રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા યુવા વર્ગ માટે વિશેષ પ્રકારના સેમિનારનું થયું આયોજન: વિવિધ યુનિવર્સિટીઓમાંથી છાત્રો ઉમટી પડયા

રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા રાજકોટ ખાતે ભારતની આવનારી પેઢી માટે ‘શેપિંગ યંગ માઈન્ડ’  એકદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ વિદ્યાર્થીઓ કે જે આવતીકાલનું ભાવિ છે તેઓ વિવિધ ક્ષેત્રનાના અગ્રણીઓ સાથે તેમના ભવિષ્ય અર્થે ચર્ચા કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, આર. કે. યુનિવર્સિટી સહિતની અનેક કોલેજોના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સેમિનારમાં યુવાપેઢી સાથે વાતચીત કરવા ભારત સરકારના રાજદૂત અને વડાપ્રધાનના સલાહકાર પ્રોફેસર એમ્બેસેડર ડો.દીપક વોહરાએ ખાસ હાજરી આપી હતી. ઉપરાંત એસ્સાર સ્ટીલ ઇન્ડિયાના પૂર્વ વાઇસ ચેરમેન ફિર્દોસ વાન્દ્રેવાલા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.  સેમિનારમાં યુવા પેઢીની સમસ્યાઓ ઉપર ખાસ વાતચીતનો શેશન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં અનેકવિધ વિદ્યાર્થીઓ તેમની કારકિર્દી વિશેના પ્રશ્નો પૂછ્યા હતા અને સ્પીકરો પાસેથી યોગ્ય જવાબ મેળવ્યા હતા.

14

‘અબતક’ ખરા અર્થમાં ચોથી જાગીરની ભૂમિકામાં રાજકોટ મેનેજમેન્ટ એસો.ના સેક્રેટરી પરેશ ગોસાઈ

તેમણે જણાવ્યું હતું કે આરએમએ અને એઆઈએમએ દ્વારા છેલ્લા ત્રણ મહિનાની જહેમત બાદ આજે યુવાનો માટે એક સ્પેશલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ, જામનગર,  મોરબી સહિતના જીલાઓ માંથી મેનેજમેન્ટ અને એન્જીનીયરીંગ વિભાગના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો છે. આ સેમિનાર અંતર્ગત વિવિધ ક્ષેત્રની અગ્રણીઓ સાથે યુવાન વિદ્યાર્થીઓ તેમના અનુભવોનો આપ લે કરે છે અને તેમના કારકિર્દી વિશે માર્ગદર્શન મેળવે છે. આ સેમિનારમાં આજે કુલ ૪ સ્પીકરો એ હાજરી આપી છે અને યુવાન વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી છે.

આ તકે તેમણે ‘અબતક’ મીડિયા ની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ‘અબતક’ મીડિયા જ એક એવું માધ્યમ છે જે અમારી તમામ વાત સમાજ સુધી પહોંચાડે છે. અને અમને દરેક તબ્બકે તમામ રીતે મદદરૂપ બને છે. તેમણે કહ્યું હતું કે, ‘અબતક’ મીડિયા ખરા અર્થમાં ચોથી જાગીરની ભૂમિકા ભજવી રહી છે.

12

યુવા પેઢી જ પરિવર્તન લાવી શકે વડાપ્રધાનના સલાહકાર ડો દીપક વોહરા

આજે હું રાજકોટ ખાતે ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન અને રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમ  શેપીંગ યંગ માઈન્ડમાં હાજરી આપવા આવ્યો છું જેમાં હું આવનારી પેઢી સાથે વર્ષ ૨૦૨૦ સુધીમાં થયેલા પરિવર્તન અને આગામી સમયમાં થનાર પરિવર્તનો વિશે વાતચીત કરવાનો છું અને યુવાનોને ‘બદલતા ભારત’ વિશે માર્ગદર્શન આપનાર છું. તેમણે કહ્યું હતું કે, એક દસકામાં ભારતમાં ખુબ પરિવર્તન આવ્યા છે. પરિવર્તન દેશની વિવિધ પોલિસીમાં પણ આવ્યું છે અને રણનીતિમાં પણ આવ્યું છે અને તેની સાથે સાથે ભારતની સવા સો કરોડ જનતામાં પણ આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશ સૌથી વધુ યુવાન ધરાવતું દેશ છે. જેનો મોટો ફાયદો એ છે કે, જ્યાં યુવા પેઢી વધુ હોય ત્યાં ઉપભોક્તાની સંખ્યા કરતાં ઉત્પાદકની સંખ્યા ખૂબ વધુ હોય છે. તેમણે કહ્યું હતું કે, પરિવર્તન ખૂબ અગત્યનું છે. જે યુવા પેઢી જ  લાવી શકશે. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એ છે કે રાજકોટના એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે હું દેશમાં પરિવર્તન કેવી રીતે લાવી શકું છું અને તેમણે જવાબ આપ્યો હતો કે, પરિવર્તનની શરૂઆત તમારી જાત થી કરો. આ વિદ્યાર્થી ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખૂબ પ્રખ્યાત થયો હતો જેનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી.

