ત્રણેય ખેલાડીઓ એકી સાથે ઈજાગ્રસ્ત થતા ચાહકોમાં આશ્ચર્ય અને નારાજગીનો માહોલ
ભારતીય ઓલ રાઉન્ડર હાર્દિક પંડયાને પાકિસ્તાન સામેની વનડેમાં અચાનક જ પીઠના દુ:ખાવો થતા હાર્દિક એશિયા કપથી બહાર થઈ ગયો છે હાર્દિકને અચાનક જ લોએબ બેકમાં ઈજા થતા તેને સ્ટ્રેચર ઉપર સુવડાવી મેદાનની બહાર લઈ જવાયો હતો.
હાર્દિકની સાથે સ્પિન બોલીંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને હોગકોંગ સામે નબળો દેખાવ કરનારો ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુર પણ ઈજાને કારણે બહાર થયાનું જાણ થતા ભારે આશ્ચર્ય ફેલાયું હતુ ત્યારે ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓમાં હાર્દિક, અક્ષર અને શાર્દુલ સ્વદેશ પાછા ફર્યા છે તો તેના સ્થળે દિપક ચહર, સિધ્ધાર્થ કૌલ અને રવિન્દ્ર જાડેજાને ભારતીય ક્રિકેટ બોર્ડે રાતોરાત એશિયમાં રમતી ક્રિકેટ ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.
હાર્દિક પંડયાને તો પાકિસ્તાન સામેની મેચમાં બોલીંગ દરમ્યાન જ ઈજા થતા તે ઉભો પણ ન થઈ શકો જોકે તેની હાલતમાં સુધાર આવ્યાનું થોડીવાર પછી બીસીસીઆઈએ જાહેર કર્યું હતુ પરંતુ હાર્દિક રમી ન શકે તેવી ગંભીર હાલતમાં મુકાતા તેને મેચ છોડવી પડી હતી તો અક્ષર પટેલને પણ ફિલ્ડીંગ દરમ્યાન ઈજા થતા તે બહાર થયો હતો.
શાર્દુલ ઠાકુરને પગમાં ઈજા થતા ટીમ ઈન્ડીયામાં ત્રણ ખેલાડીઓની ખોટ પડી હતી જેની પૂર્તી કરવા ત્રણ અન્ય ખેલાડીઓને ટીમમાં જોડવાનો નિર્ણય લેવાયો હતો. જોકે ત્રણેય ખેલાડીઓ એકી સાથે ઘાયલ થતા સૌ કોઈને આશ્ચર્ય થયું હતુ ટીમના દરેક ખેલાડીઓનો મેડીકલ ટેસ્ટ પહેલાથી જ લેવામાં આવે છે તો એટલી બધી ગંભીર ઈજા ત્રણ ખેલાડીઓને એકી સાથે આવવાથી ક્રિકેટ રસીયાઓ નારાઝ થયા હતા.