અલગ અલગ વેશભૂષા સાથે ખેલૈયાઓ ગરબે ધૂમ્યા
નવરાત્રી પૂર્ણ થયાબાદ ગુજરાતી વર્ષની સૌથી મોટી પૂનમ શરદ પૂનમ નિમિતે શ્રીજી ગૌશાળા ખાતે શરદ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ કાર્યક્રમમાં શહેરભરથી ખેલૈયાઓ અલગ અલગ વેશભૂષા સાથે ગરબે ઝુમ્યા હતા.
શ્રીજી ગૌશાળામાં હાલ ૧૮૫૦થી વધુ ગાયો અને તેમાં ૪૫૦ જેટલી ગીર ગાય ઠાઠથી રહે છે. જાહેર નિમંત્રણને માન આપી લોકો બહોળી સંખ્યામાં રાસોત્સવમાં પધાર્યા હતા. ગૌપુજન બાદ ખેલૈયાઓ મન ભરીને ઝૂમ્યા હતા. ત્યારબાદ શ્રેષ્ઠ ખેલૈયાઓ અને શ્રેષ્ઠ વેશભૂષા ધારણ કરનાર ખેલૈયાઓ પર ઈનામોની વણઝાર કરવામાં આવી હતી.
પ્રભુદાસ તન્નાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુ કે શ્રીજી ગૌશાળા ગાયમાતાની સેવા અને રક્ષણ કરે છે. ગૌશાળામાં ૧૮૬૫ ગૌમાતા ને સાચવવામાં આવે છે. આ ગૌશાળામાં અમે એક ગૌતિર્થ જેવું વાતાવરણ ઉભુ કર્યું છે. જેથીલોકો આવે તેને આવવું પસંદ પડે. ગાય માતાના ગૌમુત્રમાંથી અનેક વિધ દવાઓ બનાવવામાં આવે છે. સંસ્થા દ્વારા જે સામાજીક કાર્ય કરવામાં આવે છે.તેનાથી સાત લાખ પાસાઠ હજાર દર્દીઓની સેવા કરવામાં આવી હતી. ઘરવપરાશની ૬૩ પ્રકારની વસ્તુઓ બનાવીએ છીએ. હાલ ગૌશાળામાં ૪૦૦ જેટલી ગીરગાયો છે. ગૌ સવર્ધન પણ કરવામાં આવે છે. અહી શ્રીજી ગૌશાળાની પરંપરા પ્રમાણે દરેક તહેવારો ગાયમાતાની સાનિધ્યમાં ઉજવવા શરદોત્સવ એક એવો પવિત્ર ઉત્સવ છે.
શરદઋતુએ તંદુરસ્તીનું પ્રતિક છે. આ ઋતુમાં મનુષ્ય જયારે ગાયમાતાના સાનિધ્યમાં આરાતવિતાવે એટલે આખુ વર્ષ રોગવગર પસાર કરે અને એમાં પણ રાસોત્સવ એટલે વાત જવા દયો.