી સીટનો પણ ઉપયોગ કરાયો છે. આ સીટોને ખાસ સ્પેનથી મંગાવવામાં આવી છે. ટ્રેન માટે માત્ર બ્રેકિંગ સિસ્ટમ, ટ્રાન્સફોમર્સ અને સીટોને જ આયાત કરવામાં આવી છે.
ભારતીય રેલવે પર દોડનારી અન્ય ટ્રેનોથી આ ટ્રેન સાવ અલગ છે. એન્જીનલેસ ટ્રેનની બંને બાજુ મોટર કોચ હશે એટલે કે તે બંને દિશામાં દોડી શકશે. આ ટ્રેનની સ્પીડ ૧૭૦ કિ.મી. પ્રતિકલાક જેટલી હશે. ટ્રેન સંપૂર્ણપણે એરક્ધડીશન હશે. બધા કોચ એકબીજા સાથે કનેકટ હશે.
સ્ટેનલેસ સ્ટીલની બોડીવાળી આ ટ્રેનમાં વાઈફાઈ, એલઈડીલાઈટ, પેસેન્જર ઈન્ફરમેશન સિસ્ટમ અને કોચમાં બંને બાજુએ એક મોટી વિન્ડો હશે. આ પહેલી મેડ ઈન ઈન્ડિયા ટ્રેન છે જેનો ખર્ચ ૧૦૦ કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જેની સ્પીડ ૨૨૦ કિલોમીટર પ્રતિકલાક છે પરંતુ હાલ ટ્રાયલ બેઈઝ પર તેની સ્પીડ ૧૬૦ રાખવામાં આવી છે. ટ્રેન-૧૮ને આવતા સપ્તાહથી ટ્રાયલ બેઝ પર દોડાવવામાં આવશે.
ચેનાઈની ઈંટીગ્રલ કોચ ફેકટરી (આઈસીએફ)ના જનરલ મેનેજર સુધાંશુ મણીએ જણાવ્યું કે, આવતા સપ્તાહથી આ ટ્રેનની ટ્રાયલ શ‚ થશે. આ ટ્રેનને આઈસીએફ તૈયાર કરી છે અને ઈન્ડિયન રેલવેને ત્યાંથી મેન્યુફેકચર પણ કરશે. સુધાંશુના જણાવ્યા પ્રમાણે બીજી ટ્રેન માર્ચ સુધી ડિલીવર થવાની સંભાવના છે. જયારે આવી ટ્રેન વધુ તૈયાર થશે ત્યારે તેની કિંમતમાં પણ ઘટાડો થશે.
શતાબ્દી એકસપ્રેસની સફરને યાદગાર બનાવનાર આ ટ્રેનમાં ૬ સીસીટીવી કેમેરા, બધા કોચમાં ઈમરજન્સી સ્વીચ પર જેટલી એજયુકેટીવ ચેર, ૭૪ ટ્રાયલ કોચ સીટ, ૧૬ એસી કોચ અને બે એજયુકીટીવ કોચ, અતિ આધુનિક ટોયલેટ અને બેબી કેર સ્પેસ પણ ઉપલબ્ધ હશે. આ ટ્રેનમાં સ્પેશ્યલ રસોઈ યુનિટ પણ હશે. ૧૮ મહિનામાં જ ડિઝાઈન થયેલી આ લકઝરીયસ ટ્રેન શતાબ્દીને યાદગાર બનાવશે.