કપાતરની પોલીસે ધરપકડ કરી લોકઅપમાં પુરતા દરવાજા સાથે માથા ભટકાડયા
શાપર- વેરાવળના બુઘ્ધનગરમાં રહેતી મહિલાને તેના પુત્રએ વાળ પકડી પગમાં પાઇપ માર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે કપાતરની ધરપકડ કરી લોકઅપમાં બંધ કર્યો ત્યારે તેને લોકઅપના દરવાજા સાથે માથા ભટકાડી માથુ ફોડયું હતું.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળના બુઘ્ધનગરમાં રહેતી રેખાબેન પ્રવિણભાઇ મહિકાએ પોતાના પુત્ર અશ્ર્વિન મહિડાએ વાળ પકડી પગમાં પાઇપ માર્યાની અને ખુનની ધમકી દીધાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
રેખાબેન પોતાના ભાઇ રવિ સાથે જુનાગઢ મામાના દિકરા દિલીપના લગ્નમાં ગયા હતા. ભાઇ-બહેન પરત પોતાના ઘરે આવ્યા ત્યારે તેનો પુત્ર અશ્ર્વિન આવ્યો હતો. લગ્નમાં કેટલો ખર્ચ કર્યો તેમ કહી મારે મારા સાળાને એક લાખ આપવા છે પૈસા માગી પાઇપથી માર મારતા પોતાની બહેનને બચાવવા રવિ વચ્ચે પડતા તેના પર પણ હુમલો કર્યો હતો.રેખાબેન મહિડા પોતાના પુત્ર અશ્ર્વિન વિરુઘ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવવા પોલીસ મથકે ગયા ત્યાં તેની પાછળ પોલીસ મથકે જઇ જમીન પર છુટી ખુખુન કરી નાખશે તેવી ધમકી દેતા પોલીસે અશ્ર્વિન મહિડાને પકડી લોકઅપમાં પુરી દેતા તેને લોકઅપના દરવાજા સાથે માથુ ભટકાડી પોતાનું જ માથુ ફોડી નાખ્યું હતું.