આફ્રિકા સામેની ટેસ્ટ સિરિઝ પ્રેક્ષકો વગર રમાશે,આફ્રિકન બોર્ડની આવક પર  અસર થશે

અબતક,નવીદિલ્હી

આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ 26મી ડિસેમ્બરથી સેન્ચુરિયન ખાતે શરૂ થશે પરંતુ ઓમીક્રોનની દહેશત વચ્ચે ટેસ્ટ સીરીઝ પ્રેક્ષકો વગર રમાડવામાં આવશે ત્યારે તેની સીધી અસર સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ ની આવક પર પણ જોવા મળશે. બીજી તરફ ભારતીય ટીમ માટે માથાનો દુખાવો એ છે કે ભારતની ટેસ્ટ મેચ માટેની પ્લેઇંગ ઇલેવન કઈ હોઈ શકે છે ? . જેનું મુખ્ય કારણ એ છે કે આફ્રિકાની દરેક કેટલો છે અને આફ્રિકા વિપક્ષી ઉપર હંમેશા પ્રેસર ગેમ થકી જ પ્રહાર કરતું હોય છે. ત્યારે ભારતીય ટીમ જો યોગ્ય રીતે ટીમનું ચયન પ્લેઇંગ ઇલેવન માટે નહીં કરે તો ટીમ ને ઘણી તકલીફ નો સામનો કરવો પડશે. હાલની સ્થિતિએ ભારતની પ્લેઇંગ ઇલેવન શું હોઈ શકે તે પણ એટલું જ જરૂરી છે. આફ્રિકાની કન્ડિશન ને ધ્યાને લઇ ભારતીય ટીમમાં ઓપનર તરીકે રાહુલ અને મયંક ત્યારબાદ મિડલ ઓર્ડર માટે ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અયર ,રિસભ પંત હોઈ શકે છે.

ત્યારે બોલરોમાં અશ્વિન, મોહમ્મદ સામી, બુમરાહ અને સીરાજને પ્લેયઇંગ ઇલેવનમાં હોઈ શકે છે. જ્યારે શાર્દુલ ઠાકુર ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન પ્રાપ્ત કરી શકે છે. આ રીતે ગ્રાઉન્ડ ઉપર આફ્રિકા સામે રમવા ઉતરે તો આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે શાર્દુલ ઠાકોર ’ડાર્ક-હોર્સ’ સાબિત થઈ શકે છે. અમે ટીમ માટે સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે તું ઓલરાઉન્ડર તરીકે શાર્દુલ ને લઇ ટીમ પૂર્ણ થશે કે પછી હનુમાન વિહારી કે રહાણેને એક્સ્ટ્રા બેટ્સમેન તરીકે ટીમ તેનો સમાવેશ કરશે.  ભારતીય ટીમ જો છ બેટ્સમેનો સાથે રમે તો શાર્દુલ ને ઓલરાઉન્ડર તરીકે રમાડી શકે છે તો સામે જ્યારે ભારત સાત બેટ્સમેનો સાથે રમે તો ચાર બોલેરો પર ભારતે નીર્ધાર રાખવો પડશે. અરે ભારતીય ટીમ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે યોગ્ય ટીમનું ચયન કરવામાં આવે અને આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ જીતી શકાય.

કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે આજે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટસ પાર્ક મેદાનમાં પ્રેક્ટિસ કરી હતી. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી પણ આ જ મેદાન પર રમાવાની છે. ત્રણ ટેસ્ટની શ્રેણીનો તારીખ 26મી ડિસેમ્બરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. શ્રેયસ ઐયરે પીચ અંગેની માહિતી આપતાં કહ્યું કે, પીચ પર ખુબ જ હરિયાળુ ઘાંસ છે, જેના કારણે ફાસ્ટ બોલરોને બાઉન્સ મળશે. ભારતીય ક્રિકેટ ટીમે આજે મેદાનમાં પરસેવો પાડયો હતો. કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન કોહલી પણ બેટીંગની ટેક્નિક અંગે ચર્ચા કરતાં જોવા મળ્યા હતા. પીચને જોતા ભારત ત્રણ ફાસ્ટરો સાથે ઉતરી શકે છે.

બીજી તરફ ટેસ્ટ સીરીઝમાં રોહિત શર્મા ન હોવાના કારણે કોઇ યુવા ખેલાડીઓને પણ તક મળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેના માટે પ્રિયાંક પંચાલને પણ ટીમમાં સ્થાન આપવામાં આવેલું છે. ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સીરીઝમાં આફ્રિકાએ મુખ્યત્વે તેનાં નવોદિત ખેલાડીઓને તક આપી છે જેથી તેઓ આવનારા સમયમાં યોગ્ય ટીમની રચના કરી શકે પરંતુ ખરા અર્થમાં સાઉથ આફ્રિકાનો આ નિર્ણય કેટલા અંશે યોગ્ય સાબિત થશે તે આવનારો સમય જ બતાવશે સામે ભારતીય ટીમ તેના વિસ્ફોટક ખેલાડીઓ સાથે વિરોધી ટીમ સામે મેચ રમશે અને પોતાની કૌશલ્યતા પણ સાબિત કરશે.

હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તારે ટેસ્ટ મેચમાં એક પણ પ્રેક્ષક હાજર નહીં રહી શકે જેઓ એ રસી ના લીધા હશે તેઓને પણ અંતે મનાઇ કરવામાં આવી છે. આફ્રિકન બોર્ડના આ નિર્ણય બાદ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આ નિર્ણય થકી આફ્રિકન ક્રિકેટ બોર્ડ અને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડશે પરંતુ હાલના તબક્કે કોવિડ પ્રોટોકોલને ધ્યાને લઇ ખેલાડીઓની સુરક્ષા ખૂબ જરૂરી અને અનિવાર્ય છે.કોરોના મહામારીની વચ્ચે યોજાઈ રહેલી ભારત અને સાઉથ આફ્રિકાની શ્રેણી પ્રેક્ષકો વિનાના ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ અને સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે વાટાઘાટો બાદ આ નિર્ણય લીધો હતો. નોંધપાત્ર છે કે સાઉથ આફ્રિકાની સરકારે તો સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં કોરોના વિરોધી રસી લીધી હોય તેવા બે હજાર પ્રેક્ષકોને હાજર રહેવાની છુટ આપી છે. આમ છતાં ખેલાડીઓ અને અન્યોની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.