પદમભૂષણ ગોકુલોત્સવજી મહારાજ તથા સંગીતાચાર્ય વ્રજોત્સવજી મહોદય શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરશે: સંગીત રસીયાઓમાં અનેરો ઉત્સાહ
પ્રખર હારમોનિયમ વાદક વૈષ્ણવાચાર્ય રસીકરાયજી મહારાજ ના અઘ્યક્ષસ્થાને ર જુલાઇને સોમવારે રાત્રે હેમુગઢવી હોલ ખાતે દ્રારિકેશ પુષ્ટિ સેવા સમીતીના ઉપક્રમે સંગીત સંઘ્યાનું આયોજન કરાયું છે જેમાં શાસ્ત્રીય સંગીતના સૂર્યસમા વૈષ્ણવાચાર્ય પ્રખર વિદ્વાન પદમભૂષણ ગોકુલોત્સવજી મહારાજ તથા તેમના (પુત્ર) પ્રખર સંગીતચાર્ય ડો. શ્રી વ્રજોત્સવજી મહોદય શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરશે. જે અંગે વિગત આપવા અરવિંદભાઇ પાટડીયા બાબુલાલ ત્રિવેદી, ભરતભાઇ બદાણી, મયુર પાટડીયા, વિજય રાણપરા, મોહિત રાણપરા અને મયંક ભાટીયાએ અબતકની મુલાકાત લીધી હતી.
દ્વારિકેશ પુષ્ટિ સેવા સમીતીના ઉપક્રમે પ્રતિવર્ષ સમીતીના સર્વાઘ્યક્ષ રસીકરાયજી મહારાજ દ્વારા શાસ્ત્રીય સંગીત ના સર્વોદય રસીકરાયજી મહારાજ દ્વારા શાસ્ત્રીય સંગીતના વાદન તથા ગાયન ના કાર્યક્રમ યોજાઇ છે. જેમાં રાષ્ટ્રીય તેમજ આંતરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંગીતજ્ઞો જેવા કે પદમ વિભુષણ સંગીત જશરાજજી, પદમભુષણ ડો. ગોકુલોત્સવજી કંકણા બેનરજી, મંજુબેન મહેતા,: પિયુબેન સરખેલ પ્રખર પખાવજવાદક રાષ્ટ્રપતિ દ્વારા સન્માનીત દેવકીનંદનજી, મોહનવીણાના સર્જક વિશ્વમોહન ભટ્ટ, પ્રખર તબલા વાદક પંડીત કુમાર બોસ વગેરે અનેક સંગીતજ્ઞોએ પોતાની કલા પીરસી છે.
આગામી ર જુલાઇ સોમવારે રાત્રે ૯ વાગ્યે હેમુગઢવી હોલ ખાતે યોજાયેલ શાસ્ત્રીય સંગીત સમારોહમાં પ્રખર હાર્મોનીયમવાદક વૈષ્ણવાચાય રસિકકરાયજી મહારાજનું હાર્મોનીયમ વાદન થશે ત્યારબાદ પદમભૂષણ ડો. ગો.શ્રી ગોકુલોત્સવજી મહારાજ તથા તેમના (પુત્ર) સંગીચાય ડો. વ્રજોત્સવજી મહોદય શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરશેુ. જેને હોમોનિયમ સંગીત આપશેુ. જય સેવક, તબલા સંગીત આપશે નિરજ ધોળકીયા, તાનપુરા પર સંગત આપશે. તર્જનીબેન હિરાણી તથા દુલારીબેન માકડ સંગત આપશે.