પાકિસ્તાનની અવળચંડાઈ સામે મોદી દ્વારા લંબાવાતો મિત્રતાનો હાથ કેટલો યોગ્ય
એક તરફ સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા સતત આતંકવાદી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે પણ પાકિસ્તાન દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનની આવી નીતિ હોવા છતાં ભારત દ્વારા કયાંકને કયાંક નમતુ જોખવામાં આવી રહ્યું છે. જેી સરકારની ટીકા ાય તેવી શકયતા છે. સૌપ્રમ કુલભુષણ જાધવને ભારતીય જાસૂસ ગણાવી ફાંસીની સજા આપ્યા બાદ છેલ્લા અમુક દિવસોી સરહદ પર પણ સતત ઘુસણખોરીના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. એલઓસી ઉપર પણ પાકિસ્તાન દ્વારા વારંવાર શ વિરામનો ભંગ કરવામાં આવે છે.
આ પરિસ્િિતમાં મોદીએ ૧૧ પાકિસ્તાનીઓને છોડી મુકયા છે. મોદીના આ નિર્ણયની પુરેપૂરી ટીકા વાની સંભાવના છે. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાને બદલે પાકિસ્તાનીઓને છોડી મુકવાનો નિર્ણય યોગ્ય ની તેવું સ્પષ્ટપણે કહેવાઈ રહ્યું છે. પાકિસ્તાન ભારતીય નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને ફાંસીની સજા ફટકારે છે તો બીજી તરફ ભારત દ્વારા પાકિસ્તાની કેદીઓને છોડવાનો નિર્ણય કરવામાં આવે તે કોઈ પણ રીતે યોગ્ય ગણવામાં આવી શકે નહીં તેવી વાત બહાર આવી રહી છે.
ગત અઠવાડિયે પણ ભારત દ્વારા બે પાકિસ્તાની બાળકોને મુકત કરવામાં આવ્યા હતા. જો કે આ પરિસ્િિત કંઈક અલગ જ હતી. પાકિસ્તાની બાળકો દિશા ભટકીને ભારતમાં આવી પહોંચ્યા હતા. જેી માનવતાની દ્રષ્ટીએ ભારતે આ બન્નેને હેમખેમ પરત મુકયા હતા. ભારતના આ પગલાના વખાણ પણ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ પાકિસ્તાનમાં ૧૩૨ ભારતીયો વર્ષોી જેલમાં કેદ છે જેમાંી ૫૭ કેદીઓએ તો જેલની સજા પણ પૂરી કરી લીધી હોવા છતાં તેઓને મુકત કરવામાં આવી રહ્યાં ની.