સસ્પેન્શનના ૧૫ માસ પછી ટેનીસ કોર્ટમાં ઉતરશે ગ્લેમરસ રશિયન ખેલાડી

લોસ એન્જલસ

યુએસ (અમેરિકા) ઓપનમાં એક સમયની સુપરસ્ટાર ટેનિશ ખેલાડી મારીયા શારાપોવાની વાઈલ્ડ કાર્ડ દ્વારા એન્ટ્રી થઈ છે. રશિયાની આ ખેલાડી ૧૫ માસ પછી મેદાન પર પાછી ફરી રહી છે. મારિયાનું નામ પડે એટલે ગ્લેમરસ ટેનિશ ખેલાડી યાદ આવે. તેણે ઘણી બ્રાંડને એન્ડોર્સ પણ કરી છે.

૬ ફૂટ કરતા પણ વધારે ઉંચાઈ ધરાવતી મારીયા શારાપોવા ટેનીશની રમતની સાથોસાથ સ્ટાઈલ, ગ્લેમર, પાટી, પિકનીક (આઉટીંગ), ફોરેન ટૂર, હાઈ પ્રોફાઈલ ફ્રેન્ડશિપને લીધે પણ સતત ચર્ચામાં રહી છે. પરંતુ તે ડોપીંગ ટેસ્ટમાં નાપાસ થતા રમતથી દૂર થઈ ગઈ હતી. હવે ફરી તે રેકેટથક્ષ બોલને ટેનીશ કોર્ડમાં વીંઝશે.

તેની ટકકર નંબર ૨ ખેલાડી સિમોના હેલેપ સાથે થશે. એટલે મુકાબલો તો બરાબરીનો થવાનો તે તો અત્યારથી જ નકકી છે. મારીયાએ એક સ્પોર્ટસ ચેનલને આપેલા ટૂંક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે હું નર્વસ છુ પણ હરીફને હરાવવા ઉત્સાહી પણ એટલી જ છું.

આ સિવાય યુ એસ ઓપનમાં પુ‚ષોના મુકાબલામાં નડાલની ટકકર લાજોવિક સાથે થશે. નડાલ, લાજોવિક ઉપરાંત ફેડરર, ફાન્સીસ, ઝેવરેવ, મુગુ‚ઝા વિગેરે સ્ટાર ખેલાડીઓની ઝમાકેદાર રમત જોવા મળશે.

ફરી વાત કરીએ શારાપોવાની તો યુ.એસ. આપેન કમબેક કરવા માટે તેના માટે ખૂબજ સારી તક છે. જોકે તેના આવવાથી હરીફોમાં કચવાટની લાગણી ફેલાણી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.