ઉલ્ટા ચોર કોટવાલને દંડે
જેતપુર પાલિકાને પોતાની જાગીર સમજી મનમાની ચલાવતી વિવાદાસ્પદ મહિલાના કાળા કરતુતથી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ત્રાહીમામ?
પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથેના સુવાળા સંબંધો થકી નીચેના સ્ટાફ પર રોફ જમાવી દારૂના ધંધાર્થી પાસેથી હપ્તા વસુલી કરતી ‘કારી’ના કાળા કારમાની વિનુભાઇ વેગડાએ એસપીને કરી રાવ
‘એક મચ્છર આદમી કો હીજડા બના દેતા હૈ’ ક્રાતિવીર ફિલ્મના અભિનેતા નાનાપાટેકરના ડાયલોકની જેમ સાળી એક મહિલા જેતપુરે ભારે પડી રહી છે. વિવાદાસ્પદ વ્યક્તિત્વ અને ખોટા કેસમાં ફસાવી પોતાની મનમાની અથવા મોટી રકમ પડાવી પતાવટ કરવામાં માહિર કોંગ્રેસની નગરસેવીકા શારદા વેગડાએ પત્રકારોને ટાર્ગેટ બનાવી પોતાની મનમાની કરવા પ્રયાસ કર્યો છે. ‘કાળી’ના કારનામા અંગે જેતપુર કોંગ્રેસના સનિષ્ટ કાર્યકર વિનુભાઇ વેગડાએ જિલ્લા પોલીસ વડાને રાવ કરી ‘સ્ત્રી ચારિત્ર્ય’નો બ-ખુબીથી સાથે બ્લેકમેઇલીંગ કરતી અટકાવવા માગ કરી છે.
જેતપુર-નવાગઢ પાલિકા બે ટર્મથી વિજેતા બનતી કોંગ્રેસી શારદા વેગડા પાલિકાને પોતાની પેઢી સમજી વહીવટ કરતી હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. પાલિકાના જેસીબી-ટ્રેકટરનો પોતાના અંગત ઉપયોગ કરવો, પાલિકાની સિમેન્ટ, રેતી, ઇંટો અને લોંખડ સહિતનો માલ સામાન ઘરભેગો કરી વૈભવી બંગોલ ખડી દેવા છતાં કોંગ્રેસના આગેવાનો આંખ આડા કાન કરી રહ્યા છે. જેતપુર કોંગ્રેસના આગેવાન વિનુભાઇ વેગડાએ પોતાના જ સમાજની અને પોતાના જ પક્ષની શારદા વેગડા સામે કાયદેસર કાર્યવાહી કરવાની માગ કરી છે.
‘સ્ત્રી ચારિત્ર્ય’નો બ-ખુબી ઉપયોગ કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓને પોતાના મોહપાસમાં જકડી મનમાની કરાવતી ‘કારી’ના કાળા કારોબાર પાલિકા પુરતો જ મર્યાદિત નથી રહ્યો જેતપુરના તમામ નાના-મોટા બુટલેગરોને પણ પોતાના વંશમાં કરી લીધા છે. બુટલેગરો પણ શારદા વેગડાએ જેતપુરના અનેક વેપારી, ઉદ્યોગપતિ અને પોલીસના અધિકારીઓ સામે પણ હલકી કક્ષાના કહી શકાય તેવા આક્ષેપો કર્યોનું રજુઆતમાં જણાવ્યું છે.
છેડતી અને જ્ઞાતિ અંગે હડધૂત કરવા અંગેના કેસમાં ફીટ કરવાની ધમકી દઇ પોતાની મરજી મુજબ પતાવટ કરતી શારદા વેગડાએ જેતપુર સિટીના પૂર્વ પી.આઇ. લીંબાસીયા, એલસીબી પી.એસ. આઇ. વી.બી.જાડેજા, ઉદ્યોગપતિ મનિષભાઇ સખરેલીયા, બળવંતભાઇ ધામીઓ સાથે પોતાની ઇચ્છા મુજબ સમાધાન કર્યાની ચર્ચાએ જે તે સમયે ચકચાર જગાડી હતી.
શારદા વેગડાના ત્રાસથી જેતપુર બંધ રહ્યું હતું આમ છતાં કોંગ્રેસ દ્વારા આવી ખરડાયેલી વ્યક્તિઓને જ ટિકિટ આપી કોંગ્રેસના સનિષ્ટ અને સજ્જન આગેવાનોને નીચા જોવા જેવી સ્થિતી થઇ રહ્યાના આક્ષેપો થઇ રહ્યા છે. તમામ રીતે વગોવાયેલી શારદા વેગડા ઉર્ફે કારીને સાઇડ લાઇન કરી કોંગ્રેસની ખરડાતી છબી બચાવવાના બદલે ગુજરાત પ્રદેશ મહામંત્રીનું મહત્વનું પદ આપની કોંગ્રેસના મૌવડીઓએ પણ ‘કારી’ના ચરણોમાં શરણાગતિ સ્વીકારી લીધી હોય તેવા ચોકાવનારા આક્ષેપો થઇ રહ્યા છે. બ્લેકમેઇલીંગ અને ખોટા કેસમાં ફસાવ્યા પતાવટ કરવામાં માહિર બનેલી શારદા વેગડા સામે તાકીદે કડક કાર્યવાહી કરી કાયદાનું અને તેની ઓકાતનું ભાન કરાવવા વિનુભાઇ વેગડા દ્વારા માગ કરવામાં આવી રહી છે.