દેશમાં ૨૫૦૦ કરોડ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટમાં રોકવા એસ.પી.ગ્રુપનો નિર્ણય
સૌરાષ્ટ્રમાં નવું બંદર વિકસાવવા માટે કવાયત હાથ ધરી
સૌરાષ્ટ્રના વિશાળ દરિયાકાંઠે પોર્ટના વિકાસની તાતી જરૂરીયાત છે. ખાનગી કે જાહેર ધોરણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પોર્ટ વિકસે તે જરૂરી બની જાય છે. શાપુરજી પોલાન્જી ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રમાં ૮૯૦૦ કરોડના ખર્ચે પોર્ટ બનાવવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. પરિણામે સૌરાષ્ટ્રમાં ખાનગી પોર્ટ માટેના દરવાજા ખુલી ગયા છે.
સૌરાષ્ટ્રના વિકાસ માટે પોર્ટની મહત્વતા સરકાર સમજી ગઈ છે. સરકારે પોર્ટના વિકાસ માટે મસમોટુ મુડી રોકાણ પણ જાહેર કરી દીધું છે. ઉપરાંત કંપનીઓ પાસેથી દરખાસ્તો પણ મંગાવી છે. ‘અબતક’ સૌરાષ્ટ્રના જોડિયા સહિતના પોર્ટના વિકાસ અંગેના અહેવાલો વારંવાર પ્રકાશિત કરતું રહ્યું છે. પોર્ટના વિકાસ માટે સરકાર પર હવે એક ડગલુ આગળ આવી છે.
વિગતો મુજબ શાપુરજી પોલાન્જી ગ્રુપ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટમાં કુલ ૨૫૦૦૦ કરોડનું રોકાણ કરવાનું છે જેનાથી ૧ લાખથી વધુ રોજગારી ઉભી થશે તેવું માનવામાં આવે છે. એસ.પી. ગ્રુપ ૧૫૨ વર્ષ જૂનું છે.
જેણે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું હેડકવાર્ટર બનાવ્યું હતું. આ ગ્રુપે સૌરાષ્ટ્રમાં અંદાજે ૯૦૦૦ કરોડના ખર્ચે વિશાળકાય પોર્ટ બનાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત કંપની ઓરીસ્સાના ગોપાલપુર પોર્ટમાં અને મુંબઈના ધરમતર પોર્ટમાં પણ રોકાણ કરવાની છે. એસ.પી.ગ્રુપનો ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટમાં મુડી રોકાણનો નિર્ણય સૌરાષ્ટ્ર માટે આવશ્યક બની જાય છે.