તેમણે યુવા પેઢીને ‘અબતક’ મીડિયાના માધ્યમથી અપીલ કરતાં કહ્યું હતું કે આજે જે હું યુવાનોમાં ઉત્સાહ જોઈ રહ્યો છું તે શ્રેષ્ઠ છે. આ ઉત્સાહ થકી યુવાનો દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશે ફક્ત તેમની અંદરનો આ ઉત્સાહ ક્યારેય ઘટવો ન જોઈએ.

11 4

કોઈપણ વ્યવસાયમાં મેનેજમેન્ટ સફળતાની ચાવી મેનેજમેન્ટ એસો.ના પ્રમુખ પરાગ જોબનપુત્રા

તેમણે કાર્યક્રમ વિશે જણાવતા કહ્યું હતું કે, આ રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ છે જે દેશના વિવિધ શહેરો માં યોજાઈ ચૂક્યો છે. આજે આ કાર્યક્રમનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ૬૫૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશના વિવિધ ક્ષેત્રના  અનુભવીઓ યુવાનો સાથે તેમના અનુભવની ચર્ચા કરે છે અને યુવાનોમાં તેમની કારકિર્દીને લગતા રહેલા પ્રશ્નોનું નિરાકરણ કરે છે. તેમણે કોઈ પણ ઉદ્યોગ ધંધામાં મેનેજમેન્ટની મહત્વતા વિશે જણાવતાં કહ્યું હતું કે કોઈ પણ ક્ષેત્રમાં મેનેજમેન્ટએ અતિ મહત્વપૂર્ણ છે. મેનેજમેન્ટના ઘણા પ્રકાર છે. જેમ કે ફાઇનાન્સ મેનેજમેન્ટ, સ્ટાફ મેનેજમેન્ટ, સ્કીલ મેનેજમેન્ટ. કોઈ પણ ઉદ્યોગ ધંધા વેપારમાં જો ખરા અર્થમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો મેનેજમેન્ટ કરવું અતિ આવશ્યક છે.

13 2

વર્તમાન યુગમાં કૌશલ્ય ડિગ્રીથી પણ ચડીયાતુ એસ્સાર સ્ટીલના પૂર્વ વાઇસ ચેરમેન ફિર્દોશ વાન્દ્રેલા

તેમણે ‘અબતક’ મીડિયાના સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આજનો જે કાર્યક્રમ હતો તે યુવા પેઢી માટે હતો. આજની યુવા પેઢી અનુભવી અગ્રણીઓ સાથે વાતચીત કરી તેમના અનુભવોથી અવગત થાય અને તેનો ઉપયોગ યોગ્ય ક્ષેત્રે કરે. આજના યુગમાં તમે શું કરો છો તે મહત્વપૂર્ણ નથી પરંતુ તમે જે કંઈ કરો છો તે કેટલી સારી રીતે કરો છો તે મહત્વપૂર્ણ છે. તમે જેટલો વધારે સારી રીતે તમારું કામ કરશો તેટલું જ સારું પરિણામ અને સફળતા મેળવશો.

તેમણે ડિગ્રી વિશે જણાવ્યું હતું કે ડિગ્રીના માધ્યમથી કોઈ પણ વ્યવસાય માટે એપ્લાઈ કરી શકશો પરંતુ તમારામાં કેટલું કૌશલ્ય છે. તેના આધારે તમને સફળતા મળશે. ફક્ત પુસ્તકિયા જ્ઞાનથી તમે કંઇ પણ નહિ મેળવી શકો તેના માટે અનુભવ પણ તેટલું જ મહત્ત્વપૂર્ણ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.