ડિજિટલ યુગમાં ઘણી પરંપરાગત માન્યતાઓને ભુલાવી દેવાઈ છે. હિન્દૂ સંસ્કૃતિના ઘણા તહેવારો એવા છે જેનું વૈજ્ઞાનિક મહત્વ ઘણું છે. પીપળા પૂજન, હોમ-હવન જેવી ધાર્મિક પરંપરા પાછળના વૈજ્ઞાનિક કારણો ઉપર વૈજ્ઞાન પણ વિશ્વસ કરવા લાગ્યું છે. ત્યારે આજે આપણે શરદ પૂનમના પાવન પર્વમાં ચંદ્રના અજવાળે દૂધ પૌવા, ખીર ખાવાની પરંપરા પાછળ વૈજ્ઞાનિક મહત્વ સમજીએ.
શરદ પૂનમનો પાવન પર્વ ભારે ઉત્સાહથી મનાવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ચંદ્ર અમૃત વર્ષા કરે છે. શરદ પૂનમના દિવસે આખી રાત ચાંદની રોશનીમાં ખીર રાખવાની માન્યતા પણ છે. માનવામાં આવે છે કે આ દૂધ પૌવા, ખીરનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક હોય છે. ચંદ્રની રોશની ઘણી લાભદાયી છે. દૂધમાં લેક્ટિક નામનું એસિડ હોય છે જે ચાંદના કિરણોમાંથી વધારે પ્રમાણમાં શક્તિનું શોષણ કરે છે. આ સાથે જ ચોખામાં સ્ટાર્ચ મળી આવે છે જેના કારણે આ પ્રક્રિયા વધારે સરળ બની જાય છે. વૈજ્ઞાનિક માન્યાતાઓ અનુસાર પણ ખીરનું સેવન કરવું ઘણું ફાયદાકારક હોય છે.
અસ્થમા, હૃદય, અને ચામડીની સમસ્યામાં “ચાંદની” ફાયદાકારક
અસ્થમાના દર્દીઓ માટે દૂધ પૌવા ખીર ઘણી ફાયદાકારક હોય છે. અસ્થમાના દર્દીઓએ તેનું સેવન કરવું જોઇએ. શરદ પૂનમની રાત્રે ખીર ચાંદના પ્રકાશમાં રાખીને તે ખીરનું સેવન કરવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓ દૂર થઇ જાય છે.