વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

  • વધુમાં વધુ એકમો ધમધમતા થાય તે હેતુસર એસોસિએશન સતત કાર્યરત : રમેશ ટીલાળા

01

જે રીતે લોક ડાઉન દરમિયાન ઔદ્યોગિક એકમોને આંશિક છૂટછાટ આપવામાં આવી છે અને યુનિટોને ધમધમતા કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે તેના ભાગરૂપે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વધુમાં વધુ ઔદ્યોગિક એકમો ધમતધમતા થાય તે હેતુસર કામગીરી હાથ ધરવામાં આવી છે. એસોસિએશનની ઓફિસ ખાતે સતત રજિસ્ટ્રેશન શરૂ રાખવામાં આવ્યું છે જ્યાં ઉદ્યોગ સાહસિકો આવીને મજૂરી પત્રક મેળવવાની તમામ કામગીરી કરાવી શકે છે. આ તકે એસોસિએશનના પ્રમુખ રમેશ ટીલાળાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે  ઉદ્યોગ સાહસિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે તે હેતુસર  એસોસિએશનની ઓફિસ ખાતે જ તમામ કામગીરી કરવામાં આવે છે અને અહીંથી જ ઉદ્યોગ સાહસિકો મંજૂરી પત્ર મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શાપર – વેરાવળ ખાતે આશરે ૩ હજાર જેટલા નાના મોટા એકમો કાર્યરત છે જેમાંથી હાલ સુધીમાં આશરે ૧૩૦૦ જેટલા ઉદ્યોગોને મંજૂરીપત્ર આપી દેવામાં આવ્યા છે અને એકમ દીઠ સરેરાશ ૧૦ લોકોના પાસ પણ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે જેથી કર્મચારીઓની ઘટ્ટ ન સર્જાય. તેમણે જણાવ્યું હતું કે હાલ સુધીમાં જે એકમોને મંજૂરીપત્ર આપવામાં આવ્યા ન હતા તેઓ ૩ મેં ની રાહ જોતા હતા કે લોક ડાઉન બાદ જ એકમો શરૂ કરવા પણ લોક ડાઉનનો ત્રીજો તબક્કો અમલી બનાવાયો છે જેથી ફરીવાર ઉદ્યોગ સહસિકોનો મંજૂરીપત્ર માટે ધસારો વધી રહ્યો છે અને એસોસિએશન પણ વધુમાં વધુ યુનિટ કંઈ રીતે શરૂ કરી શકાય તે માટે કાર્યરત છે તો હજુ વધુ ઇન્ડસ્ટ્રીને ટૂંક સમયમાં મંજૂરી આપી દેવામાં આવશે. તેમણે મુશ્કેલીઓ વિશે જણાવતા કહ્યું હતું કે હાલ સૌરહી૫ મુખ્ય મુદ્દો કર્મચારી – મજૂરોની ઘટ્ટનો છે કેમકે પરપ્રાંતીય મજૂરોએ હિજરત કરી છે અને કર્મચારીઓમાં ભયનો માહોલ હોવાથી તેઓ ઘરની બહાર નીકળતા ડર અનુભવે છે. ઉપરાંત હાલ પરિવહનમાં પણ આનશીમ છૂટછાટ આપવામાં આવી છે જેના પરિણામે ચેઇન શરૂ થઈ છે પણ ચોક્કસ સમય મર્યાદા અને નિયત કર્મચારિવર્ગની મર્યાદામાં કામગીરી કરવાની છે જેના પરિણામે ઉદ્યોગો ૫૦ થી ૬૦% પ્રોડક્શન શરૂ કરી શક્યા છે, સંપૂર્ણપણે રાબેતા મુજબ ઉદ્યોગોને ધમધમતા થોડો સમય લાગી જશે તે વાત પણ સ્પષ્ટ છે.તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે હજુ સુધી જે એકમો મંજૂરી માટે આવ્યા નથી તેમનો હવે એસોસિએશન સામેથી સંપર્ક કરી સમસ્યાઓ વિશે તાગ મેળવી વહેલી તકે નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે તેમજ જે એકમો એસોસિએશનમાં નથી અથવા દૂરના એકમો છે તેમની ચિંતા કરી શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમની વ્હારે આવી મદદરૂપ થઈ રહ્યું છે.

