• માતા-પિતા વિહોણી બાળકીને ભાગની લાલચ આપી હવસખોર કૃત્ય આચર્યુ: સીસી ટીવી કુટેજના આધાર શખ્સના પરિવારને ઉઠાવી લીધો

સોશિયલ મીડિયા અને ટીવીના અતિક્રમણના લીધે સમાજમાં  વ્યભિચારનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. જેમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શ્રમિક પરિવારની  ચાર વર્ષની માસૂમ પુત્રીને નરાધમ શખ્સે ભાગ ની લાલચ આપી અપહરણ કરી હવસનો શિકાર બનાવી પછાડી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યા અંગેની ધટના પ્રકાશમાં આવી છે

રાજકોટની જનાના હોસ્પિટલના બેડ પર ઇજાગ્રસ્ત હાલતમાં સૂતેલી તે સાડા ત્રણ વર્ષની ફૂલ જેવી બાળકીને જોઇને હૈયું હચમચી જાઇ, તેને જોતા જ તેના પર વહાલ ઉપજે તેવી એ માસૂમ પર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું.  માનવતાને શર્મસાર  આ ઘટનામાં સંડોવાયેલો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો છે પરંતુ હજુ સુધી પોલીસને તેની ભાળ મળી નથી.વધુ વિગત મુજબ રાજકોટ  ગોંડલ ધોરી માર્ગ પર આવેલા શાપર ખાતે આવેલા કસુંબા બેરિંગ ગેટની સામેથી  બપોરે સવા વાગ્યે સાડા ત્રણ વર્ષની બાળકી લોહીલુહાણ હાલતમાં પડી હતી. ત્યારે કાર લઇને  પસાર થઇ રહેલા શાપરના પાર્થ રાઠોડની નજર આ કચડાયેલા ફૂલ પર પડી હતી અને તેમણે પોતાની કારને ઊભી રાખી બાળકીને ઉઠાવી અને નજીકમાં આવેલી દુકાન પાસે બેસાડી હતી.

બાળકીના ચહેરા પર અને ગુપ્તાંગમાં ભાગે ઇજાના નિશાન દેખાતા હતા. ચહેરા પરથી લોહી વહેતું હતું. આ અંગે તેમણે 108ને જાણ કરતાં વિલાસબેન ઠાકુર સહિતનો  સ્ટાફ પહોંચ્યો હતો અને બાળકીને એમ્બ્યુલન્સમાં  તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ  બનાવની જાણ કરાતા શાપર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.કે.ગોહિલ સહિતની ટીમ દોડી આવી હતી. બાળકીના ગુપ્તાંગમાં ઇજાના નિશાન હોવાથી તેને જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.  પોલીસની પ્રાથમિક તપાસમા   ઝૂંપડપટ્ટીમાં રહેતા પરપ્રાંતિય પરિવારની બાળકી હોવાનું બહાર આવ્યું છે.

પીડિત બાળકીના પિતાનું અવસાન થયેલું હોય અને તેની માતા બે બાળકો અને પુત્રીને મૂકી અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા નું જાણવા મળ્યું છે.તેમજ પીડતા બે ભાઈ સાથે પોતાની દાદી સાથે રહેતા હોવાનું અને દાદી કચરો વીણવાનું કામ કરી રહ્યા  છે. બાળકી શનિવારે સવારે ઘર નજીક રમતી હતી ત્યારે એક અજાણ્યા શખ્સએ તેને ભાગની લાલચ આપી ઉઠાવી ગયો હતો અને અવાવરુ સ્થળે લઇ જઇ બાળકી પર દુષ્કર્મ આચરી તેને હાઇવે નજીક ફેંકી દીધી હોવાનું ખુલ્યું હતું. બાળકીને ધક્કો મારી પછાડવામાં આવી હોવાથી તેના ચહેરા પર પણ ગંભીર ઇજા થઇ હતી. બાળકીને 108 મારફતે રાજકોટની ચણાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે.પોલીસે બાળકીના ઘરથી બાળકી જ્યાંથી મળી તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક શખ્સ કેમેરામાં કેદ થયો હતો તેની શોધખોળ હાથ ધરી છે. જેમાં પોલીસે પીડિતાને હવસનો શિકાર બનાવનાર સકસના પરિવાર ને ઉઠાવી લીધા નું જાણવા મળેલ છે. પોલીસે નાસીક છૂટેલા સક્ષમ મોબાઈલ નંબર પર સંપર્ક કરતા તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવતા તેના આશ્રય સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે.

પીએસઆઇ ગોહિલે  સેમ્પલના રિપોર્ટ બાદ બાળકી પર દુષ્કર્મ થયું હતું કે કેમ તે સ્પષ્ટ થશે . જિલ્લા પોલીસવાળા દ્વારા બનાવને ગંભીરતા લઈ શાપર અને મેટોડા ગુજરીક વિસ્તાર માં શ્રમિક છુપાયો હોવાની માહિતીના આધારે એલસીબી એસઓજી અને મેટોડા પોલીસના કુલદીપસિંહ ગોહિલ સહિતના   સ્ટાફે  બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને પકડી પાડવા  એક કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.