કેશોદમાં અક્ષયનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ગૂરૂકુલ રાજકોટ સંચાલીત સોરઠક્ષય નિવારણ સમિતિ દ્વારા તા.૧૧ થી ૧૩ ઓકટો. એમ ત્રિદિવસીય સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું ઉદઘાટન તા.૧૧ના સાંજે ૭.૩૦ કલાકે સોરઠ ક્ષય નિવારણ સમિતિ ટ્રસ્ટના પ્રમુખ પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા કેશોદ શહેર પ્રમુખ અને પ્રથમ નાગરીક યોગેશભાઈ સાવલીયાના હસ્તે ઉદઘાટન કરાયેલ માનનીય ધારાસભ્ય દેવાભાઈ તથા શ્ર્વૈતવૈકુઠ સ્વામી, શહેર પ્રમુખ હરિનભાઈ ચોવટીયા, તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ વારીયા, જયકરભાઈ ચોટાઈ મોહનભાઈ લાડાણીએ તેમજ શ્ર્વેતવૈકુઠદાસજી સ્વામી વગેરે સંતો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટયસાથે શ્રીફળવિધિ કરી મેળાને ખૂલો મૂકાયેલો.
કેશોદ સ્વામિનારાયણ ગૂરૂકુલના બાળકોએ બહેડના સૂર રેલાવી તથા બાળકોએ જયનાદો સાથે મહાનુભાવોને મેળામાં પ્રવેશ કરાવ્યો હતો. એ સાથે લોકોએ મેળાનો આનંદ ઉઠાવેલ.
આ પ્રસંગે રાજસીતાપુર ધ્રાંગધ્રા નજીક અદભૂત શિલ્પકળાથી સુશોભીત ૨૦૦ વર્ષ જુનુ એક મંદિર અપૂજય પરિસ્થિતિમાં હતુ તે મંદિરની તમામ મોટી શિલાઓને મોટા વાહનોથી કેશોદ ખાતે લાવી ટીબી ક્ષય નિવારણ હોસ્પિટલ ખાતે મંદિર ઉભુ કરાયું અને ટીબી ક્ષયદૂર કરી અક્ષયપાત્ર અર્પનારા મહાદેવનું નામ અક્ષયનાથ મહાદેવ નામકરણ કરાયેલ.
શ્રી પ્રભુસ્વામીના કહ્યાનુસાર આ અક્ષયનાથ મહાદેવની સાનિધ્યમાં છેલ્લા ૩૭ વર્ષથી લોક સાંસ્કૃતિક મેળો યોજાય છે. ૫૦ વિઘામાં યોજાયેલ મેળામાં દર વર્ષ પાંચલાખ લોકો ઉમયે છે. આ વર્ષે ઓરિસ્સાનું ખ્યાતનામ નૃત્ય શ્રી સ્વામિનારાયણ ગૂરૂકુલ કેશોદ તથા જૂનાગઢના વિદ્યાર્થીઓ પ્રેરણાદાઈ રૂપકો, નૃત્યો રજૂ કરશે.ત્રણ દિવસ રાત્રી દરમ્યાન કુસુમબેન સાંસ્કૃતિક કેન્દ્રના સ્ટેજ પરથી ગુજરાતભરની ખ્યાતનામ રાસ મંડળીઓ, રાસ ગરબા તથા લોક સાહિત્ય રજૂ કરાશે.
આ મેળામાં અક્ષયનાથ મહાદેવની મર્યાદાનું લોકો સ્વયંભૂ પાલન કરે છે. તેને પરિણામે કયાંય બીડી, સીગારેટ કોઈ પીતુ નથી. વધુમાં અત્રે ખાણી પીણી પ્રદર્શનવિભાગ, જાહેરાત વિભાગ, દેશભકિત ગીતોના સ્ટેજની વ્યવસ્થાથી લોકોએ ભરપૂર આનંદ પ્રથમ દિવસે માણેલ.
શ્રી સ્વામિનારાયણ ગૂરૂકુળ કેશોદ સંસ્થાનો કાર્યભાર સંભાળતા વિજ્ઞાનદાસ સ્વામીના માર્ગદર્શન અનુસાર વિવિધ સંસ્થાઓનાં ૨૦૦ સ્વયંસેવકો, સવિ આપી રહ્યા છે. એ સાથે કેશોદ પોલીસ દ્વારા ટ્રાફીક જાળવણી તથા સલામતી માટે પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, જીરડી, હોમગાર્ડ તેમજ મહિલા કર્મચારીઓ સહિત ૧૦૦ ઉપરાંતનો સ્ટાફ ખડે પગે રહેશે આ મેળાનો આનંદ માણવા આવતા લોકો માટે એસ.ટી. દ્વારા ખાસ બસોની વ્યવસ્થા કરવામા આવી છે. મેળાના કેમ્પસને વિવિધ રોશનીથી ઝળહળ કરવામાં આવેલ છે.
આ મેળામાં ગૂરૂકુલના આચાર્ય મારડીયા તેમજ સુરતથી પ્રભુસ્વામી, લાલજીભાઈ તોરી, શિવલાલભાઈ પાંભર, ભગવાનજીભાઈ કાકડીયા, વડોદરાથી કેવપ્રિય સ્વામી, ભકિત સ્વામી, પોઈચા નીલકંઠ ધામથી કેવલ્ય સ્વામી, શ્રીજી સ્વામી, ભંડારી ઊનાથી હરિવંદ સ્વામી, ક્લ્પેશ ભગત વગેરે ખાસ ઉપસ્થિત રહી વ્યવસ્થા જાળવી રહ્યા છે.