  • ઉઘોગોને બેઠા કરવા સરકારે રપ ટકા જેટલી સહાય આપવી જોઇએ : આયુષી એન્જીનીયર કંપની

02

આયુષી એન્જી.કંપનીના જીતેન્દ્રભાઇ ગોસાઇએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શાપર-વેરાવળ એસો. ખુબ જ એકટીવ  છે. હાલ જે રીતે ધંધા રોજગારી બંધ થવા છે તે પૂર્વે પણ ઉઘોગોની સ્થીતી અત્યંત કફોડી બની હતી. પરંતુ લોકડાઉન થતાં જ ધંધા-રોજગારી બંધ થઇ જવાની ભીતી જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન કંપની પાસે કોઇપણ પ્રકારનું અતિરેકત રો-મટીરીયલ પડેલ નથી જેના કારણે સ્ટોકમાં પણ ઘણી અસર થવા પામી છે. વધુમાં જીતેન્દ્રભાઇએ જણાવતા કહ્યું હતું કે કંપની જે રીતે ઇન્કમટેકસ ભરી રહી છે તેમાં પણ થોડી રાહત અપાય અને પડતર જે.એસ.ટી. રીફંડ પછી વહેલાસર આવે તો ઉઘોગોને ઘણી ખરી સહાયતા મળી રહેશે. એકસપોર્ટ ઇન્સેટીયમ મુખ્યત્વે લાભ મળી રહે અને બેન્કમાંથી લોન પેટે સહાય મળે તો ઉઘોગોની સ્થીતીમાં અનેક ગણો સુધારો આવશે. સરકારે રપ ટકા જેવી નાણાકીય સહાય આપવી જરૂ રી છે. જેથી પુન: કામ થઇ શકે. હાલના તબકકે ઉઘોગમાં પ૦ ટકા  જેટલું પ્રોડકશન ચાલુ છે. જેનું કારણ રો-મટીરીયલની અપુરતી હોવાનું કારણ સામે આવ્યું છે. અંતમાં તેમણે ટ્રાન્સપોર્ટશન વિશે જણાવતા કહયું કે પરિવહન બંધ હોવાથી ઉઘોગોને માઠી અસર પડે છે. આવનારા સમયમાં પરિવહન શરૂ  કરે તો તેનો ફાયદો ઉઘોગોને મળી રહે.

  • ઇન્કમટેકસ અને જીએસટીમાં ઉઘોગોને મળવી જોઇએ રાહત : પેકવેલ પેકર્સ

04

પેકવેલ પેકર્સના કમલેશભાઇ રાજાએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે, સ્ટેશનરી પ્રોડકનો બીઝનેશમાં અમારે તેજી કે મંદિ ન હોતી. લોકડાઉન બાદ ફેકટરી શરૂ  કરવા માટે શાપર-વેરાવળ એસો. નો ખુબ સહયોગ રહ્યો છે. કમલેશભાઇએ જણાવ્યું હતું કે હાલ અમારો ઉઘોગોમાં મટીરીયલના પ્રશ્ર્નો છે. તેમજ રો-મટીરીયલ પહેલા આવ્યું છે. તેનું પેમેન્ટ પણ થઇ શકતું નથી. સાથે સાથે તેમણે લોનને લગતા ઇન્સટીપ્લેમેન્ટ અને તેના વ્યાજમાં રાહત આપવાનું સુચવ્યું હતું. આ તકે કમલેશભાઇ રાજાના જણાવ્યા પ્રમાણે સરકાર સબસીડી લોન આપશે તો તેનો ફાયદો ઉઘોગોને થશે.

03

હાલ જે રીતે જીએસટીના દરમાં વધારો કરાયો છે તો નાણામંત્રાલય તેમાં ઘટાડો કરે તેવું સુચવ્યું હતું. આ તકે તેઓએ જણાવતા કહ્યું હતું કે હાલ ઉઘોગોમાં રો-મટીરીયલની સ્થીતી અત્યંત નબળી છે.  તેથી આગામી બે થી ત્રણ દિવસ કામ થઇ શકે તેવી સ્થીતીનું નિર્માણ થયું છે.હાલ પરિવહનને મંજુરી ન મળી હોવા છતાં જે મંજુર થયેલા પરિવહનના સાધનો છે તે યોગ્ય સમયે આવતા ન હોવાની વહેચાણમાં પણ  ઘણી તકલીફની સામનો કરવો પડે છે. સૌરાષ્ટ્રના નાના વિસ્તારોમાં સમયસર પહોચાડવો જરૂ રી છે. પરંતુ હાલ આ સ્થીતી વિપરીત હોવાનું સામે આવ્યું છે. અંતમાં તેમણે સરકારને સુચવતા જણાવ્યું હતું કે લોકડાઉન પૂર્ણ થયા બાદ સરકારે સ્ટેશનરી ઉઘોગને બેઠો કરવા અનેકવિધ પ્રકારે સહકાર આપવો જરૂ રી પડશે.

