‘અબતક’ ની મુલાકાતે આવેલા આગેવાનોએ આયોજનની આપી વિગતો
નવરાત્રિની મોધેરી વિદાય બાદ શરદોત્સવની ઉજવણીના માહોલ બધે શ્રી દશનામ ગોસ્વામી ક્રીએટીવ ગ્રુપ દ્વારા શરદોત્સવ-2022 નું આયોજન કરવામાં આવ્યું છે. ‘અબતક’ ની મુલાકાતે આવેલા ક્રિએટીવ ગ્રુપના આયોજનો સ્થાપક પ્રમુખ નિલેશપુરી ગોસ્વામી, મહેશપુરી ગોસ્વામી, અમુલગીરી ગોસ્વામી, કલ્પેશગીરી ગોસ્વામી, ગીતાબેન ગોસ્વામી, શિલ્પાબેન ગોસ્વામી, સરોજબેન ગોસ્વામી, પલ્લવીબેન ગોસ્વામી, શ્રઘ્ધાબેન ગોસ્વામી અને પ્રણાબેન ગોસ્વામી એ કાર્યકમની વિગતો આપતા જણાવેલ કે ક્રિએટીવ ગ્રુપ સમાજ સેવા ક્ષેત્રે રર વર્ષથી સેવારત છે.
શરદોત્સવ-2022 નું આયોજન આજે તા. 10-10 ને સોમવારના રોજ સાંજના 6 કલાકે બાલભવનના વિશાળ ગ્રાઉન્ડમાં અદ્યતન સાઉન્ડ મ્યુઝીક અને હજારો ખેલૈયાઓ ના સંગાથે યોજાશે. સમારોહના અઘ્યક્ષસ્થાને ચોટીલા ચામુઁડા માતાજી મહંત જગદીશગીરીજી તથા પ્રમુખ સ્થાને જાણીતા યુવા ઉઘોગપતિ રાજેશગીરી પ્રેમગીરી ઉપસ્થિત રહેશે.
ઉદઘાટન રાજેશપુરી, વાય કે ગોસ્વામી સીટી એન્જીનીયર આરએમસી, કસ્ટમ સેપ્રિટેન્ડેન્ટ રમેશગીરીજી, કેળવણી કાર નિમીષાબેન અપારનાથ સામાજીક અગ્રણી પ્રવીણપુરી તથા અશોકગીરી અને હરેશપુરીજી ના શુભ હસ્તે થશે.
અતિથિ વિશેષ પદે પદાધિકારીઓ મેયર પ્રદીપભાઇ ડવ, ડે. મેયર દર્શીતાબેન શાહ, સ્ટે. કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મહામંત્રી કિશોરભાઇ રાઠોડ અને પ્રદેશ ભાજપ અગ્રણી ગૌતમ ગોસ્વામી સાથે જ દશનામ ગોસ્વામી સમાજનાં અનેકો ઉઘોગપતિ કેળવણી કારી, ડોકટરો, એન્જીનીયરો શિક્ષણ ગણ હાજર રહીને પ્રોત્સાહીત કરશે સમગ્ર કાર્યક્રમ ફાઉન્ડેશન પ્રમુખ નિલેશપુરી એન. ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.