સૌરાષ્ટ્રની સૌથી મોટી ઔદ્યોગીક વસાહતમાં પરપ્રાંતીય વસતી વચ્ચે સાવધાની પર ભાર મૂકતા એસ.પી. જયપાલસિંહ રાઠોડ
શાપર વેરાવળ પોલીસ દ્વારા લોકદરબાર કાર્યકમ યોજાયો હતો જેમાં રાજકોટ જિલ્લા જઙ જયપાલસિંહ રાઠોડ ગોંડલ ઉઢ જઙ ઝાલા સાહેબ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ જે રાણા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશન પ્રમુખ કિશોરભાઈ ટીલાળા, પ્રકાશભાઈ ટીલાળા, વિનુભાઈ ઘડુક, અશોકભાઈ ભુવા, એસોશીએશન વિવિધ હોદ્દાઓ તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીઝ વર્કરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રાજકોટ જિલ્લા એસ.પી. સાઇબર ક્રાઇમ અટકાવવા માટે ઓનલાઇન કેન્સલ ઓર્ડર, કુરિયર, ઓનલાઈન ટ્રાન્જેક્શન કોલિંગ દ્વારા માંગવામાં આવતો ઓટીપી જેવા વિવિધ ફ્રોડ કંપનીઓ દ્વારા કોલિંગ સમયે માંગતા ઓટીપી ક્યારેય પણ કોઈને આપો નહીં, શાપર-વેરાવળ એક સૌરાષ્ટ્રની અને રાજકોટ થી સૌથી નજીક ગણાતી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. જેમાં લાખો પરપ્રાતિય મજૂરો કામ કરે છે જેમાં દિવસે ને દિવસે ક્રાઇમ વધતા હોય છે ત્યારે ક્રાઇમ અટકાવવા માટે શાપર વેરાવળ પોલીસ દ્વારા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વર્કર ડેટા એન્ટ્રી વેબસાઇટ લોન્ચ કરી હતી જેમાં પોતાના કારખાનામાં કામ કરતાં મંજૂરોના નામ, સરનામું, આધાર નંબર, કારખાનાનુ નામ, મોબાઈલ નંબર, રજીસ્ટર કરી શકાશે આ બધો ડેટા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં રહેશે, જેમાં ખાલી શાપર વેરાવળ ના પોલીસ ચોકી લગતા વિસ્તાર ના કારખાના રજીસ્ટર કરી શકશે અને શાપર વેરાવળ પોલીસ ચોકી ના ઙજઈં એસ જે રાણા વેહલી તકે બધા કારખાનાઓના મજૂરોના રજીસ્ટર કરી લેવાનું જણાવ્યું હતું
જેમાં લોક દરબાર કાર્યક્રમમાં ટ્રાફિકનું નિરાકરણ માટે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોને રાજકોટ જિલ્લાના એસપી જયપાલસિંહ રાઠોડ દ્વારા કારખાનામાં કામ કરતાં મજૂરોને આવા જવાનો સમયમાં આગળ પાછળ રાખવાનો જણાવ્યું હતું.