  • સરકારે ઉઘોગોને ધમધમતો કરવા નાણાકીય સહાય આપવી અત્યંત જરૂરી : ફલોટેક  એન્જીનીયરીંગ

 

06ફલોટેક એન્નીજીયરીંગના વિનોદભાઇ આસોદરીયાએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે, લોકડાઉન પૂર્વે એ વાસ્તવિકતા હતી કે એગ્રીકલ્ચર એટલે કે ખેતી ક્ષેત્રે માર્ચથી મે માસ દરમીયાન સારી એવી માંગ અને તેજીની આશા સેવાઇ રહી હતી. પરંતુ લોકડાઉન થતાં જ ઉઘોગોની આશા પર પાણી ફરી વળ્યું છે. લોકડાઉન થતાં જ ઉઘોગોને સૌથી મોટો ફટકો પડયો હોય તેએ આથીંક ફટકો છે. હાલના તબકકે મટીરીયલ મંગાવવા માટે કંપનીને ઘણી ખરી પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી બે માસનો સમય ઉઘોગો માટે અત્યંત કપરી રહેશે. અને આર્થિક સ્થીરતા માટે અત્યંત જરૂ રી સાબીત થશે ઉઘોગ ચાલુ થતાં મજુરોને સાચવવા તથા સરકારના નિયમોનું પાલન કરવું અત્યંત અવાશ્યક છે. તથા ઉઘોગો માટે અત્યંત પડકાર રૂપ છે. ઉઘોગોને ઘણી ખરી આર્થિક તકલીફોનો સામનો કરવો પડશે.

05

સરકાર વ્યાજમાં માફી આપવા અને બેન્કીંગ ક્ષેત્રમાં રાહત મળી રહે તે માટે કામગીરી હાથ ધરી રહી છે. જેમાં સરકાર વ્યાજમાં માફી બેન્કીંગ ક્ષેત્રમાં રાહત સાથો સાથ ઉઘોગોને વેગવંતુ બનાવવા વિશેષ રાહત પેકેજ સાથે નાણાકીય સાયકલને દોડતી કરે તે માટે સરકારને રજુઆત પણ કરવામાં આવી છે. હાલ કંપનીમાં ૩૦ ટકા જેટલા પરપ્રાંતિય મજુરો કામ કરે છે જે શાપરમાં જ રહે છે. લોકડાઉન થતા જરૂ રીયાત મુજબ ન સામાન આપવામાં આવે છે. અંતમાં તેમના જણાવ્યા મુજબ ટ્રાન્સર્પોટેરો અને રો-મટીરીયલ ઉઘોગોને મળતું થાય તે માટે સરકારે પરીવહનની વ્યવસ્થા ગોઠવવી આવશ્યક બની છે.  ત્યારે તેમને આશા છે તે આવકવેરામાંથી રાહત મળી રહેશે અને ઉઘોગો ફરી ધમધમતા થશે.

  • લોકડાઉન બાદ કામદારોને નિયંત્રિત કરવામાં ઉદભવિત થશે સૌથી મોટો પ્રશ્ર્ન : પૂજા ટેકનોકાસ્ટ

08

પૂજા ટેકનો કાસ્ટના કીરીટભાઇ મોલ્યાએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યુઁ હતું કે.. ઉઘોગોની કોરોના પહેલાની સ્થીતી ખુબ જ સારી હતી. લોકડાઉન પૂર્વ ડોમેસ્ટીક ઓર્ડરોની સંખ્યા ખુબ જ વધુ જોવા મળતી હતી. હાલની જે સ્થીતી જોવા મળે છે તેમાં સરકારના નિર્દેશો મુજબ પરપ્રાંતિય કારીગરોને તેમના વતન પરત ન મોકલવા અને તેમને રોજબરોજની અનાજની કીટ મળી રહે તે તમામ સવલત કંપની દ્વારા પૂરી પડાઇ છે પરંતુ જો લોકડાઉન પૂર્ણ થતાં કે પહેલા કારીગરો વતન પરત થશે તો તેની સિઘ્ધી અસર ઉઘોગો પર જોવા મળશે. આ તકે કીરીટભાઇ મોલ્યા એ જણાવ્યું હતું કે જીએસટી તથા ટેકસમાં માફી આપવી જોઇએ. બેન્કના હપ્તાની સાથે સાથે વ્યાજના હપ્તામાં માફ આપે તેવી હીમાયત પણ કરવામાં આવી હતી.

07

૩૦૦ થી ૪૦૦ લોકોનો સ્ટાફ ધરાવતી કંપની હાલ ૫૦ ટકાથી ઓછાના સ્ટોક સાથે કાર્ય કરી રહી છે. અંતમાં તેમના જણાવ્યા મુજબ ઉઘોગોને જે બાકી રહેતું રીફંડ છે. તે વહેલાસર મળવા પાત્ર થાય તો કંપનીને ટેકો મળી રહે હાલ ઉઘોગોમાં રો-મટીરીયલની પરિસ્થિતિ નબળી હોવાથી કંપનીમાં જરુરીયાત મુજબનો સ્ટોક મેન્ટેન કરી શકાતો નથી. જેથી ટ્રાન્સપોર્ટરેશન અને ડીસ્ટ્રીબ્યુશન હોઇ તને તંત્ર અરસ પહોચવા પામ્યો છે.

  • ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે હાલ અમર્યાદિત તકો, ફક્ત સરકારી સહયોગની જરૂરિયાત : પારમેક્સ ફાર્મા લિમિટેડ

09

જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે તેવા સંજોગોમાં આ વાયરસની કોઈ ચોક્કસ દવા નથી જેના પરિણામે આ વાયરસ દિન પ્રતિદિન વધુ ઝડપે માનવ જાતને ભરખી રહ્યો છે ત્યારે હાઇડ્રોકશીક્લોરોકવિન નામનું ઇન્ટરમીડિયટ કે જે સામાન્ય રીતે મેલેરિયાની દવા છે તે કોરોના સામે લડવા માટે પણ કારગર સાબિત થઈ રહ્યું છે. તો હાલ આ મહામારીને અટકાવવા ભારતને હાઇડ્રોકસીક્લોરોકવીનની તાતી જરૂરિયાત છે. તેવા સમયમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એકલા હાથે માંગને પહોંચી ન શકે જેના કારણે વિવિધ પ્રખ્યાત ફાર્મા કંપનીઓને હાઇડ્રોકસીક્લોરોકવીનના ઇન્ટરમીડિયટ બનાવવા ઓર્ડર આપવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્રની એકમાત્ર પારમેક્સ ફાર્મા લીમીટેડ ને ઈન્ટરમીડિયટ બનવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ એકમ હાલ તમામ નફાકારક ઉત્પાદનને એક બાજુ મૂકી ફક્ત ને ફક્ત હાઇડ્રોકસીક્લોરોકવીનના ઇન્ટરમીડીયટ બનાવી રહ્યું છે જેના માટે હાલ ૧૨૫ કુશળ કારીગરોની ટીમ સતત કાર્યરત છે. ઝાઇડ્સ કેડીલા અને પારમેક્સ ફાર્માની ટીમે આશરે ૨૦ દિવસની જહેમત બાદ ઇન્ટરમીડિયટનું ઉત્પાદન શરૂ કરી માનવસેવા શરૂ કરી છે. ત્યારે અબતક મીડિયાની ટીમે રાજકોટ – ગોંડલ હાઇવે ખાતે આવેલા હડમતાળા સ્થિત પારમેક્સ ફાર્માની મુલાકાત લીધી હતી. આ તકે એકમના ડાયરેકટર અલ્કેશભાઈ ગોસલિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે છેલ્લા ૨૫ વર્ષથી ફાર્મા ક્ષેત્રે કાર્યરત છીએ. હાઈ કોસ્ટ કેમિકલ, દવાઓ અને ઇન્ટરમીડિયટ નું ઉત્પાદન કરી ડોમેસ્ટિક ક્ષેત્રે તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચાણ કરીએ છીએ પરંતુ હા જ્યારે દેશ કોરોના મહામારી સામેં લડી રહ્યું છે ત્યારે તમામ નફાકારક ઉત્પાદન બંધ કરી અમારું એકમ ફક્ત હાઇડ્રોકસીક્લોરોકવીનના ઇન્ટરમીડિયટનું ઉત્પાદન કરી રહ્યું છે. જેના માટે અમે અમારી તમામ આધુનિક મશીનરી અને કર્મચારીવર્ગને આરક્ષિત રાખ્યો છે.

010

આ તકે તેમણે ફાર્મા ઇન્ડસ્ટ્રીની સ્થિતિ વિશે જણાવતા કહ્યું હતું કે ચોક્કસ હાલ અન્ય ક્ષેત્રના ઉદ્યોગોની સ્થિતિ નાજુક છે, મંદીનો માહોલ છે, અનેકવિધ સમસ્યાઓનો ઉદ્યોગ સાહસિકો સામનો કરી રહ્યા છે અને જો આ પ્રકારની જ સ્થિતિ રહી તો અર્થતંત્રને ધબકતું રાખતું ઉદ્યોગ ભાંગી પડશે તેવું પણ કહી શકાય પરંતુ ફાર્મા ક્ષેત્રના ઉદ્યોગોની પરિસ્થતી બિલકુલ વિપરિત છે. સમગ્ર વિશ્વનો વિશ્વાસ ચીન પરથી ઉઠી ગયો છે ત્યારે ભારત પાસે  ફાર્મા ઉદ્યોગ ક્ષેત્રમાં વિપુલ તકો રહેલી છે. ભારત પાસે બુદ્ધિમાન વૈજ્ઞાનિકો થી માંડી કુશળ કારીગરોની ઉપલબ્ધતા ખૂબ મોટી છે અને ભારત દ્વારા ઉત્પાદિત દવાઓ મોટા ભાગે વૈશ્વિક સ્તરે સફળ રહેતી હોય છે ત્યારે ફાર્મા ક્ષેત્ર માટે અનેકવિધ તકો રહેલી છે કેમકે હાલ સુધી દવાઓ અને કેમિકલ્સ માટે પણ વિશ્વ આખું  ચાઈના પર નિર્ભર હતું પરંતુ હાલ ચાઈનાએ જે રીતે વિશ્વસનિયતા ગુમાવી છે ત્યારે ભારત ખૂબ ઝડપે ફાર્મા ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં છવાઈ શકે તેવી તક હાલ સાંપડી છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે હાલ ફાર્મા ક્ષેત્રે પડકારો પણ અનેકવિધ પ્રકારની છે જેમકે ટેકનોલોજી, પ્રદુષણ, પેટન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સમસ્યાઓ તો છે જ પરંતુ જો સરકાર આ સમસ્યાઓ સામે લડવા સહયોગ આપશે તો ફાર્મા ઉદ્યોગો વિરાટ કદમ ભરી સફળતાપૂર્વક બહાર આવી શકે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.તેમણે લોક ડાઉનને કારણે પડી રહેલી મુશ્કેલીઓ વિશે જણાવતા કહ્યું હતું કે હાલ સૌથી મોટો પડકાર રો મટીરીયલ માટેનો છે કેમકે મોટા ભાગે ફાર્મા ઉદ્યોગ રો મટીરીયલ માટે ચીન પર નિર્ભર હોય છે જેથી રો મટીરીયલની તંગી સર્જાઈ છે અને સ્થાનિક ક્ષેત્રે રો મટીરીયલનું કાળા બજાર થઈ રહ્યું છે જેના પરિણામે આશરે ચાર ગણા વધુ ભાવથી રો મટીરીયલની ખરીદી કરવી પડી રહી છે જેના કારણે ખૂબ મોટી સમસ્યાઓ સર્જાઈ રહી છે. એ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનની અછત હોવાને કારણે સપ્લાયને પણ અસર થઈ રહી છે. તેમણે આ તકે રાહત વિશે જણાવતા કહ્યું હતું કે હાલના સમયમાં તમામ ઉદ્યોગ સાહસિકો નાણાંકીય હાલાકી ભોગવી રહ્યા છે તેવા સંજોગોમાં બેન્કોએ આશરે ૩ મહિના સુધી વ્યાજ માફી આપવી જોઈએ, વિજબીલમાં માફી આપવી જોઈએ અને ખાસ કરવેરામાં રાહત આપવમાં આવે તો ચોક્કસ ટૂંક સમયમાં ઉદ્યોગોને ધમધમતા કરી શકાય તેવું મારુ સ્પષ્ટપણે માનવું છે.

  • પરિવહનની સેવા વધુ સુદ્રઢ બનાવવા ઉઘોગોની સરકારને રજૂઆત : સ્પેર ઓટોટેક પ્રા.લી.

