વિમો “જીવન” પહેલા પણ અને પછી પણ !!!
એક સમય હતો જ્યારે લોકો કહેતા કે નોકરી કરવી તો સરકારી બેંકની અને વિમો લેવો તો એલ.આઈ.સી. નો..! સમયની સાથે હવે સરકારી બેંકોની નોકરી થોડી તકલીફ વાળી થઇ છે પણ વિમો આજે પણ એલ.આઈ.સી નો જ વધુ લોકપ્રિય છે. કારણ કદાચ એ પણ હોઇ શકે કે લોકોને એક ભરોસો છે કે કંપની સરકારી છે એટલે આપણા નાણા ડુબવાના કોઇ ચાન્સ નથી. આજ એલ.આઈ.સી હવે પોતાના ઈંઙઘ સાથે મુડીબજારમાં આવી રહી છે. ત્યારે રોકાણકારો એનાલિસીસ કરી રહ્યા છે કે એલ.આઈ.સી ના ઈંઙઘ માં નાણા રોકાય? જે રીતે હાલમાં સરકાર રોકાણકારોને આકર્ષાવા માટે અલગઅલગ જોગવાઇ કરી રહી છે તે જોતા એવું કહી શકાય કે કઈંઈ ના શેર ઈંઙઘ કે સાથ ભી.., ઈંઙઘ કે બાદ ભી.!
ઓફર જોઇએ તો કઈંઈ એ રિટેલ રોકાણકારો, પોલીસી ધારકો તથા કમર્મચારીઓ માટે અલગ અલગ ડિસ્કાઉન્ટ ઓફર કર્યા છે . જે પ્રમાણે રિટેલ ઇન્વેસ્ટરોને, તથા કંપનીના કર્મચારીઓને શેર દિઠ 45 રૂપિયા, તથા કઈંઈ ની વિમા પોલીસી ધારકોને શેર દિઠ 60 રૂપિયા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. આજે મુકાયેલી ગણતરી સાચી પડે તો કઈંઈ નો આઇ.પી.ઓ ચોથી- મે એ શરૂ થશે. અને 9- મે એ બંધ થશે. એક શેરનો ભાવ જો 902 થી 949 રૂપિયા રાખીએ તો પણ પોલિસી ધારકો તથા કર્મચારીઓને પાંચ થી સાત ટકા સુધીનું સીધું ડિસ્કાઉન્ટ ઓફર થઇ રહ્યું છે. આનાથી વધુ સારો રિવોર્ડ શું હોય શકે ? જો કોઇ નાનો રોકાણકાર 15 શેરની અરજી કરે તો તેને બજાર ભાવ કરતા 650 રૂપિયા સુધીનો ફાયદો તો સીધો થઇ જાય છે. મતલબ કે ઈંઙઘ લિસ્ટ થવાના દિવસે જ જો કોઇને નીકળી જવું હોય તો તેને અરજી કરવાથી લાભ થશે.
યાદ રહે કે કઈંઈ સરકારી કંપની છે અને સરકાર માત્ર 3.5 ટકા શેરો જ બજારમાં ભરણા માટે ઓફર કરે છે. કંપની હાલમાં 221374920 શેરો ભરણામાં ઓફર કરીને નાણા ભેગા કરશે. તેથી સરકારનો દબદબો યથાવત રહેવાનો છે. મતલબ કે રોકાણકારે પોલિસી લેતા વખતે જે વિશ્વાસ મુક્યો હતો તે અહીં પણ મુકી શકાય છે. સરકાર આ ભરણા દ્વારા બજારમાંથી 21000 કરોડ રૂપિયા એકઠાં કરવાની વેતરણમાં છે. આમ કંપનીની કુલ વેલ્યુએશન છ લાખ કરોડ રૂપિયા થઇ શકે છે.
છ લાખ કરોડની વેલ્યુએશન વાળી કંપની રાતોરાત ડુબી જાય એવું ન બને, પરંતુ અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓના શેર અને યસ બેંકનાં શેર જેવા હાલ જો આ કંપનીનાં થાય તો? આ સવાલમાં વજુદ છે પણ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં આજે પણ કઈંઈ નો માર્કેટ શેર 61.6 ટકા સાથે ટોચના સ્થાને છે. જ્યારે નવા પ્રિમિયમમાં હિસ્સો 61.4 ટકા જેટલો ઉંચો રહ્યો છે. કંપની જ્યાં સુધી કારોબારમાં ટોચ ઉપર હોય ત્યાં સુધી તેના શેરની વેલ્યુ જળવાઇ રહે છે. હાલમાં કઈંઈ ની મેનેજમેન્ટ હેઠળની એસેટ 40 લાખ કરોડ સુધી પહોંચે છે. દેશની આઠ ઝોનલ ઓફિસ, ઉપરાંત 11 દેશોમાં વિસ્તરેલા કારોબારનાં કારણે તેના મૂળ દૂર-દૂર સુધી ફેલાયેલા છે.
