ચેપી રોગ ગણાતા એચઆઇવીને અટકાવવા તંત્ર દ્વારા જાગૃતિ લાવવા સતત પ્રયત્નશીલ છે ત્યારે ઉનાના શખ્સે એચઆઇવીની બીમારી હોવા છતાં અડધો ડઝન જેટલી યુવતી સાથે શરીર સંબંધ બાંધી એઇડ્ઝની બીમારીને વાયરલ કર્યાની ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શાપરની યુવતીને પ્રેમ ઝાળમાં ફસાવી દોઢ વર્ષ સુધી અવાર નવાર દુષ્કર્મ આચવાના કારણે પિડીતીને છ માસથી એઇડ્ઝની બીમારી લાગુ પડયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા શાપર પોલીસે હવસખોર શખ્સને ઉનાથી ઝડપી લીધો છે.
એઇડ્ઝની બીમારીમાં સપડાયેલા યુવકે અડધો ડઝન યુવતી સાથે શરીર સંબંધ બાંધી ચેપને વાયરલ કર્યો: શાપર પોલીસે હવસખોર શખ્સની ઉનાથી ધરપકડ કરી
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ગીર સોમનાથ જિલ્લાના ઉના ગામના વતની અને છેલ્લા દોઢેક વર્ષથી શાપર શાંતિધામ સોસાયટીમાં રહી જુદા જુદા કારખાનામાં સિકયુરીટીમેન તરીકે કામ કરતા જીજ્ઞેશ ધીરજલાલ મારુ નામના વાળંદ શખ્સને એચઆઇવી હોવા છતાં અને બે સંતાનનો પિતા હોવાનું છુપાવી શાપરની યુવતીને પ્રેમ ઝાળમાં ફસાવી લગ્નની લાલચ દઇ અવાર નવાર દુષ્કર્મ આચર્યાની અને છેલ્લા છ માસથી પિડીતાને પણ એચઆઇવીની બીમારી થયાની ચોકાવનારી ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
જીજ્ઞેશ મારુ દોઢેક વર્ષ પહેલાં શાપરના શાંતિધામ સોસાયટીમાં રહેવા આવ્યો હતો અને પડવલા તેમજ શાપરના જુદા જુદા કારખાનામાં સિકયુરિટી ગાર્ડનું કામ કરતો હતો દરમિયાન તેના પાડોશમાં રહેતી યુવતીના પરિચયમાં આવતા પોતે અપરિણીત હોવાનું કહી પોતે લગ્ન કરશે તેમ કહી પ્રેમ ઝાળમાં ફસાવી હતી. દોઢેક માસ સુધી અવાર નવાર બળાત્કાર ગુજાર્યા બાદ દોઢેક માસ પહેલાં શાપર છોડીને ઉના જતો રહ્યો હતો.
શાપરની પિડીતાએ જીજ્ઞેશ મારુ અંગે તપાસ કરતા તેને ત્રણ યુવતી સાથે લગ્ન કરી છુટાછેડા લીધાનું તેમજ અન્ય ત્રણ યુવતીને પ્રેમ ઝાળમાં ફસાવી એઇડ્ઝની બીમારીમાં સપડાવી હોવાનું જાણવા મળ્યું હતું. શાપરની પિડીતાને પણ છેલ્લા છ માસથી એચઆઇવી પોઝીટીવ આવતા જૂનાગઢની સારવાર ચાલુ હોવાનું બહાર આવ્યું છે. જીજ્ઞેશ મારુને એક પુત્ર અને એક પુત્રી છે તેને પણ એચઆઇવી પોઝીટીવ આવ્યા હોવાનું જાણવા મળે છે.
જીજ્ઞેશ મારુએ પરિણીત હોવાનું અને એચઆઇવી પોઝિટીવી હોવાનું છુપાવી શાપરની યુવતીની જીંદગી બરબાદ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ગોંડલ ડીવાય.એસ.પી. કે.જી.ઝાલા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે. શાપર પોલીસ સ્ટાફે જીજ્ઞેશ મારુની બળાત્કારના ગુનામાં ધરપકડ કરી ત્યારે તેને પોરબંદરની યુવતીને ફસાવી તેની સાથે રહેતો હોવાનું જણાવ્યું હતું.