011

સ્ટોર ઓટોટેક પ્રાઇવેટ લીમીટેડના સંજયભાઇ વેકરીયા એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે, લોકડાઉન પૂર્વ ઉઘોગોની સ્થીતી સારી હતી અને કામપણ ખુબ સારું થતું હતું. ત્યાં અચાનક લોકડાઉન આવવાથી કામ એકા એક સાવ બંધ થઇ ગયું હતું. તથા તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન પછી પણ કામ ડાઉન થશે. તેમ જ શ્રમિકોની સ્થીતી જણાવતાં કહ્યું હતું કે જો પરપ્રાંતિય શ્રમિકો વતન પરત જશે તો કંપનીઓ પાસે કામ હશે પરંતુ વર્કરોની નહી હોય, તેમજ વધુમાં જણાવ્યું હતું કે, માર્કેટમાં ડીમાન્ડ સાવ નથી. અમે જે પ્રોડકશન કરીએ છીએ તે હાલ સ્ટોક કરવામાં આવે છે. સાથે સાથે શ્રમિકો વિશે જણાવતા કહ્યું હતું કે શ્રમિકોને સમયસર પગાર ચુકવી આપવામાં આવ્યો છે તેમજ જમવાની વ્યવસ્થા પણ અમારા દ્વારા કરવામાં આવી છે. ઉઘોગોને બેઠા કરવા માટે સરકાર પાસે એ આશા રાખવામાં આવે છે કેકે લોનના વ્યાજમાં ઘટાડો કરવામાં આવે તેમજ જીએસટી અને ટેકસમાં પણ રાહત આપવામાં આવે. બેન્કીંગ ક્ષેત્ર વિશેે જણાવતા કહ્યું હતું કે બેન્ક દ્વારા લોન સરળતાથી આપવામાં આવે અને લોન માટેની કામગીરી ઝડપથી કરવામાં આવે સંજયભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે અમારી ફેકટરીમાં હાલ સ્ટોક છે નહી તેમજ પરિવહન બંધ હોવાથી મટીરીયલ આવતું નથી જેની અસર પ્રોડકશન પણ થઇ શકતું નથી.

012

  • ખજખઊ ઉદ્યોગોને બેંક દ્વારા વ્યાજમાંથી મુક્તિ આપવી જોઈએ : સિક્યોર પોલીમર્સ

પોલીમર્સ ક્ષેત્રના ઉદ્યોગોની સ્થિતિ અંગે ચિતાર આપતા સિક્યોર પોલીમર્સ પ્રા.લી. ના ડાયરેકટર વસંતભાઈ વિરડીયાએ જણાવ્યું હતું કે અમે હાલ પોલીમર્સ ક્ષેત્રના ઉદ્યોગો સામે મુખ્ય ત્રણ પડકારો છે. પ્રથમ પડકાર રો મટીરીયલનો છે જેની ખૂબ ઘટ્ટ હોવાથી પ્રોડક્શન કરી શકાતું નથી અને સ્થાનિક સ્તરે રો મટીરીયલની કિંમત ખૂબ ઊંચી હોય છે જેનાથી ઉદ્યોગોને નુકસાની થઈ રહી છે. બીજો પડકાર પરિવહનનો છે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નહીં મળતા કોઈ પણ જાતનું સપ્લાય કરી શકાતું નથી કેમકે જે એકમો પાસે રો મટીરીયલનો સ્ટોક હતો તેમણે ઉત્પાદન શરૂ કરી દીધું છે, સ્ટોક થઈ ચુક્યો છે પરંતુ પરિવહનની સુવિધા નહીં મળતા શહેરની બહાર મટીરીયલ મોકલી શકાતું નથી. માલ તૈયાર છે, ઓર્ડર પણ આવી ગયો છે પરંતુ પરિવહનની સમસ્યા છે જેના પરિણામે કોઈ પણ રીતે માલ પહોંચાડી શકાતો નથી. ત્રીજો પડકાર કર્મચારીઓનો છે કેમકે નિયત કર્મચારીઓની મર્યાદા કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે પરંતુ જે કર્મચારીઓ શહેરી વિસ્તાર અથવા બહારગામથી આવે છે તેઓ એકમ સુધી પહોંચી શકતા નથી અને પરપ્રાંતીય મજૂરોએ પણ હિજરત કરી છે જેના પરિણામે કરચારિવર્ગ ખૂબ ઓછો છે જેમાં અમારે કામ ચલાવવું પડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખજખઊ ક્ષેત્રના તમામ ઉદ્યોગોમાં નાણાકીય ખેંચતાણ ઉભી થઈ છે કેમેક પેમેન્ટ સાઇકલ લોકડાઉનના પરિણામે બિલકુલ ઠપ્પ થઈ ચુકી છે, આવકનો કોઈ માધ્યમ નથી તેની સામે કર્મચારીઓના પગાર થી માંડી ટર્મ લોન, સીસી લોનના વ્યાજ ચક્ર ચાલુ છે જેના પરિણામે નાના ઉદ્યોગકારો હાલાકી ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં બેન્કોએ વ્યાજમાંથી મુક્તિ આપવી જોઈએ તેમજ સરકારે મિનિમમ વીજ બિલ માફ કરવું જોઈએ જેથી નાના ઉદ્યોગકારો નાણાકીય ખેંચતાણ અનુભવે નહીં જેથી તેમની ચિંતામાં ઘટાડો થાય.

  • કર્મચારીઓની ઘટ્ટ પૂર્ણ થાય તો ફોર્જિંગ ઉદ્યોગ ધમધમી ઉઠશે : સુમંગલ ફોર્જીંગ

014

સમગ્ર ઉદ્યોગ ક્ષેત્રમાં જે વાત કરવામાં આવે તો ફોઝીંગ ઉદ્યોગએ મહત્વનું છે.કારણ કે ફોઝીંગ ઉદ્યોગ એ અલગ અલગ પ્રોડકટના પાર્ટસ બનાવતી હોય છે. ત્યારે અબતક દ્વારા ફોઝીંગ ઉદ્યોગની સ્થિતિનું તારણ મેળવવા સુમંગલ ફોઝીંગના કલ્પેશ પટેલ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે છેલ્લા ૬-૮ મહિનાથી ફોઝીંગ ક્ષેત્રમાં મંદીનો માહોલ હતો, કોરોના આવવાનાં કારણે ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરિવહનના કારણે માલની આવક જાવકમાં મુશ્કેલી પડી રહી છે. ઈન્ટરનેશનલ તથા ડોમેસ્ટીક ક્ષેત્રમાં પણ આની અસર જોવા મળી છે. ફોઝીંગના કારખાનાઓ છેલ્લા ૩૦-૩૫ દિવસથી બંધ હતા ત્યારે અમારી મશીનરીને કાર્યરત કરવા મેન્ટેન કરવા જરૂ રી હતા. જેમાં ખૂબ સમય લાગી શકે છે.

013

અમારા ઉદ્યોગોમાં મુખ્ય સમસ્યા રોમટીરીયલ છે. અમારી પાસે પુરતુ રોમટીરીયલ નથી લોકલ લેવલે જો વાત કરીએ તો અમારા આવવા જવાની વ્યવસ્થા સારી છે. પરંતુ હજી સારી થાય તો સારૂ  અમારા ક્ષેત્રનાં ઉદ્યોગમાં ૫૦% શ્રમિકોથી કામ ચલાવીએ છીએ બહારનાં હતા તેવા શ્રમિકો હાલ કારખાનાઓમાં આવતા નથી. અમારી પ્રોડકટમાં રો મટીરીયલ એ ડોમેસ્ટીક ખરીદીના છે.ત્યારે એમાં અમને તેજી નથી આવી. ટ્રક આખા ભરેલા હોય તેજ પરિવહન કરી રહ્યા છે. ત્યારે અમારી પાસે પૂરતુ મટીરીયલ ન હોવાથી તે પરિવહન થતું નથી. અમારી પાસે લીમીટેડ સ્ટોક છે. બેંકોએ અમારા ક્ષેત્રનાં ઉદ્યોગોમાં લોનના હપ્તા માફી આપવી અમારા પેમેન્ટ આવતા નથી. જેની અમને આશા છે કે સરકાર તેમાં રાહત આપે અમારા જેવા નાના ઉદ્યોગો છે તેમાં આઈટી ઈન્કમટેક્ષમાં રાહત મળવી જોઈએ. તથા એકસપોર્ટમાં રાહત મળવી જોઈએ. અત્યારે કામ કરવું મુશ્કેલ છે. કારણ કે અચાનક લોકડાઉન આપ્યું છે. અત્યારે વાઈરસને કારણે ખૂબ અગમચેતી રાખીને કામ કરવું પડશે.

ફોજીંગ ક્ષેત્રને ફરી ધમધમતું થવા જો સરકારની સહાય રહી અને શ્રમિકો પૂર્ણ આવે તો આશા છે કે ૬ થી ૮ મહિનામાં ઉદ્યોગો ફરી શરૂ  થશે. અમરી અપેક્ષા છે કે એકસપોર્ટમાં ઈન્સેન્ટીસવ મળવા જોઈએ જે મળે છે તે ખૂબ ઓછા છે. ઈન્ટરનેશનલ લેવલે રાહત મળે તેવી અશા ફોર્ઝીંગ ક્ષેત્રનાં સારામાં સારા ઉદ્યોગને પ્રોત્સાહન કરે શ્રમિકોને પણ વ્યવસ્થા મળે તો ઝડપથી આગળ વધશે. અત્યારે ફોર્ઝીગ ક્ષેત્રમાં ૩૦% પ્રોડકસન થાય છે.

  • બેરિંગ ઉદ્યોગ રો મટીરીયલની સમસ્યાથી પીડાઈ રહ્યું છે : ડિસીએમ બેરિંગસ

015

બેરિંગસ ક્ષેત્રની લોક ડાઉન દરમિયાન કેવી પરિસ્થિતિ ચબે તે અંગે ચિતાર મેળવવા અબતક મિડિયાએ ડિસીએમ બેરિંગસ પ્રા.લી. ની મુલાકાત લીધી હતી. ત્યારે એકમના મેનેજીંગ ડાયરેકટર ચેતન પટેલએ બેરિંગ ઉદ્યોગોની વ્યથા વર્ણવતા જણાવ્યું હતું કે બેરિંગ ઉદ્યોગમાં રો મટીરીયલ પ્રથમ સમસ્યા છે કેમકે સામાન્યત: બેરિંગસ ઉદ્યોગનું રો મટીરીયલ અન્ય રાજ્યોમાંથી આવતું હોય છે જે પરિવહનની છૂટનાહી હોવાને કારણે ઠપ્પ થયું છે ત્યારે અમારી પાસે જે રો મટીરીયલનો.સ્ટોક ઉપલબ્ધ છે તેનાથી પ્રોડક્શન શરૂ કરાયું છે પરંતુ રો મટીરીયલ ટીઇન્ક સમયમાં પૂર્ણ થશે તો એકમ બંધ કરવાની ફરજ પડશે. બેરિંગ ઉદ્યોગો નિકાસ સાથે સંકળાયેલા હોય છે અને અમારી પાસે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રેથી અઢળક ઓર્ડરો પેન્ડિંગ છે પરંતુ રો મટીરીયલ અને પરિવહનની સમસ્યાને ને કારણે અમે ઉત્પાદન કરી શકતા નથી અને જે પ્રોડક્શન તૈયાર છે તેની સપ્લાય કરી શકતા નથી. તેમજ રો મટીરીયલ કોઇ એક ચોક્કસ સ્થળ થી આવતું નથી પરંતુ અલગ અલગ રો મટીરીયલ અલગ અલગ  સ્થળોથી મંગાવવામાં આવે છે જેથી ક્ધટીન્યુ પ્રોસેસ કરી શકાતી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે હાલ ઘણા ખરા દેશોમાં નિકાસ કરીએ છીએ જયાં આગળથી ઓર્ડર આવીને લાંબા સમય થી પેન્ડિંગ છે પરંતુ અમે પરિવહનની સમસ્યાને કારણે કોઈ પણ જાતનું ઉત્પાદન કે નિકાસ કરી શકતા નથી તેમજ મેન પાવરનો પણ અભાવ છે તો જે માત્રામાં ઉત્પાદન થઈ શકતું નથી કેમકે બેરિંગ કોઈ એક પ્રોસેસ થી બનતું નથી તેને અલગ અલગ પ્રક્રિયાઓમાંથી પસાર કરવું પડે છે પરંતુ દરેક વિભાગમાં કુશળ કારીગરો તેમજ મજૂરોની.મોટી ઘટ્ટ છે જે ખોટ પુરી શકાતી નથી અને તેના પરિણામે બેરિંગ ઉદ્યોગ હાલાકી ભોગવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે જો સરકાર આવી પરિસ્થિતિમાં કરવેરામાં રાહત આપે તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ઝડપથી બહાર આવી ધમધોકાર કાર્યરત થઈ શકશે કેમકે નાના ઉદ્યોગોની મુખ્ય સમસ્યાઓમાં આર્થીક સમસ્યા ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો કરવેરામાં રાહત, સબસીડી સહિતનો સહયોગ મળે તો ઝડપથી ઔદ્યોગિક એકમો ધમધમતા થશે અને ખાસ જે રીતે ચાઈનાએ સમગ્ર વિશ્વમાંથી વિશ્વસનીયતા ગુમાવી છે ત્યારે ભારતીય ઉધોગકારો પાસે ઉજળી તકો છે પરંતુ ફક્ત સરકારનો સહયોગ આવશ્યક છે.

016

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.