15 દિવસમાં એક ડઝન બુટલેગર સામે પીએસઆઈ કે.એ.ગોહિલની લાલ આંખ
શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં દેશી દારૂના વેચાણ કરતી ત્રણ મહિલા સહિત છ શખ્સોને રાજકોટ શહેર-જીલ્લામાંથી હદપારી કરતા સ્થાનિક પોલીસે છ શખ્સોને અન્ય જીલ્લામાં મોકલી આપવાની કાર્યવાહી કરી છે.
રાજકોટ જીલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા બલરામ મીણાએ આપેલી સૂચનાને પગલે શાપર-વેરાવળ પોલીસ મથકના પી.એસ.આઇ. કે. એ. ગોહિલે શાપરના રેમ્બો કારખાના પાસે રહેતી વાલીબેન કાળુભાઇ ચારણ, કોઠારીયા સોલવન્ટ શિતળાધાર પાસે રહેતી પ્રભાબેન અરવિંદ ચાવડા, રાજુ એન્જિનિયરીંગ પાછળ રહેતી નિલમબેન મહેન્દ્ર શિવમંગલ ચૌહાણ, મહેન્દ્ર શિવમંગલ ચૌહાણ, બુદ્ધનગરમાં રહેતો રવી હરેશ ગુપ્તા અને અરુણ લખન ઠાકુર સહિતના શખ્સો અવારનવાર દેશી દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છતાં દેશી દારૂનું વેચાણ કરતા હોવાથી હદપારીની કરેલી દરખાસ્તને નાયબ કલેક્ટર ચરણસિંહ ગોહિલે મંજૂરીની મહોર મારતા હદપારીના હુકમની બજવણી પી.એસ.આઇ. કે. એ. ગોહિલે કરી રાજકોટ શહેર અને ગ્રામ્યમાંથી અન્ય જીલ્લામાં મોકલી આપવાની કાર્યવાહી કરી છે.
15 દિવસ પૂર્વ છ દેશી દારૂના ધંધાર્થીઓને તડીપાર કર્યા બાદ વધુ છ બુટલેગરો હદપાર કરતા દારૂના ધંધાર્થીમાં ફફડાટ મચી ગયો છે.