મેચ પૂર્વે  રાહુલે ઈશારામાં કહ્યુંકે ભારત પાંચ બોલેરો સાથે મેદાનમાં ઉતરશે

આવતીકાલથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે તે પૂર્વે પ્રેક્ટિસ દરમિયાન કે.એલ રાહુલ  ઇશારા માં કહ્યું હતું કે, ભારત કુલ પાંચ બોલર્સ સાથે મેદાનમાં ઉતરશે જેના કારણે તેવા સ્પષ્ટ થઈ રહી છે કે પાંચમો બોલા અને ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને  ટીમમાં સ્થાન મળી શકે છે. અમે ભારતીય ટીમ માટે એ નિર્ણય લેવો પણ એટલો જ જરૂરી છે કે આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં શ્રેયસ ઐયારને રમાડવામાં આવે કે પછી અજિંક્ય રહાણેને સ્થાન અપાશે.

મેચ પૂર્વે પ્રેક્ટિસ દરમિયાન ટીમના ઉપસુકાની એ જણાવતા કહ્યું હતું કે ભારતીય ટીમને સારા સ્ટાર્ટની જરૂર છે જો તે આપવામાં ટીમ સફળ થશે તો ભારતનું પ્રદર્શન ખુબ જ સરાહનીય રહેશે. તાજ તેને જણાવતા એમ પણ કહ્યું હતું કે કોઈ પણ ટેસ્ટ મેચ જીતવા માટે ટીમે ૨૦ વિકેટ લેવી ખૂબ જરૂરી છે ત્યારે જો ભારતીય ટીમ પાંચ બોલરો સાથે રમશે તો આ સ્થિતિ ઉદભવી થઈ શકે છે જે મુજબ ઈશારો એ તરફનો હતો કે ટીમમાં શાર્દુલ ઠાકુરને ઓલરાઉન્ડર તરીકે રમાડવામાં આવશે. અમે હજી ક્યા બહાને નું પણ પલડું ભારે છે જેનો સૌથી મોટો કારણ એ છે કે તેને ભારતીય ટીમને ટેસ્ટ મેચમાં વિજય અપાવવા માટે અનેકવિધ વખતે ખૂબ સારી ઇનિંગ્સ રમી છે ત્યારે ટીમમાં અજિંક્યને સ્થાન મળે તો નવાઈ નહીં.

ભારત અને આફ્રિકા એમ બંને ટીમો માટે આ ટેસ્ટ સીરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે જેમાં બંને ટીમ પોતાની સારી એવી રમત દાખવી ટીમને વિજય તરફ આગેકૂચ કરાવશે પરંતુ વાસ્તવિકતા એ છે કે જે ટીમ સારું પ્રદર્શન કરશે તે ટીમનો વિજય શક્ય હશે. આંકડાકીય માહિતી મુજબ બંને વચ્ચે કુલ ૩૯ મેચ રમાયેલ આ છે જેમાંથી ભારતીય ટીમ 14 મેચમાં જીત હાંસલ કરી છે જ્યારે આફ્રિકાએ 15 મેચમાં જીત મેળવી છે અને 10 મેચ ડ્રો થયેલા છે ત્યારે આ સિરીઝ બંને ટીમો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.