- હેકિંગ, સાયબર ક્રાઇમ અને સસ્પેન્સ સાથે દર્શકો આકર્ષતી ફિલ્મ ‘શસ્ત્ર’
- 1 મે, 2025ના રોજ રિલીઝ થશે ફિલ્મ ‘શસ્ત્ર’
- ફિલ્મમાં ચેતન ધાનાણી, પૂજા જોશી, દીપ ટાંક, હેમિન ત્રિવેદી, પ્રિયલ ભટ્ટ અને શ્રેય મરાડિયા મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે
ગુજરાતી સિનેમા નવા નવા શિખરો સર કરી રહ્યું છે. ત્યારે હવે માત્ર કોમેડી કે રોમેન્ટિક ફિલ્મ જ નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં ગુજરાતી સિનેમા ધૂમ મચાવી રહી છે. વૈશ્વિક દ્રષ્ટિએ ડંકો વગાડતી ગુજરાતના ઇતિહાસને ઉજાગર કરતી ફિલ્મો બાદ હવે વધી રહેલા સાયબર ક્રાઇમને લઈને એક રોચક ફિલ્મ આવી રહી છે.
1 મે, 2025ના રોજ રિલીઝ થનારી આગામી ગુજરાતી સાયબર-થ્રિલર ફિલ્મ ‘શસ્ત્ર‘, હેકિંગ, સાયબર ક્રાઇમ અને સસ્પેન્સ સાથે દર્શકોને ફિલ્મ દરમિયાન આકર્ષી રાખશે. અને તેના માનસ પટ પર ઘેરી અસર ઊભી કરશે. ઉત્કૃષ્ટ કલાકારો અને રસપ્રદ ટેગલાઇન સાથે, આ ફિલ્મ પહેલાથી જ નોંધપાત્ર ચર્ચા જગાવી ચૂકી છે. જે ફિલ્મમાં ચેતન ધાનાણી, પૂજા જોશી અને અન્ય શ્રેષ્ઠ કલાકારો જોવા મળશે, ઉત્સાહિત ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આગામી ગુજરાતી સાયબર-થ્રિલર ફિલ્મ ‘શસ્ત્ર‘ મોટા પડદા પર રહસ્ય અને સાયબર વોરનું રસપ્રદ મિશ્રણ લાવવા માટે તૈયાર છે. આ ફિલ્મની રોમાંચક ટેગલાઇન છે: “ક્લિક એક, રહસ્ય ઘણા, પ્રશ્ન અઢળક, જવાબ બસ એક!” કદાચ ગુજરાતી સિનેમામાં સાયબર ફ્રોડને લગતી આ પ્રથમ ફિલ્મ છે.
ડિજિટલ ધમકીઓ અને સાયબર-સંબંધિત ગુનાઓ સાથે, “શસ્ત્ર” ફિલ્મ હેકિંગ, રહસ્ય અને સસ્પેન્સની દુનિયામાં ઊંડા ઉતરવાનું વચન આપે છે. “તમને હેક કરવામાં આવશે!” ટેગલાઇન સાયબર યુદ્ધ અને તેના પરિણામો અંગેની આકર્ષક વાર્તા સૂચવે છે.
પોસ્ટરમાં ફિલ્મના મુખ્ય કલાકારોને ગંભીર અને તીવ્ર દેખાવમાં દર્શાવવામાં આવ્યા છે, જે એક સસ્પેન્સફુલ વાર્તા તરફ સંકેત આપે છે. ડિટેક્ટીવ્સથી લઈને સાયબર નિષ્ણાતો સુધી, ફિલ્મ તપાસ અને અણધાર્યા વળાંકો સાથે ચાલકોને આકર્ષે છે.
કાસ્ટ અને ક્રૂ
ફિલ્મમાં ચેતન ધાનાણી, પૂજા જોશી, દીપ ટાંક, હેમિન ત્રિવેદી, પ્રિયલ ભટ્ટ અને શ્રેય મરાડિયા મુખ્ય ભૂમિકાઓમાં છે. પ્રોડક્શન ટીમમાં અજય પટેલ, દિત પટેલ, અશોક પટેલ, એલ્સમાર્ટ અને પીયૂષ પટેલનો સમાવેશ થાય છે.
ફિલ્મ શસ્ત્ર 1 મે, 2025 ના રોજ રિલીઝ થવાની છે, જે સસ્પેન્સ, સાયબર ક્રાઈમ તત્વો અને ઉત્કૃષ્ટ વાર્તાથી ભરપૂર છે જે થ્રિલરનું વચન આપે છે. જેનું પ્રથમ પોસ્ટર જોઈને જ દર્શકો ઉત્સુક છે. અને આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.