મુંબઇ હુમલા પર પૂર્વ પીએમ નવાઝ શરીફની ટીપ્પણીને લઇ સૈન્ય સહિત પાક લોકોમાં રોષ: રાષ્ટ્રીય સુરક્ષા સમીતીની ઉચ્ચસ્તરીય બેઠક બોલાવાઇ.
પાકિસ્તાનમાં આતંકી સંગઠન સક્રિય છે -નવાઝ શરીફે કબુલ્યું.
આતંકવાદનો ગઢ ગણાતું પાકિસ્તાન તેની નાપાક હરકતોથી કયારેય બાઝ આવ્યું નથી. આતંકવાદીઓને સતત પ્રોત્સાહન આપે છે તેમાં કોઇ નવાઇ નથી પરંતુ આ વાતને હાલ નવાઝ શરીફે સ્વીકારી છે. પાકિસ્તાન આતંકવાદીઓના બાનમાં સ્વીકારી શરીફે શરાફત બતાવી હોય તેમ તેણે કહ્યું છે કે હું માનું છું કે પાક.માં આતંકી સંગઠન સક્રિય છે.
આતંકવાદ અને સેંકડો લોકોની હત્યા કરવાની પાકિસ્તાનની નીતી પર નવાઝ શરીફે પ્રશ્ર્નો ઉઠાવ્યા છે. નવાઝ શરીફે કહ્યું કે, સીમાને ઓળંગી ઘુષણખોરી અને મુંબઇમાં લોકોની હત્યા કરવાની છુટ શું પાક. સરકારે આપવી જોઇએ ? આ પ્રકારે ભાષણ આપી શરીફે પ્રશ્ર્નો ઉઠાવતા પાકીસ્તાનની સેનામાં ભૂકંપ મચી ગયો છે. અને એક ઉચ્ચ્સ્તરીય બેઠક કરી નવાઝ શરીફની ટીપ્પણી પર ચર્ચા કરવાનું નકકી કર્યુ છે.
પાકિસ્તાન સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફુરે ટવીટર પર કહ્યું કે, પ્રધાનમંત્રી શાહિદ ખાકાન અબ્બાસીને રાષ્ટ્રીય સુરક્ષા સમીતી (એનએસસી)ની એક બેઠક બોલાવવાનો સુજાવ અપાયો છે. એનએસસી એક ઉચ્ચ અસૈન્ય અને સૈન્ય નેતૃત્વનું એક મંચ છે. જે મહત્વના અને પ્રમુખ રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરે છે. નવાઝ શરીફે મુંબઇ હુમલાથી સંબંધીત ચુકાદાઓને અંજામ આપવામાં થઇ રહેલા વિલંબની પણ આલોચના કરીછે.
સૈન્ય અને સરકાર વિરુઘ્ધના ભાષણને કારણે નવાઝ શરીફે વિપક્ષી નેતા સહીત તેની પાર્ટી ના મુસ્લીમ લીગ નવાઝથી અલગ થયેલા લોકોનો વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આ લોકોએ વિરોધ કરી કહ્યું કે નવાઝ શરીફે આ પ્રકારે ભાષણ આપી ભારતનું સમર્થન કર્યુ છે. અને દેશના હિતને નુકશાન પહોચાડયું છે. નવાઝની ટીપ્પણીથી પાકિસ્તાની લોકો ભારે રોષે ભરાયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,