શાર્દુલ એ કહ્યું તે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા માં જે રમત રમ્યો છે તે સાઉથ આફ્રિકામાં પણ રમશે
હાલ દક્ષિણ આફ્રિકા સામે ભારત ટેસ્ટ મેચ રમી રહ્યું છે ત્યારે ટીમ ઇન્ડિયા માટે ડાર્ક હોર્સ સાબિત થયેલા શાર્દુલ ઠાકુર એ માહિતી આપતા કહ્યું હતું કે તે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા માં જે રમત રમ્યો છે તે જ રમત આફ્રિકા સામે રમશે અને ટીમને વિજય અપાવવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવશે. તો સાથ તેને ટીમ મેનેજમેન્ટ નો પણ આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે તેનો ચાંદ ઇશાંત શર્મા અને ઉમેશ યાદવ કરતા પ્રબળ દાખવવામાં આવેલો છે જે ખરા અર્થમાં સરાહનીય છે. વધુમાં તેને માહિતી આપતા કહ્યું હતું, કે જે રીતે તેનું પ્રદર્શન ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે જોવા મળ્યું હતું તે જ પ્રદર્શન જો આફ્રિકા સામે યથાવત રહેશે તો તે સૌથી વધુ ખુશ હશે.
ભારતીય ટીમના ડાર્ક હોર્સ શાર્દુલ ઠાકુર એ કહ્યું હતું કે તે જ્યારે કોઈ પણ રમત રમવા માટે ગ્રાઉન્ડ ઉપર ઉભો રહે છે તો તે તેના દ્વારા નિર્મિત થયેલા પ્લાન ને વળગી રહે છે પછી તે બોલિવુડ હોય કે પછી બેટીંગ. તથા તેને એમ પણ માહિતી આપતા કહ્યું હતું કે મેદાનમાં જ્યારે કોઇ પણ ખેલાડી રમત રમવા ઉતરે તે સમયે તેનો આત્મવિશ્વાસ ખૂબ મહત્વનો હોય છે અને જો ખેલાડી પોતાનો આત્મવિશ્વાસ કેળવવા સફળ થાય તો ટીમનો વિજય હર હંમેશ થી થતો હોય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાર્દુલ ઠાકુર એ સતત વિકેટો ઝડપી છે અને 366 રનનું યોગદાન આપ્યું છે. શાર્દુલ એ સ્કૂલ ભારતીય ટીમ માટે ૪૩ આંતરરાષ્ટ્રીય મેચો પણ રમ્યા છે.
વરસાદના પગલે પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ ધોવાયો
આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચ ભારત હાલ સેન્ચુરિયન ખાતે રમી રહ્યું છે ત્યારે પ્રથમ દિવસે ભારતે વિકેટ ગુમાવી 272 રન નોંધાવ્યા હતા. આ ભારતીય ટીમના ઉપસુકાની કે.એલ.રાહુલ એ સદી ફટકારી અરણમ રહ્યો હતો સામે અજિંક્ય રહાણે પણ ૪૦ અને બેટિંગ કરી રહ્યો છે. જ્યારે ત્રીજા દિવસે શું વરસાદનું વિઘ્ન ના નડે છે કે કેમ તે આવનારો સમય જ જણાવશે પરંતુ આ ટેસ્ટ મેચની સિરીઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અને તેમાં પણ શાર્દુલ ઠાકુર ભારતીય ટીમ માટે ખરા અર્થમાં ડાર્કહોર્સ સાબિત થાય તો નવાઇ નહીં.