- શરદપૂનમની સાંજના લક્ષ્મીપૂજન શ્રીયંત્રનું પૂજન કરવું શ્રેષ્ઠ
રવિવારે શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રમા પોતાનું અમૃત તત્વ પૃથ્વી ઉપર વરસાવસે શરદ પૂનમ : ચંદ્ર સોળ કળાએ ખીલશે આસો શુદ પૂનમને રવિવારે તા .9.10.22 . ના દિવસે શરદ પૂનમ અને આજ દિવસે વ્રતની પૂનમ છે એક વર્ષમાં બાર પૂનમ આવે છે , તેમ શરદ પૂનમનું મહત્વ વધારે છે શરદ પૂનમનાં દિવસે ચંદ્રમા 16 કળાએ ખીલી ઉઠે છે અને પોતાનું સંપૂર્ણ તેજ પૃથ્વી ઉપર પાડે છે અને ચંદ્રમાં રહેલું અમૃત તત્વ શરદ પૂનમની રાત્રે પ્રકાશ દ્વારા પૃથ્વી પર પડે છે .. તેનાથી શરદ પૂનમને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે.
શરદ પૂનમની સાંજના લક્ષ્મીપૂજન કરવું શ્રીયંત્રનું પૂજન કરવું શ્રેષ્ઠ છે નિર્ધનતાનો નાસ થાય છે . સાંજના સમયે પોતાના ઘરે લક્ષ્મીજીના સિક્કા અથવા શ્રીયંત્રને પંચામૃતથી પૂજન કરવું . સાકરવાળા દૂધનો તેના પર શ્રીસુકત બોલતા બોલાતા અથવા ઓમ મહાલક્ષ્મી નમ : બોલતા બોલતા અભિષેક કરવો તેનાથી સ્થીર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે .
- ચંદ્રમાં પોતાનું અમૃત તત્ત્વ પૃથ્વી ઉપર વર્ષા વરસાવે એટલે શરદપૂનમ
શરદ પુનમની રાત્રે લક્ષ્મીજી ઘરે ઘરે જાય છે અને તપાસ કરે છે કોણ જાગી રહ્યું છે મારો કર્યો ભકત જાગે છે આથી શરદ પૂનમનું એક નામ કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે.
શરદપૂનમની રાત્રે ચંદ્રમાં પોતાનું સંપૂર્ણ અમૃત તત્વ રૂપી તેજ પૃથ્વી પર પાડતાં હોવાથી પોતાની અગાસીમાં રાત્રે સાકરવાળુ દૂધ અને પૌવા થોડીવાર રાત્રે 12 વાગ્યે મુકી અને તેનો પ્રસાદ લેવો તેનું મહત્વ વધારે છે તેનાથી શરીરની આરોગ્યતા સારી રહે છે . અથવા તો આખી રાત સાકર મુકી અને સવારે તેનો પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકાય …
શરદ પૂનમની રાત્રે ચંદ્રનાં પ્રકાશમાં દોરો પોરવાથી આખોનું તેજ અને બળ વધે છે .
આયુર્વેદમાં પણ શરદ પૂનમનું મહત્વ વધારે છે . ધાર્મિક દ્રષ્ટિએ શ્રીકૃષ્ણ ભગવાનની મહારાશ લીલા પણ શરદ પૂનમની રાત્રે થય હતી . આથી શરદ પૂનમની રાત્રે કૃષ્ણ ભગવાનની ભક્તિનું મહત્વ પણ વધારે રહેલું છે . જયોતિષની દ્રષ્ટિએ જે લોકોને ચંદ્ર નબળો હોય અથવા જન્મકુંડળીમાં ગ્રહણયોગ વિષયોગમાં જન્મ થયેલ હોય તો આ દિવસે ચંદ્રનાં જાપ પૂજા કરવાથી અથવા તો કરાવાથી રાહત મળે છે .
શરદ પૂનમનાં દિવસે સવારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પણ ઉત્તમ ફળદાયક છે . લક્ષ્મી પૂજાનો સાંજનો શ્રેષ્ઠ સમય રવિવારે શરદ પૂનમનાં દિવસે સાંજે 6.10 થી 8.42 સુધી છે.
શરદ પૂનમની રાત્રે 12 વાગ્યા સુધી અથવા આખી રાત્રીનું જાગરણ કરવું શાસ્ત્રી રાજદીપ જોશી.