આપણા બજારમાં કોઇપણ આઇ.પી.ઓ.ના શેરની કિંમત નો અંદાજ તેના ગ્રે માર્કેટમાં ચાલતા પ્રિમીયમ ઉપરથી કઢાતો હોય છે. હાલમાં કઈંઈ નાં શેરનું ગ્રે માર્કેટ પ્રિમિયમ શેર દિઠ 75 થી 90 રૂપિયા ચાલું હોય તો લિસ્ટીંગના દિવસે તે આઠ થી 10 ટકા જેટલો ઉપર ખુલે તેવો અંદાજ મુકી શકાય. મતલબ કે લિસ્ટીંગના દિવસે જો 10 ટકા નફા સાથે નીકળી જવાની ગણતરી સાથે રોકાણ કરો તો તેમાં ખોટું કાંઇ નથી.
કોઇપણ કંપનીનું કમર્મચારી નેટવર્ક અને રોજગાર નેટવર્ક તેના વિકાસનાં પાયા ગણાતા હોય છે. આજે કઈંઈ નાં 13.50 લાખ એજન્ટો, અન્ય તમામ પ્રાઇવેટ ઇન્શ્યોરન્સ કંપનીઓ કરતા છ ગણું મોટું નેટવર્ક ધરાવે છે. જે દેશનાં કુલ એજન્ટ નેટવર્કનો 55 ટકા જેટલો હિસ્સો ગણી શકાય. પ્રિમિયમની સરખામણી કરીએ તો કઈંઈ વિશ્વમાં ટોચની પાંચ કંપનીઓમાં સ્થાન ધરાવે છે.
જો તમે કઈંઈ નાં પોલિસી ધારક હોય, કર્મચારી પણ હોય અને નાના રોકાણકાર પણ હોય તો તમે ત્રણ અલગ અરજી કરીને ડિસ્કાઉન્ટનો લાભ લઇ શકો છે.
કઈંઈ નાં રોકાણકારોએ અમુક મુદ્દા જે જોખમી ગણ. શકાય છે તે પણ જાણી લેવા જોઇએ. અત્યાર સુધી ભારતમાં જીવન વિમો એટલે કઈંઈ એવું કહેવાતું હતું. પરંતુ છેલ્લા દોઢ દાયકામાં પ્રાઇવેટ ઇન્યોરન્સ કંપનીઓ જે રીતે આગળ વધી રહી છે તે આગળ જાં કઈંઈ નાં હાલ ખઝગક કે ટજગક જેવા તો નહીં કરે ને? કારણ કે ખાનગી કંપનીઓનો વિકાસ તેજ ગતિએ વધી રહ્યો છે. કઈંઈ વિકાસ 2016 થી 2021 નાં પાંચ વર્ષમાં નવ ટકા રહ્યો છે. જ્યારે ખાનગી કંપનીઓનો વિકાસ 18 ટકાના દરે થયો છે. જો આ ગતિ યથાવત રહી તો આગામી દાયકામાં કઈંઈ કરતાં આ કંપનીઓ વધારે આગળ નીકળી શકે છે.
આજે જ્યારે બજાર બહુ પછડાંતું હોય ત્યારે સરકારના ઇશારે કઈંઈ બજારમાં એક સો મોટું રોકાણ કરીને બજારને ટેકો આપતુ હોય છે. હાલમાં શેરો બજારમાં વેચાવા છતાં કઈંઈ ઉપર સરકારનું નિયંત્રણ તો રહેવાનું જ છે. તેથી આગામી દિવસોમાં પણ સરકારના ઇશારે આવા મોટા ફંડ કઈંઈ ને લગાવવા પડે તો કંપનીને નુકસાન થઇ શકે છૈ જેનો બોજ શેરધારકો ઉપર પડશે. વળી આજના લોકડાઉનનાં જમાનામાં ખાનગી કંપનીઓ સોશ્યલ મિડીયા તથા ડીજીટલ માર્કેટિંગનો જ્યારે મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે કઈંઈ આ ક્ષેત્રે મર્યાદિત નેટવર્ક ધરાવતું હોવાથી તેનો બિઝનેસ ઘટી શકે છે. આ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઇએ.