અતિથિ પદે ઠાકોર સાહેબ માંધાતાસિંહજી, કાંદમ્બરીદેવી, જયરાજસિંહ જાડેજા, ગીતાબા જાડેજા, ડો. જયેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો બિરાજશે: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ અને અખિલ ગુજરાત રાજપુત મહીલા સંઘ રાજકોટ શહેર જીલ્લાનાં સહયોગથી શરદોત્સવ-૨૦૧૯નું જાજરમાન આયોજન આગામી તા. ૯-૧૦-૧૯ ને બુધવારના રોજ બાલભવન રેસકોર્ષ પાસે રાજકોટ ખાતે અંદાજે ૬ થી ૧૦ સુધીનું રાખવામાં આવેલ છે.
આ શરદોત્સવમાં મુખ્ય દાતા હરિચંન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (હસુભા) ઘંટેશ્ર્વર તરફથી સહયોગ પ્રાપ્ત થયેલ છે. મુખ્ય આયોજન કમીટીનાં ચેરમેન પી.ટી. જાડેજા હડમતીયા (જં) ક્ધવીનર કિરીટસિંહ જાડેજા- મોટા ભેલા ક્ધવીનર કિશોરસિંહ જેઠવા પાંડાવદર દ્વારા સેવા પ્રદાન કરેલ છે. મુખ્ય અતિથી પદે માંધાતાસિંહજી જાડેજા (ઠાકોર સાહેબ ઓફ રાજકોટ), કાંદમ્બરીદેવીજી જાડેજા, જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય ગોંડલ, ગીતાબા જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય ગોંડલ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા- મહીલા પ્રદેશ અઘ્યક્ષ કોંગ્રેસ ડો. જયેન્દ્રસિંહ એમ. જાડેજા (જાબીડા) મેનેજીંગ ટ્રસ્ટી અ.ગુ.રા. યુવા સંઘ મનોહરસિંહજી જાડેજા (ડી.સી.પી. ઝોન-ર રાજકોટ શહેર પોલીસ) લેફટેનન્ટ કર્નલ કૃષ્ણદિપસિંહ જેઠવા હાજર રહી કાર્યક્રમમાં શૌભાયમાન થશે.
આ ઉ૫રાંત રાજપૂત ક્ષત્રીય સમાજના અગ્રણીઓ, ઉઘોગપતિઓ, દાતાઓ, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેનારા છે.
રાજપુત સમાજની સાંસ્કૃતિક અને સામાજીક ચેતનાની જયોતિને ઝળહળતી રાખવા અને શકિત વંદના કાજે ર૦ વર્ષથી ફકત રાજપૂત ક્ષત્રીય ગીરાસદાર સમાજનાં સંસ્કાર અને સંસ્કૃતિને અનુરુપ વાતાવરણમાં આ વર્ષે ખ્યાતનામ ઓરકેસ્ટ્રા મ્યુઝીકલ લવર્સ-મુંબઇના સાનિઘ્યમાં શરદોત્સવ-૨૦૧૯ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ૧ થી ૧પ એ-ગ્રુપ:, ૧૬ થી રપ બી ગ્રુપ, ર૬ થી ઉપરનાં તમામ બહેનોને સી ગ્રુપમાં રમાડવામાં આવશે. દરેક ગ્રુપમાં ૧ થી ૩ વિજેતા દિકરીબાઓ તથા ૧ વેલડ્રેસ ના વિજેતા ઓને સ્વ. રાજેન્દ્રસિંહ જશુભા જેઠવા પાંડાવદર, તરફથી શીલ્ડ પરિતોષિક આપવામાં આવશે તેમજ રાજકોટ મહીલા સંઘ દ્વારા ગીફટ મોમેન્ટો આપી બીરદાવવામાં આવશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સતુભા જાડેજા, મોટાવાગુદડ સેનેટ સભ્ય સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ તરફથી દર વર્ષનીજેમ રાખવામાં આવેલ છે.
૩પ૦૦૦ વોલ્ટ સાઉન્ડ સીસ્ટમ વી.આઇ.પી. ગેસ્ટ માટે બેસવાની અલગ વ્યવસ્થા ૪૫ + ૨૦ મોટું સ્ટેજ અને ૮ ફુટ ઉંચુ એલ.ઇ.ડી. પાર્લ લાઇટ ડેકોરેશન સાથે ૪ સાઇડમાં મોટી સ્ક્રીન પર બતાવવામાં આવશે.
આ કાર્યક્રમનાં ચેરમેન પી.ટી. જાડેજાએ જણાવેલ કે ભાઇઓ-બહેનોએ પોતાનું સ્થાન ૬ કલાકે સંભાળી લેવાનું રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય આયોજક કમીટીના પી.ટી.જાડેજા, કીરીટસિંહ જાડેજા, કિશોરસિંહ જેઠવા, તથા મહીલા સંઘના જયશ્રીબા પી.જાડેજા, ઉર્મીલાબા જાડેજા, ભુપતબા જાડેજા, નીતાબા જાડેજા, હિનાબા બી. ગોહીલ, કીર્તીબા ઝાલા, દશરથબા જાડેજા, કૌશિકાબા જાડેજા, કિશોરીબા ઝાલા, ક્રિષ્નાબા ઝાલા, હંસનીબા જાડેજા, રજનીબા રાણા, ડો. અલ્પનાબા ઝાલા, પુર્ણાબા ગોહેલ વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.
એન.કે. જાડેજા ક્ધયા છાત્રાલય રાજકોટ દ્વારા એક તલવાર રાસ રજુ કરવામાં આવશે જે પણ આ કાર્યક્રમનું એક અલગ નઝરાણું પીરસવામાં આવશે. આ રાસોત્સવ કાર્યક્રમ માટે અગ્રણીઓ પી.ટી. જાડેજા, કિશોરસિંહ જેઠવા, પથુભા જાડેજા, અશોકસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, કનકસિંહ ઝાલા, સુખદેવસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલા, ચંપકસિંહ જાડેજાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
કાલે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીના હસ્તે ૧૧.૩૦ કલાકે એન.કે. જાડેજા ક્ધયા છાત્રાલયના દીકરીબાઓને ટ્રસ્ટીઓ યુ.પી.સંધના હોદેદારો સાથે મુલાકાત કરશે. ડો. જયેન્દ્રસિંહ જાડેજા ત્થા પી.ટી. જાડેજા તથા રાજેન્દ્રસિંહ સાથે રહેશે.